પ્રેમ_પરિસાર
પ્રેમ_પરિસાર
"હેલ્લો, હાય, ઓળખાણ પડી...?"
આમ કરતા અજાણી વ્યક્તિનો મેસજ સિદ્ધાર્થના ફેસબુક મેસેજરમાં આવ્યો. અલગ નામથી એકાઉન્ટ હતું તો પહેલા બે દિવસ રેપ્લાય ન આપ્યો. ફરી બીજા દિવસે એનું મેસજ આવ્યો હાય, હેલ્લો !
"હા જી કોણ.....?"
"ઓહ..."
"હું સવિતા તમે ઓળખો છો?"
"હા."
"એવું લાગ્યો જાણે એને પહેલાં ઓળખતો હોવે."
"હા..."
"બોલો તમે મને ઓળખો છો?"
"સામેથી જવાબ મળ્યો હા...!!"
"મારે તમારી જોડે કોલ પર વાત કરવી છે."
"ઓક તો લાવો તમારો નમ્બર..?"
"એમ કરતાં એણે એનું નમ્બર આપ્યો."
"હું કોલ કરું છું." એનાં માટે તો આપ્યો..
ઓક ઓક......
એની સાથે જલ્દીથી કોલ કર્યો. અવાજ કંઈક જૂનો સાંભળ્યું હોય એવું હતું.
"અરે તું છે હા..."
"હા કેમ..."
"સાચે યાર આટલાં દિવસ કયાં ગઈ હતી."
"મને ક્યારે યાદ પણ કર્યો?"
"હું શું કરું મારી જોડે મોબાઈલ પણ ન હતો અને આ તો મારા ભાઈની આઈ.ડી.માં તમને જોયા એટલે એનાંથી મોબાઈલ લઈને તમને મેસજ કર્યો, તમારો ફોટો જોઈને..
વાહ ખૂબ સરસ...
એ વાત એમ હતી ૫ વર્ષ પહેલાં એકબીજાના પ્રેમમાં પડેલાં વ્યક્તિઓની હતી.
સવિતાના લગ્ન થઈ ગયાં હતાં અને બન્નેનું મળવા માટે અને ફોન પરના સંબધ તૂટી ગયા હતા. પણ પ્રેમ એક બાકી હતો.
સિદ્ધાર્થના જીવનમાં આ પાંચ વર્ષમાં ઘણો ફેરફાર થઈ ગયો હતો, બસ એક એણે લગ્ન કર્યા ન હતાં !
"ઓહ મેડમ આજે મને યાદ કર્યો ?"
"હા, કેમ ન કરું તને પ્રેમ જો કરતી હતી ને યાર..."
"એવું..!"
"પણ મારી જોડે તમારો મોબાઈલ નંબર ન હતો અને પહેલાંનો નમ્બર હતો એ તો બન્ધ આવે છે ને..."
"હા એ નમ્બર બંધ થઈ ગયો..."
"હાશ..."
"આ ફેસબુકની દુનિયાનું આભાર કરું છું એનાં કારણે આજે તું મને પાછી મળી."
"મને ખબર છે હવે તું લગ્નવાળી છે એટલે મારે મારી મર્યાદામાં રહેવું પડશે."
"હવે તું મને આ પાંચ વર્ષનો હિસાબ આપ. શું કર્યો અને કેમ હતી તારી જિંદગી ?"
"બસ કંઈ નહિ હાલ્યા જાય."
"તમે બોલો તમે કેમ છો?"
"બસ હું મસ્ત છું."
એમ કરતા પોતાની પુરાણી યાદોમાં બે જીવ વ્હેયાં ગયાં.
એ પાંચ વર્ષ પહેલાં જીવન જાણે હમણાં ભોગવી રહ્યાં હોય એવી પ્રતીતિ થઈ. એ મળવાની મુલાકાતની યાદો, એકબીજાને જે વસ્તુઓ આપી એની તારીખો ગણાવા લાગ્યાં. રાતે બાર વાગે કૉલનો સમય જાણે બે વાગામાં ફેરવાઈ ગયો.
"ખૂબ મીઠી યાદોમાં ફરી એકવાર મળવાની તડપ કરી મને મળી છે બસ..."
"એમ,"
"હા..!"
"કેટલા વર્ષ થઈ ગયા?"
"હું તો એમ જાણતી હતી કે તમારી જોડે વાત નહીં કરો, તમે ગુસ્સામાં હશો તમારો ગુસ્સો પણ વ્યાજબી હોવો જોઈએ એ વાતની મને ખબર છે !"
"ના ના યાર એવું કંઈ નથી પરિસ્થિતિ માણસને અલગ કરે બાકી એકબીજા યાદ કર્યા મહત્વનો છે બાકી તો હાલની ચિંતા કર. મને ખુબ જ ખુશી થઈ કે હું આજે તારી સાથે વાત કરી રહ્યો છું..."
થેંક્યુ ડિયર
આઈ લવ યુ
"ઓહો તમે હજુ મને પ્રેમ કરો છો?"
"હા, કેમ નહીં..!"
"તમે લગ્ન નથી કર્યા ?"
"ના હો..."
"કેમ? હવે જલ્દી કરી નાખ્યો."
"ના..."
"યાર મારે આવી ઝંઝટમાં નથી પડવો."
"એવું કેમ તમને તો કોઈક સારી છોકરી મળી જશે તમારો સ્વભાવ સારો છે, એ નસીબદાર હશે."
"બસ હવે તું કંઈ મારા વિશે ફેંકતી નહીં હો..." એની સાથે બંને હસી પડ્યાં..
"કેટલાં બાળકો તારાં?"
"એક છોકરી છે."
"વાહ ઝડપી કામકાજ..."
"હા હા હા...!" સમયએ ચક્રમાં ચાલતો ગયો એકબીજાની આહોશમાં...
"તમે મને મળવા આવજો હું તમારી રાહ જોવું છું..."
એમ કરતાં મોબાઈલમાંથી કોલ કટ... પાછો કોલ કર્યો પણ સ્વીચ ઓફ આવતો હતો.

