પ્રેમની પરિભાષા
પ્રેમની પરિભાષા
હાલનું માનવજીવન કૂદકે ને ભૂસકે વિશ્વ જ્યારે એકવીસમી સદી તરફ હરણફાળ ડગ માંડી રહ્યું હોય ત્યારે નવયુવાનો હિંદુસ્તાનના હોય કે કોઈ બીજા દેશના કેમ ન હોય તેઓ પોતાની રીતે પોતાના વિચારો મુજબ નિર્ણય લેતા થઈ જતા હોય છે. અમન નાણાંવટી તે નાણાંવટી ખાનદાનનો એકમાત્ર વારસ વીસ વરસની ઉંમરને ઉંબરે આવીને ઊભો હતો વરસનો પોતે ક્યારે એકવીસનો થાય એની રાહ જોઈને બેઠો હતો. કારણ કે તેને સરકારી કાયદાકાનૂનની ખબર હતી કે લગ્ન કરવા માટેની કાનૂની વયમર્યાદા ત્યારે શરૂ થતી હતી કે તેની હાયર સેકન્ડરીથી સાથે અભ્યાસ કરતી અને છેલ્લા ત્રણ વરસથી દીપિકા ચ્રીષ્ટી નામની રૂપયૌવનાનાં પ્રેમમાં પડેલો હતો અને ત્રણેય વર્ષમાં એક પણ દિવસ એવો નહીં ગયો હોય, જ્યારે એણે પ્રેમિકાને આ સવાલ નહીં પૂછ્યો હોય.
‘દિપ્તી, ચાલ ને આપણે લગ્ન કરી લઈએ. સામે જેને દીપ્તી જવાબ પણ આપ્યા અમન, ’
‘હું ક્યાં ના પાડું છું ? પણ કે તારા મમ્મી-પપ્પાને પૂછી જોયું ?’ તને કે ખબર છે ને, દીપ્તી ‘પપ્પા તો મોગલેઆઝમ ફિલ્મના જાલીમ અકબર જેવા છે. મેં એમને તારા વિશે વાત કરી, પણ એ માનતા નથી. તું ક્રિશ્વિયન અને અમે બ્રાહ્મણ. તારો ફોટો પણ મેં પપ્પાને બતાવ્યો. તું તો એમને ગમી, પણ આપણાં ધર્મ જુદા જુદા છે એની સામે પપ્પાને વાંધો છે. કોને કહું શું પણ પપ્પા એકલા નહીં ઘરમાં અમારા બીજાને,.
‘દીપ્તી સમજદાર હતી. એ ફિક્કું હસી પડી, ‘તો પછી ભૂલી જા ને મને અમન બીજું શું !! તારા પપ્પા કહે ત્યાં પરણી જા.‘ ‘એ કેવી રીતે શક્ય બને ?’ અરે, આપણે કોઈના ઘરે મળવા માટે જઈએ છીએ તો પણ એ લોકો આપણને પૂછે છે કે ‘તમે ચા લેશો કે કોફી ?’ જ્યારે લગ્ન એ તો આખી જિંદગીનો સવાલ છે. એમાં આપણાં ખુદના માવતર આપણને એટલું પણ ન પૂછે કે તને શું ગમશે ? આઈ લવ યુ, મિસરી !! હું તારા માટે જીવું છું અને કદાચ મરવું પડે તો તારા માટે મરીશ પણ ખરો !!’
એક વાત કબૂલ કરવી પડે કે અમન અને દિપ્તીનો પ્રેમ સાચો હતો. એમાં ‘ટીન એજ’ માં હોય એવું મુગ્ધ આકર્ષણ સ્વાભાવિકપણે જ હતું, પણ એ ઉત્તેજના ચામડીની સપાટીની નીચે વહેતું ઝરણું ન હતી, પરંતુ ધમનીમાં ધસમસતો સરીતાપ્રવાહ હતો. પપ્પા સાથે વાત કરવા જેવું કે અમનની પા.
પાસે હવે કંઈ કારણ બચ્યું જ ન હતું. એક કરતાં વધુ વાર બાપ-દીકરા વચ્ચે આ બાબતમાં ઉગ્ર ચર્ચા પણ થઈ ચૂકી હતી અને દર વખતે દિપેન નાણાંવટીનો છેલ્લો ડાયલોગ એ જ બહાર પડતો જે દુનિયાભરના જલાલુદ્દીન મોહમ્મદ અકબરો બોલતા હોય છે. ‘ये लड़की हमें मंज़ूर नहीं है | ये शादी नहीं हो शकती’, બાપની અદાલતની ઉપર કોઈ સુપ્રીમકોર્ટ નથી હોતી અને એમની નામરજીની ઉપરવટ કોઈ અપીલ પણ થઈ શકતી નથી. અમને તે સમય પૂરતી તો વાતને દફનાવી દીધી. હજુ તો એ બી.કોમના છેલ્લા વરસમાં ભણતો હતો, એટલે આર્થિક રીતે પગભર ન હતો. જેના પોતાના ખર્ચના પોકેટમની માટે પણ જેને પપ્પા સામે હાથ લાંબો કરવો પડતો હતો. ત્યાં લગ્ન કરવાનું તો સ્વપ્ન પણ જોઈ શકાય તેમ ન હતું. ‘બસ, એક વાર તે તેના મને એકવીસ વરસનો થઈ જવા નો ઈંતજારમાં ગયો. દીપિકા !! પછી આપણને લગ્ન કરતાં કાયદો પણ રોકી નહીં શકે.’ અમનનો આ કાયમનો આ ડાયલોગ સાંભળીને દીપ્તી મીઠું મીઠું હસી પડતી.આખરે એક દિવસ એ સમય આવી ગયો હતો કે અમન એકવીસનો થઈ ગયો. હજુ એનું એમ.એ. નું ભણવાનું ચાલુ હતું. વેકેશનના દિવસો હતા. દીપ્તી પણ રજાઓ માણવા માટે એના મોસાળમાં જૂનાગઢ ગઈ હતી. અમને આ તક ઝડપી લીધી. બે જોડી કપડાં લઈને નીકળી પડ્યો.
પપ્પાએ પૂછ્યું, ‘કહેતાં તો જાવ, કુંવર !! કઈ તરફ ચાલ્યા ?’ ‘મારા એક દોસ્તને મળવા જાઉ છું. જામનગર તરફ.’ અમન ઈરાદાપૂર્વક જાણી જોઈને જૂઠું બોલ્યો. અને કે દીપ્તીને વરવા માટે નીકળી પડ્યો.
જૂનાગઢ પહોંચીને એણે મોબાઈલ ફોન ઉપર દીપ્તીનો સંપર્ક સાઘ્યો, ‘દીપ્તી, હું આવી ગયો છું. તને ભગાડી જવા માટે.’ ‘અહીં ? જૂનાગઢમાં ? ભાગવા માટે આપણું આણંદ શું ખોટું હતું ?’
‘મેં બધી બાજુનો પૂરો વિચાર કર્યો છે. જો આપણે આણંદમાંથી ગૂમ થઈએ તો બહુ દૂર જઈએ તે પહેલાં જ ઝડપાઈ જઈએ. પપ્પાની પોલીસ ખાતામાં સારી ઓળખાણ છે.’ ‘એ ઓળખાણ તો જૂનાગઢમાં પણ લાગુ પડી શકે ને અમન.’ ‘હા, પણ પપ્પાને ખબર જ નથી કે હું અત્યારે જૂનાગઢમાં છું. હું તો જામનગર જવાનું કહીને ઘરેથી નીકળ્યો છું.’‘ભલે.’ દીપ્તી માની ગઈ, ‘મને વાંધો નથી. આજે સાંજે આપણે મળીને પૂરી યોજના વિચારી લઈએ. ક્યાંક બહાર જ મળવું પડશે. તું અહીં આવીશ તો મારા વાઘ જેવા ચાર મામાઓ તને ફાડી ખાધા વગર નહીં મૂકે.’દીપ્તીનું દિમાગ ઝપાટાબંધ વિચારી રહ્યું, ‘તેં મેફેર રોડનું મેદાન જોયું છે, ત્યાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે બરાબર છ વાગ્યે પહોંચી જજે. આઈ વિલ બી ધેર ફોર યુ..’ અમન તો દીપ્તીનું આ છેલ્લું વાક્ય સાંભળીને જાણે આકાશમાં ઊડવા લાગ્યો. એ તો સાડા પાંચ વાગ્યાથી મેફેરરોડ મેદાનના પ્રવેશદ્વાર પાસે પહોંચી ગયો.બરાબર છ વાગ્યે દીપ્તી ત્યાં આવી પહોંચી. અમનને આશ્ચર્ય એ વાતનું થયું કે એની સાથે એની મમ્મી પણ હતી. અમનને થયું કે ક્યાંક માર ન ખાવો પડે તો સારું. ત્યાં દીપ્તીએ જ વાતની શરૂઆત કરી, ‘આ મારી મમ્મી છે. માર્ગારીટા એનું નામ.’
‘એ આપણને આશીર્વાદ આપવા માટે આવ્યાં છે ?’ અમને પૂછ્યું. ‘ના, આપણે આજે ભાગી જવાના છીએ ને ! મમ્મી પણ આપણી સાથે જ આવી રહ્યાં છે.’ ‘હું સમજ્યો નહીં.’
‘અમન, એમાં સમજવા જેવું ખાસ કંઈ છે પણ નહીં. તને ખબર નથી, પણ મારી મમ્મીએ મારા જન્મ પછી મારા ડેડીથી ડિવોર્સ લઈ લીધા હતા. અમે બંને સાથે જ રહીએ છીએ અને જીવનભર સાથે જ રહેવાના છીએ.મમ્મી ‘જોબ’ કરતાં નથી. અમે ભાડાનાં મકાનમાં રહીએ છીએ. અમારો ઘરખર્ચ મારા મામાઓ ઉઠાવે છે. પણ એક વાર આપણે લગ્ન કરી લઈએ, તે પછી મારાથી મામાઓ પાસે પૈસા કેવી રીતે માગી શકાય ? મારી મમ્મી આપણી સાથે જ રહેશે.’ મિસરીની વાત સાંભળીને અમનને તો ચક્કર આવી ગયા. માંડ-માંડ એ આટલું બોલી શક્યો, ‘દીપ્તી, હું પપ્પાની મરજી વિરુદ્ધ તારી સાથે પરણી રહ્યો છું. મારા પપ્પાને તું જાણતી નથી. ભલે હું એમનો એકનો એક દીકરો હોઉ, પણ તારી સાથે લગ્ન કર્યા પછી પપ્પા મને ઘરમાં પગ પણ મૂકવા નહીં દે. અને આપણા બે જણાંને રહેવા માટે જ્યાં મકાનના સાંસા હોય ત્યાં તારી મમ્મીને આપણે કેવી રીતે..?’‘જો એવું હોય તો હું દિલગીર છું, અમન મને ઉછેરીને મોટી કરવામાં મારી મમ્મીનો એકલીનો જ ફાળો છે. એને મામાઓના ભરોસે છોડીને હું તારી સાથે ભાગી જઈ ન શકું. હું માત્ર એવા યુવાન જોડે લગ્ન કરીશ જેની પાસે ઓછામાં ઓછા બે બેડરૂમવાળું મકાન હોય. હું તને પ્રેમ કરું છું, પણ એટલો પણ નહીં કે તારી સાથે ફૂટપાથ ઉપર રહેવા માટે તૈયાર થઈ જાઉ !! બાય… એન્ડ… બેસ્ટ લક !’સમી સાંજનો આછેરો અજવાસ રાત્રિના અંધકારમાં પલટાઈ રહ્યો હતો અને અમન પોતાના પ્યારની લાશ ઉપર શ્વેત કફન ઓઢાડીને જૂનાગઢ છોડી ગયો.
ચાર-પાંચ વરસ થઈ ગયા આ વાતને. દીપ્તી તો પરણીને ઠરીઠામ પણ થઈ ગઈ. એને સારું ઘર ને સારો વર મળી ગયો. વડોદરામાં એ એનાં પતિની સાથે સ્થાયી થઈ હતી. સાથે એની મમ્મી પણ રહેતી હતી.અમન તો દીપ્તી વિસરીને બાપના બિઝનેસમાં પલોટાઈ રહ્યો. અમન પ્રેમિકાને ભૂલી ગયો હતો, પણ પ્રેમને નહીં. પિતા દીપેન નાણાંવટીએ સેંકડો કન્યાઓ એને બતાવી, પણ એમાંની એક પણ અમનને ગમી નહીં. એને તો પ્રેમલગ્ન જ કરવા હતા. આખરે એને કલ્પનામાં રમતી હતી એવી યુવતી મળી ગઈ. એનું નામ કેયુરી. કેયુરી ખરેખર સુંદર હતી. તારીફ કરવા યોગ્ય. રૂપમાં અને ગુણમાં સંપૂર્ણ. અમને પપ્પાને એનાં વિશે વાત કરી. દીપેન નાણાંવટી છંછેડાયા ,તું જન્મ્યો ત્યારથી નક્કી કરીને આવ્યો છે કે બાપ બતાવે એ છોકરી સાથે લગ્ન ન કરવા ?’‘પણ તમે એક વાર કેયુરીને જોઈ તો લ્યો. પછી ન ગમે તો ના પાડજો.’જા, નથી ગમતી. આ કહી દીધું. બસ ?’‘સમજી ગયો. તમે કેયુરીને વિરુદ્ધ નથી, પપ્પા ! તમે પ્રેમલગ્નની વિરુદ્ધમાં છો. તમારી જોહુકમીને કારણે મેં ભૂતકાળમાં એક પ્રેમિકાને છોડી દીધી, પણ હવે હું મોટો અને સમજણો થઈ ગયો છું. મારી જીવનસાથીની પસંદગી બાબતમાં હું સ્વાવલંબી બનવા માગુ છું. હું કેયુરીની સાથે જ લગ્ન કરવાનો છું. જોઉ છું કે તમે મને કેવી રીતે અટકાવો છો !’
‘દીકરા મારા, બૈરીની બાબતમાં સ્વાવલંબી પછી બનજો, પહેલાં આર્થિક બાબતમાં સ્વાવલંબી બનો ! જો તારો નિર્ણય અફર હોય તો મારો નિર્ણય પણ અફર છે. અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી જા. અને ધંધામાંથી પણ.’દીપેન નાણાંવટીએ સિંહગર્જના કરી. અમન પણ હવે વયસ્ક બની ચૂક્યો હતો. કેયુરીને પામવા માટે બધું છોડીને પહેરેલા કપડે નીકળી ગયો. દીપેનભાઈએ બીજા દિવસે છાપામાં જાહેરાત છપાવી દીધી. ઉપરોક્ત ફોટાવાળો મારો દીકરો મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવા માટે ઘર છોડી ગયો છે. મેં એની સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા છે. અમારી કંપનીના નામે કોઈએ એની સાથે આર્થિક વહેવાર કરવો નહીં.’આવી કપરી હાલતમાં પણ અમન-કેયુરી સાથે પરણી ગયો. આર્યસમાજમાંથી વિધિ સંપન્ન કરીને નવદંપતી મૂંઝવણમાં ઊભું હતું કે હવે રહેવા માટે ક્યાં જવું !
ત્યાં સાથે રહેલા એક મિત્રે એના હાથમાં મોબાઈલ ફોન પકડાવી દીધો. ‘કોનો છે ?’ અમને પૂછ્યું. મિત્ર માત્ર હસ્યો. અમને ફોન કાન પર લગાડયો. સામે છેડે બીજું કોઈ નહીં પણ તેની પ્રથમ પ્રેમિકા દીપ્તી હતી ‘હાય, અમન !! કોંગ્રેચ્યુલેશન ! આખરે તે પ્રેમ નિભાવવાની મર્દાનગી બતાવી ખરી. મેં તારા પપ્પાની જાહેરખબર વાંચી. પણ તું ગભરાઈશ નહીં. સુરેન્દ્રનગરમાં અમારો મોટો બંગલો છે. તમે બંને અહીં આવી જાવ !! મન પડે ત્યાં સુધી તમે અમારી સાથે રહી શકો છો. મારો પતિ તને સેટલ કરવામાં પણ મદદ કરશે. આફ્ટર ઓલ, આઈ વોઝ યોર લવર વન્સ અપોન એ ટાઈમ !”

