ફેસબુક પ્રેમ...શું શક્ય છે ? -૧
ફેસબુક પ્રેમ...શું શક્ય છે ? -૧
કાવ્યા ક્યારની તેના ઘડિયાળ માં જોતી હતી કે ક્યારે ક્લાસ પૂરો થશે. આજે તેને ખુબ જલ્દી હતી કારણ કે આજે તે પ્રથમ ને મળવાની હતી. પહેલા કાવ્યા કોણ છે તે જાણીએ.
કાવ્યા એકદમ બોલકી અને આંખો માં સપનાઓ થી ભરેલી છોકરી. તેનું હંમેશા થી એક સપનું હતું પરફેક્ટ લાઈફ પાર્ટનર નું,તે એકદમ સુલજેલો અને સમજણ શક્તિ વાળો, સ્વતંત્ર વિચારો વાળો અને થોડા આધુનિક વિચારો વાળો, બુદ્ધિમત્તા થી ભરેલો અને સ્ત્રીઓ નું સમ્માન કરે એવો હોવો જોઈએ. કાવ્યા ના પોતાના વિચાર પણ એકદમ અલગ જ હતા , તેને પોતાની મરજીથી પોતાનું
જીવન જીવવાનું પસંદ હતું એટલે તે એવા પાત્રની ઈચ્છા રાખતી હતી જે તેને આવી જ સ્વીકારે. તેને ઘણા છોકરાઓ પસંદ કરતા હતા પરતુ કાવ્યા ને જેવો જોઈએ એવો હજુ મળ્યો ન હતો તેને.
આજે સવારે કાવ્યા ફેસબૂક ચેક કરતી હતી. એક રિકવેસ્ટ આવી, પ્રથમ નાયક. કોઈ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ ન હતું. પરંતુ કાવ્યા ને કંઇક લાગ્યું એવું એનું નામ વાંચીને કે કોણ હશે આ.
કાવ્યા એ રિકવેસ્ટ એસેપ્ટ કરી લીધી. અને તેના ફોટોઝ જોવા લાગી. તેને પહેલા તો લાગ્યું કે કઈ બો ખાસ લાગતું નથી. એક ફોટો જોયો જેમાં પ્રથમ તેના ડોગી સાથે હતો. કાવ્યા ને તે ફોટો ગમ્યો અને ક્યૂટ!! એવી કોમેન્ટ કરી.
થોડી જ વારમાં પ્રથમનો મેસેજ આવ્યો, હેલો!!
કાવ્યા એ જોયું અને રીપ્લાય આપ્યો હાઈ !!.
પ્રથમ : કેમ છે?
કાવ્યા : તું મને ઓળખે છે?
પ્રથમ : ના રે...આ તો આપણે ગુજરાતી કોઈ ને પણ મળે કેમ છે એવું જ પહેલા પૂછે ને એટલે!!!
કાવ્યા : અચ્છા એવું...હું મસ્ત!! તું કેમ છે?
પ્રથમ : બસ તારા જેવો ..
કાવ્યા : અચ્છા પહેલી વાર વાત કરે એમાં પણ ફ્લર્ટિંગ!!
પ્રથમ : ના ના બસ મસ્તી !! બોલ બીજું શું કરે છે તું? એટલે સ્ટડી કે જોબ?
કાવ્યા : કમ્પ્યુટર ઇજેરીની ના થર્ડ યર માં છું.
પ્રથમ : ઓકે.
કાવ્યા : ચાલ મને કામ છે, પછી વાત કરું.
પ્રથમ : ઓકે બાય.
(ક્રમશઃ)