'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

પળેપળ જીવી લો - ૭

પળેપળ જીવી લો - ૭

2 mins
460


ચંદુની ચિત્રકારી

એ, રેખા ! આજે તને એક એવા માણસની વાત કરવી છે, કે જેને બંને હાથ નથી, છતાં ચિત્રકાર છે. તને વળી એમ થશે કે આ વળી શું ગાંડાવેળા આદર્યા છે ? પણ આ વાત સાવ સાચી છે. એક દિવસ હું બહાર નીકળ્યો હતો ત્યારે ટાઉનહોલ પાસેથી પસાર થયો. ત્યાં ચિત્રપ્રદર્શનનું બેનર લગાવેલું જોયું. મને એમ થયું કે, અહીંથી નીકળ્યો છું, તો ચિત્રો ઉપર એક નજર નાખતો આવું. કંઈક નવું જોવા મળશે.

હું ટાઉનહોલમાં ગયો. એક પછી એક ચિત્રોનું નિરીક્ષણ કરતો જતો હતો. ચિત્રો જોવાનો આનંદ હતો.

એક તરફ યુવક-યુવતીઓનું ટોળું એક યુવાનને ઘેરીને ઓટોગ્રાફ-ઓટોગ્રાફનો શોર કરતું હતું. મેં તે તરફ નજર કરી. મારી આંખો તો પહોળી જ રહી ગઈ. તેને કોણીથી ઉપરના બંને હાથ તો હતા જ નહિ ! છતાંયે ઓટોગ્રાફ ! ઓટોગ્રાફ તો ત્યાં રહે છે, મોટો અચંબો તો એ હતો કે આ ચિત્રોનો દોરનાર આ ચિત્રકાર હશે ? પણ એ તો આરામથી પગેથી ઓટોગ્રાફ આપી રહ્યો હતો. તેની આ કળા જોઈને ખૂબ આશ્ચર્ય થયું. પણ મનમાં એ પણ વિચાર આવ્યો કે, જેને કંઈક કરવું જ છે, એને પોતાના શરીરની કોઈ ખામી રોકી શકતી નથી.

હું આવું વિચારતો હતો ત્યાં તેની નજર મારા ઉપર પડી. મેં ચિત્રો તરફ જોવા નજર દોડાવી ત્યાં તો મારા પગમાં આંચકો લાગ્યો. મેં જરા ગભરાટમાં પગ તરફ જોયું. તો આ શું ? તે યુવાન મારા પગને પોતાના બંને અડધા હાથથી સ્પર્શ કરી રહ્યો હતો. તેની પાસે ઓટોગ્રાફ લેવાવાળા પણ આ દૃશ્યને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. તે આવું કેમ કરે છે એ મને તો સમજાયું પણ નહોતું. મેં તે યુવાનને ઊભો કર્યો.

મેં કહ્યું, ’’આ શું, ભાઈ ?”

તે કહે, ’’તમે તો છો મારી આ દુનિયાના સર્જક.”

મેં પૂછયું, ’’હું તો તને ઓળખતો પણ નથી. તો તું આવું કેમ કહે છે ?”

તે બોલ્યો, ’’તમારા લીધે તો હું આટલું કામ કરી શકયો છું અને આ માન મેળવી શકયો છું.”

મેં કહ્યું, ’’મને ઉખાણાં બહુ ઓછાં ફાવે છે. એટલે એ રહેવા દે ! વળી મેં તને આવું શીખવ્યું હોય એવું પણ મને યાદ આવતું નથી. મોટી વાત તો એ છે કે, મને આટલું ચિત્રકામ આવડતું પણ નથી. તો તને આવું શીખવવાવાળો હું કોણ ?”

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational