Kunjal Desai

Romance

2  

Kunjal Desai

Romance

પ્રેમ વધે કે ઘટે ખરો ?

પ્રેમ વધે કે ઘટે ખરો ?

1 min
44


કબીરની એક પંક્તિ યાદ આવી...

 ઘડી ચડે ઘડી ઉતરે, વહ તો પ્રેમ ના હોય

અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોએ  

અર્થાત્.. ઘડીક માં ચડે અને ઘડીક માં ઉતરી જાય તે સાચો પ્રેમ તો ના જ હોય... સાચો પ્રેમ તો બસ અધધ - અઘટ હોય છે... જે બસ નિરંતર પ્રેમીના હૃદયમાં અડીખમ વહ્યા કરે અફાટ સાગર ના પાણીની જેમ. હા, સાગરમાં ભરતી ઓટ આવે તેમ પ્રેમમાં પણ રિસામણા મનામણા આવે જ. પણ તે તો પ્રેમની રીત છે. જેમ મીઠા જામફળમાં મરચું નો જરા સ્વાદ આવે તો મજા આવે ખાવાની, તેમ પ્રેમમાં પણ થોડા રિસામણા મનામણા આવતા રહે તો સંબંધ જીવંત લાગે. કારણ કે સ્થિર પાણી પણ ગંધાય ઊઠે છે, તેને પણ થોડા ઉછાળાની જરૂર હોય છે. તેમ સ્થિર સંબંધ પણ જીવન નીરસ કરી દે છે, તેને પણ થોડી ભેટ, થોડા વખાણ, થોડી કાળજી, થોડી મીઠાશ, થોડા એટેંશન રૂપી ઉછાળાની જરૂર હોય છે !

આશા રાખું છું કે તમને વર્ષ ના ૩૬૫ દિવસ તમારો પ્રેમ મળતો રહે, અને દરેક દિવસ તેને માણતા રહો. કોઈ પણ પ્રેમ એક દિવસમાં વધી નથી જતી કે ઘટી નથી જતો, તમને ફક્ત પ્રેમને માણતા આવડવું જોઈએ !


Rate this content
Log in

Similar gujarati story from Romance