STORYMIRROR

Vijay Shah

Inspirational

3  

Vijay Shah

Inspirational

પપેટ

પપેટ

2 mins
27.2K


પત્તાનો મહેલ બનાવવા બેઠો,

એક પછી એક ગોઠવાતા પત્તા.

એકબીજાના ટેકે ઊભા,

એકબીજા ઉપર ઊભા.

ક્યાંક રાજા, ક્યાંક રાણી,

ક્યાંક લાલ, ક્યાંક કાળી.

ઊંચાઇ વધતી ચાલી,

અને વધતી ઊંચાઇ સાથે,

વધતું ગયું મારું જતનપણ,

ઠંડી પડેલી હવા.

આ તમાશો જોઇને,

ગાલમાં હસતી હતી.

અચાનક, એક સહજશી થપાટ

ના, જેની ભીતિ તો ક્યારનીય વરતાતી હતી

એવી એક થપાટ અનેઅને બધુય કડડભૂસ

સ્મશાનવત શાંતિ ચોતરફ ઊંધાચત્તા પડેલા પત્તાઓની

ચોતરફ લાશો અનેઅને એમના ઢગલામાં ઉદાસ હું

-હેમંત પુણેકર

આ કવિતા વાંચતા જ કેમ આશ્કાનું મન ઉદાસ થઇ ગયું. તેનો અંશ, તેનુ સ્વપ્ન તે ધારતી હતી તેના કરતા વિપરીત વર્તતો હતો. આજે તો તેણે હદ કરી નાખી હતી.

‘મમ્મી તું એમ ન માનતી કે તું ના પાડીશ અને હું સોફીયાને છોડી દઇશ. મારે જો એની અને તારી વચ્ચે પસંદગી કરવાની હશેને તો હું તને છોડી દઇશ એને નહીં. તેથી એવું ન કરીશ કે મને તેને માટે તને છોડવી પડે.’

૨૦ વર્ષની કાચી ઉંમર અને ઇશ્કી સમુદ્રમાં ગળાડૂબ અંશ આ સોફીયાનાં ચઢાવે ચઢેલો છે. મા તરીકે તેને થયું કે આ નાનું બચ્ચું સાપને દોરડું માનીને ખેલી રહ્યો છે. તેને જ્યારે સાપ કરડ્શે ત્યારે થતી વેદનાનાં ભયથી ખૂબ ગભરામણ થઇ. પહેલા પ્રયત્ન તરીકે તેને ગમતા અને સોફીયા વચ્ચેની કડી રુપ પપિ ‘જ્હોની’ને આવવાની મનાઇ ફરમાવી.પરિણામ એક મહીનામાં જુદુ એપાર્ટમેંટ યુનીવર્સીટી નજીક લીધુ અને ઘરે આવવાનુ ઓછુ કર્યુ…

૨૨નો થયો ત્યારે સેલ્ફોન ઉપર આશ્કાએ તેને બોલતા સાંભળ્યો, ‘હની! મમ્મી તો પાંદડુ છે તે તો ક્યારે ખરી પડશે ખબરે ય નહીં પડે હું થડ તારી સાથે છું ને પછી તારે ચીંતા શું કરવાની?’

૨૫ વર્ષે સોફીયાનાં બાપે આશ્કાને ખખડાવતા કહ્યું, ‘પાંચ વર્ષથી તેઓ ડેટીંગ કરે છે અને તમે હવે ના પાડો છો?’

આશ્કાએ કહ્યું, ‘અમે તો ક્યારેય હા પાડીજ નહોતી સોફીયાને પણ તે ખબર હતી છતાં તે વળગેલી રહી તેથી તો તેનું ચરિત્ર સારું નથી તેમ કહીએ છેને...’

‘તમારો છોકરો તેને વળગેલો રહ્યો છે.’

”હા, તેથી જ તો ડર છે ને કે તેને જ્યારે સાપ કરડશે ત્યારે તેનું શું થશે?’

તે સાંજે અંશે ફોન ઉપર જણાવ્યું.

‘મમ્મી! મેં તને કહ્યું હતું ને કે તું નહીં માને તો હું તને છોડી દ્ઇશ?

રડતા અવાજે આશ્કા બોલી, ‘પ્રભુ તને બચાવે!’

પછીની વાત તો સાવ સામાન્ય છે અમેરીકામાં જેને મેલ્ટીંગ પોઇંટ કહે છે. હની મુક્ત મને દેવા કરે છે અને અંશ ભારતીય પતિ તરીકે બધુ હની હની કરીને ભરે છે અને ઘરમાં પ્રાણીસંગ્રહાલયનાં અનેક પેટ સાથે પપેટ બનીને રહે છે.

કદાચ આ તેનો પત્તાનો મહેલ છે જેને હજી હવાની થાપટ નથી વાગી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational