Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Vijay Shihora

Crime Action

3  

Vijay Shihora

Crime Action

પ્રેમ કે પ્રતિશોધ- ૧

પ્રેમ કે પ્રતિશોધ- ૧

3 mins
529


અમદાવાદ એટલે જાણે ગુજરાતનું હદય,ગાંધીનગરની રચના બાદ ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું હાલમાં પણ અમદાવાદ શહેરનું મહત્વ હતું તેનાથી જરા પણ ઓછું નથી થયું.


અમદાવાદ પોલીસ સ્ટેશન સવારના ૯ વાગ્યાનો સમય થયો હતો. એક પોલીસ જીપ આવી અને ઉભી રહી તેમાંથી ઇન્સપેક્ટર અર્જુન ઉતરી અને સીધા પોલીસ સ્ટેશનમાં પોતાની કેબીન તરફ ચાલ્યા. અર્જુન અત્યારે માથે પોલીસ ટોપી પહેરીને બહાર આવ્યો. ફિટ બોડી, આકર્ષક દેખાવ અને ક્લીન શેવ ચેહરા પર અણીયારી મૂછ એને હીરો જેવો લૂક આપી રહી હતી.


ઇન્સપેક્ટર અર્જુનની બદલી ૬ મહિના પહેલા જ અમદાવાદમાં થઈ હતી. આમ પણ બદલી અને અર્જુનને જૂનો નાતો હતો. છેલ્લે વડોદરામાં પોતાના કામથી અર્જુન લોકોમાં ખૂબ ફેમસ હતો. પણ એક પ્રામાણિક માણસ હંમેશા સમાજના વગદાર લોકોને આંખના કણની જેમ ખૂંચતો જ રહેતો હોય છે. અર્જુનના લીધે જ મોટા મોટા વેપારીઓના બે નંબરના ધંધા બંધ થઈ ગયા હતા એટલે એમને નેતાઓને રજુવાતો કરી અર્જુનની બદલી અહીં અમદાવાદમાં કરાવી દીધી હતી.


અર્જુન પોતાની કેબીનમાં પ્રવેશ્યા કે તેમની પાછળ કોન્સ્ટેબલ દિનેશ અને સંજય અંદર જવા માટેની પરવાનગી મેળવી. અર્જુને તેમને પોતાના ટેબલની સામેની ખુરશી પર બેસવા માટે ઈશારો કર્યો. બંને કોન્સ્ટેબલ ખુરશીમાં બેસી આગળ કઈ બોલે તે પહેલાંજ અર્જુને ઉત્સુકતાથી પૂછ્યું,“કઈ બોલ્યો કે નહી"

દીનેશે જવાબ આપ્યો,“ના, સાહેબ કાલ સાંજથી અમે તેની પૂછપરછ કરીએ છીએ પણ કઈ જાણવા મળ્યું નથી બસ એટલું જ કહે છે કે મને કંઈ ખબર જ નથી"

સંજય વચ્ચે બોલ્યો,“સાહેબ, મને લાગે છે કે આમ આપણું કામ નહી થાય તેના પર પણ બીજા કેદીઓની જેમ ત્રીજું રતન અજમાવવું પડશે."

બંનેની વાતો સાંભળી અર્જુને રમેશને સંબોધીને કહ્યું,“સંજય, તું પેહલા મારા માટે એક સરસ મજાની કડક ચા લઈ આવ પછી આગળ વિચારીએ શું કરવાનું છે તે"


અર્જુનની વાત સાંભળી સંજય અને દિનેશ કેબિનની બહાર ચાલ્યા ગયા થોડી વાર પછી સંજય અર્જુનના ટેબલ પર ચાનો કપ મૂકી ગયો. અર્જુન ચા નો ખાલી કપ ટેબલ પર મૂકી ખિસ્સામાંથી સિગારેટના પાકીટમાંથી એક સિગારેટ કાઢી, સળગાવી અને લાંબો કસ લેતા વિચારમાં પડ્યો.


થોડા સમય પછી સિગારેટને એશ ટ્રેયમાં પધરાવી લોક અપનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો. તેની પાછળ દિનેશે લોકઅપમાં જઈ ગિરફ્તાર કરેલ યુવાન ઊભો કરી અર્જુનની સામે એક ખુરશી રાખી તેમાં બેસાડ્યો. થોડી વારમાં લોકઅપના શાંત વાતાવરણનો ભેદ કરતા અર્જુન એ યુવાનના મુખત્રિકોણ સામે નજર કરી કુનેહ પૂર્વક બોલ્યો,“જો ભાઈ જે હોય તે સાચે સાચું જણાવી દે, તો કદાચ હું તારી મદદ કરી શકું અને તને ઓછામાં ઓછી સજા થાય તેના પ્રયત્ન પણ કરીશ."


અર્જુનની વાત સાંભળી યુવાને જવાબ આપ્યો,“સર, મને કંઈ પણ ખબર નથી. હું નિર્દોષ છું અને મે શિવાનીનું ખુન નથી કર્યું."

અચાનક જ લોકઅપના શાંત વાતાવરણમાં ફટાક એવો અવાજ આવ્યો, અર્જુનને એક તમાચો તે યુવાનના ગાલ પર ચોળી દીધો.


અર્જુને કીધું,“જો ભાઈ તારા મિત્રો એ પણ કબુલી લીધું છે કે એ ફેશન શોમાં શિવાની માટે સેન્ડલ તું જ લાવ્યો હતો અને સેન્ડલમાં રહેલ તિક્ષ્ણ પિન દ્વારા શિવાનીના શરીરમાં ઝહેર પ્રસરતા તેનું મૃત્યુ થયું છે."

અર્જુનની વાત સાંભળી એ યુવાન ગળગળો થઈ ગયો અને બોલ્યો...

ક્રમશ:


Rate this content
Log in