Priyanka Soni

Romance Others

3  

Priyanka Soni

Romance Others

પ્રેમમાં કરેલું તપ

પ્રેમમાં કરેલું તપ

5 mins
7.3K


દોઢ વાગ્યાને છેલ્લું લેક્ચર પૂરું થયું, હા ! છેલ્લું એટલા માટે કે હવે કૉલેજનું લાસ્ટ યર પૂરું થવા આવ્યું હતું. લાસ્ટ સેમિસ્ટરની પરીક્ષા પછી બધા અલગ-અલગ લાઈનમાં આગળ વધવાના હતાં. બધા કોલેજીયનો વર્ગખંડમાંથી બહાર નીકળ્યાં. કેટલાક કેન્ટીન બાજુ ગયા, કેટલાક આઠ-દસનાં જૂથમાં વાતે વળગ્યાં, તો કેટલાક ઘરની દિશામાં ચાલતા થયા. તપોવનની નજર તપસ્યા જોશી પર હતી. આખી કોલેજમાં તેની ખૂબસૂરતી ચર્ચાનો વિષય ગણાતી હતી. તપસ્યા ખુબ જ સુંદર હતી, કોલેજના દરેક વર્ષમાં એ 'મિસ બ્યુટીફુલ'નો તાજ જીતતી આવતી હતી. અને તપસ્યાનાં રૂપ પાછળ તો કોલેજનાં કેટલાય છોકરા પાગલ હતાં. સાથે સાથે એનું ઘમંડીપણુ એના રૂપની ચાડી ખાતું હતું. તપસ્યાનાં સેન્ડલની છાપ પચાસેક છોકરાઓનાં ગાલ ઉપર પોતાનું નિશાન છોડી ગઇ હતી. અસંખ્યવાર કોલેજનાં મેદાનમાં તેના કારણે ધમાલો થઇ હતી.

તપસ્યા પિન્ક કલરની સ્કુટી ઉપર બેસીને કોલેજનાં ગેટ પાસેથી થઈને હનુમાન ગલી તરફના રસ્તે ફંટાય. તપોવને તપસ્યાને ઈમ્પ્રેસ કરવાના અનેક પ્રયત્નો કરી જોતો, રોજ એની પાછળ તપોવન પવનવેગે બાઈક ભગાવતો. પાછળ તેના ફ્રેંડ્સ બૂમો પાડતાં જ રહી જાય, ક્યાં જાય છે..? પણ એ સવાલનો જવાબ આપવા કરતાં તેના માટે વધુ મહત્વનું હોય તપશ્યાનો પીછો કરવો… આ રોજનું હતું.

એક વખતે પરિક્ષાના રિઝલ્ટ વખતે તપસ્યા તેની સહેલીઓ સાથે ઉભી રહીને નોટિસ બોર્ડ ઉપરનું તેનું રિઝલ્ટ વાંચી રહી હતી, ત્યારે તપોવન તેની પાસે પહોંચીને જૂનો ડાયલોગ બોલવા લાગ્યો કે, "મેં તમને ક્યાંક જોયેલા છે," ત્યારે તપસ્યા તેની સામે આંખો ફાડીને જોવા લાગી, તો પણ તપોવન વધારે કોન્ફિડેન્સ સાથે બોલવા લાગ્યો "મુવીના રૂપેરી પડદા ઉપર ! 'દિલ કા રિસ્તા' મુવી થી લઈને 'ધૂમ', 'દેવદાસ' અને 'ગુરુ' સુધીની તમામ મુવીમાં.."

તે બોલી મિસ્ટર ફાડું એ ઐશ્વર્યા હતી, આ તપસ્યા નહિ..!

તરત જ તપોવન બોલ્યો, 'ત્યાં જ મારી નજર ગોથા ખાઈ ગઈ કે તમે તો એ મુવીઓમાં જોયેલી ઐશ્વર્યા કરતા પણ વધારે સુંદર છો..'

ચૂપ રહો આગળ વધારે કઈ બોલશો નહિ આ તમારા જેવા ટપોરીઓની જૂની સ્ટાઇલ છે છોકરીઓ પટાવવાની, હું જાણું જ છું હું કેટલી સુંદર છું. તમારે એ કહેવાની જરૂર નથી. આમ, તપસ્યા તપોવનને ખખડાવીને ચાલી ગઈ. આવા તો કેટલા પ્રયત્નો તપોવને પોતાના પ્રેમનો એકરાર કરવાના કરી જોયા. પણ તેમાં તેને ઝાંઝી સફળતા ના મળી.

તો પણ તે તપસ્યાને જોવી એક લ્હાવો માનતો હોય તેમ કોલેજ પુરી થયા બાદ પણ તેની ઘરની બહાર રોજ પહેરો ભરતો, કે ક્યારે તેની એક ઝલક પામીને તે પોતે બેટરીની જેમ આખા દિવસ પૂરતો ચાર્જ થઇ જાય. આવું ઘણા દિવસ સુધી ચાલ્યું. આ ઘટના બે-ત્રણ વર્ષ પહેલાંની. સમયનું ચક્ર ફરતું રહ્યું. કેટલાક સાથે આવું બને છે. જુવાનીનાં જોશમાં એકતરફી પ્રેમ થઇ જતો હોય છે અને સમયની સાથે માણસ એ બધું ભૂલી જાય છે.

તપોવન અને તપસ્યા બેઉ પોત-પોતાની સ્ટડી લાઈનમાં આગળ વધી રહ્યાં હતાં. પણ જીવનની ખરી લગ્નલાઈફમાં આગળ વધ્યાં ન હતાં. એટલે કે બેઉને કોઈ પસંદ પડતું જ ન હતું. એકવાર તપોવન ઘરે હતો ત્યારે તપસ્યા અને તેના મમ્મી-પપ્પા તેને ત્યાં આવ્યા. તપોવનનાં ઘરમાં કીટી પાર્ટી હતી. તપસ્યાનાં મમ્મી-પપ્પા, હમણાં જ તેમાં જોડાયા હોવાથી તપસ્યા અને તપોવનનું આવી રીતે ઓચિંતું એકબીજાની સામે આવવું એ બન્ને માટે જૂની કોલેજ લાઈફને તાજી કરવા જેવું થયું. પણ આ તો તપસ્યા સામેથી પોતાના ઘરે આવી એ તપોવન માટે એક સપનાથી ઓછું ન હતું. સ્વાભાવિકપણે ઘરે મહેમાન આવે એટલે, એક મીઠી સ્માઈલ સાથે તેમને આવકાર આપવો એવો આતિથ્યભાવ આપણામાં જન્મજાત જ હોય છે, તેમ બંને એકબીજાની સામે હસ્યાં. બંનેનાં મમ્મી-પપ્પાએ એકબીજાની ઓળખાણ કરાવી.

એ દિવસે તો બન્નેએ એકબીજા સાથે હસીને વાતો પણ કરી. પણ એ દિવસની બેઉની મુલાકાત એ છેલ્લી ન હતી. તેઓ રોજ એક 'કેફે કપ રેસ્ટોરન્ટ'માં સાંજે ભેગા થવા લાગ્યા. કલાકોના કલાકો વાતો કરવા લાગ્યા. તેમને બંનેને એકબીજાનો સંગાથ ગમવા માંડ્યો. બંનેના વિચારો મળતા હતાં, ધીરે-ધીરે બંને એકબીજાનાં પ્રેમમાં ક્યારે પડી ગયા તેની તેમને ખબર જ ના પડી.

હવે બંનેને એકબીજાની હાજરી ગમવા માંડી, આખા દિવસમાં એકબીજાને જોવે નહિ તો ચેન ના પડે. આ વખતે તેઓ એ જ કેફેમાં રોજની જેમ મળવાના હતાં, પણ એ દિવસ ચૌદમી ફેબ્રુઆરી હતી. તપોવને તપસ્યા માટે ગિફ્ટ, બુકે અને એક ગોલ્ડ રિંગ લઇને, પ્રપોઝ કરવાની બધી તૈયારી સાથે ત્યાં પહોંચ્યો. થોડીવાર રહીને તપસ્યા આવી, એ પહેલાં જ તેના માટે બધી સરપ્રાઈઝ તૈયાર હતી. તપોવને તપસ્યાને ગિફ્ટ અને બુકે આપીને પોતાનાં ઘૂંટણ ઉપર બેસીને તેને પ્રપોઝ કરી. લાંબા સમયથી તે બંને એ રેસ્ટોરન્ટમાં જતા, તેમની બધા સાથે ઓળખાણ થઇ ગઈ હોવાથી તેમના એ દિવસને વધુ સ્પેશ્યલ બનાવવા માટે ત્યાં રોજ આવનારા બધાએ તપસ્યાને ‘ચીઅર અપ’ કરવા માંડી. બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હોવાથી તપસ્યા એ તુરંત જ તેનો હાથ તપોવનનાં હાથમાં મૂકી દીધો. તેના હાથને ચૂમીને તપસ્યાની આંગળીમાં તપોવને રિંગ પહેરાવી. તપસ્યા આજ દિવસની રાહ જોતી હતી. તેમનો પ્રેમ દિવસે-દિવસે વધુ ગાઢ બનતો ગયો. પછી તો રોજ બે વાર, ધીરે-ધીરે દિવસમાં ત્રણ વાર મળવા લાગ્યા. આટલી બધીવાર ઘરની બહાર રહેવા લાગ્યા એટલે બંનેનાં ઘરનાને શંકા થઇ. એટલે એમણે ઘરે બધી વાત કરી દીધી કે તે બંને એકબીજાના પ્રેમમાં છે અને તેમને એકબીજા વગર નહિ ચાલે. ઘરનાની મંજૂરી ન હોવાથી ઘણાં દિવસો સુધી બંનેનું મળવાનું બંધ થઇ ગયું. આખરે બંનેના પ્રેમ આગળ તેમના મમ્મી-પપ્પાએ બે-ત્રણ મહિનામાં જ નમતું ઝોખી દીધું. કેમકે બંને પરિવાર ખાધે-પીધે સુખી હતાં.

પણ આખરે લવસ્ટોરીમાં નવો વળાંક આવે તેમ બંનેના ઘરેથી હવે બા-દાદાની ના હતી. તેમને પોતાનો સ્વભાવ આડે આવતો હતો. સમાજમાં બધે આપણી વાતો થાય. ઘરમાં કોઈએ પ્રેમ લગ્ન કર્યા નથી. પ્રેમ લગ્ન સફળ ના જાય તો..? વગેરે સવાલોથી વડીલો એ તપસ્યા અને તપોવનને એક વર્ષ સુધી મળવા ન દીધા. એ સમયગાળામાં બંનેએ વડીલોને સમજાવવા અને મનાવવા માટે અલગ-અલગ રીતો અપનાવી. આખરે બન્નેની ખુશીને લઈને બંને પરિવાર એક થઇ ગયા. હવે તો સગાઈની વાત પણ તેમના ઘરમાં થવા માંડી કેમકે તપસ્યાનાં વડદાદા બીમાર હતાં. હવે એ સગાઈનો દિવસ આવ્યો જે દિવસની બંને રાહ જોતા હતાં. સગાઈનાં દિવસે પણ ચૌદમી ફેબ્રુઆરી જ હતી. જે ૨ વર્ષ પહેલા રેસ્ટોરન્ટમાં તપોવને તપસ્યાને પ્રપોઝ કરી હતી.

આ સમયે વાતાવરણ એવું જ હતું પણ આ વખતે સાથ હતો પરિવાર, સગાઓ અને મિત્રોનો… એટલે બંનેના આંખમાં ખુશીના આંસુ હતાં. કેટલી મુશ્કિલો વેઠીને તેમનો પ્રેમ હવે સફળ થઇ રહ્યો હતો. તપોવને આ લાભ પણ જતો કર્યા વગર સમાજની સામે તપસ્યાને એ જ રીતે પ્રપોઝ કરી અને તપસ્યાને પોતાની બનાવી લીધી. હવે તો તપોવનના ઘરમાં તપસ્યાની અવરજવર પણ ચાલુ થઇ ગઈ કેમ કે બંને એક જ ગામમાં રહેતા હતાં. એક વર્ષબાદ તો તેમના લગ્ન થઇ ગયા એ પણ આખી દુનિયા જોતી રહી જાય એવા ધામધૂમથી, જાહોજલાલીથી.

આખરે અનેક અડચણો પછી તેમની લવસ્ટોરીનો અંત પણ સુખદ આવ્યો. બેઉ તેમની જિંદગીમાં ખુશ છે, તપોવન અને તપસ્યાનું ‘પ્રેમમાં કરેલું તપ સફળ’ થયું.           

  


Rate this content
Log in

Similar gujarati story from Romance