ફરી એકવાર
ફરી એકવાર


આજે ફરી એકવાર તને જોયો અને મનના આંગણે વંટોળ ફૂંકાયો. એક વખત હતો જ્યારે મારી આંખોમાં તારું પ્રતિબિંબ પડતું અને મનનાં આંગણે વસંતનો પગરવ સંભળાતો. આજે ફરી એકવાર તને જોયો...!! મને તો વિશ્વાસ ન જ થયો પરંતુ મારી આંખોને પણ જાણે 'મેમરી લૉસ' થયો હોય એમ જણાતું હતું.
આ એ જ આંખો હતી જે બસ તને જ શોધતી હતી... જે રોજ તને જોવા માટે ટેવાયેલી હતી અને તારા ગયા પછી પણ આ આંખોમાં ક્યાંક ને ક્યાંક તારી જ ઝંખના હતી...એ દિવસો કયામત નાં હતાં જે મારાથી મારું સર્વસ્વ છિનવી ગયા, પણ આજે ફરી એકવાર હાથમાંથી લપસતી રેતીની જેમ કંઈક છૂટતું હોવાનો અહેસાસ થયો. આજે ફરી એકવાર તને જોયો અને મનમાં કંઈક તૂટતું હોવાનો અહેસાસ થયો... શું તુટ્યું?! કદાચ કોઈક ઘર હતું કાચનું... શું એ ઘર તારું હતું??! કદાચ હા..!!!તો હવે તો તું પણ હજારો લોકોની જેમ બેઘર બન્યો આ સ્વાર્થી દુનિયામાં.!! કે પછી કોઈક ના મનમાં તારા માટે રાજમહેલ બંધાયો છે?! અરે એ છોડ! તારા મનમાં પણ હશે ને એક નાનકડું ઘર! શું તું મને એ ઘરમાં રહેવાની સંમતિ આપીશ??!