Meera Parekh vora

Drama Romance Tragedy

4.5  

Meera Parekh vora

Drama Romance Tragedy

પહેલીનજરથી પાનેતરસુધીની સફર 9

પહેલીનજરથી પાનેતરસુધીની સફર 9

8 mins
229



(આગળના ભાગમાં આપણે જોયું કે મિશા ચિરાગના ખરાબ વર્તનથી તેના પર ખૂબ જ ગુસ્સો કરે છે, પણ પછી ચિરાગ આટલા બધા મેસેજો પછી પણ જવાબ નથી આપતો એટલે મિશાને ચિંતા થવા લાગે છે કે ક્યાંક એ મારા ઘરે ફોન ન કરાવે એની મમ્મી પાસે એટલે મિશા વિચારે છે કે હવે શું કરવું એટલે મિશા ફરીથી ચિરાગને મેસેજ કરે છે.)

મિશા: "હેલ્લો, સોરી એ તો હું કાલે ગુસ્સામાં હતીને તો થોડું વધારે જ બોલાય ગયું છે, પણ તમે આવું કર્યું એટલે મને ગુસ્સો આવી ગયો હતો પણ હવે ગુસ્સો શાંત પણ પડી ગયો છે એટલે મારે હવે તમારું કંઈ કામ નથી.તમે બસ હવે મને બ્લોક કરી દો."

(થોડી વાર પછી મિશા જોવે છે કે, ચિરાગ એ કંઈ પણ કહ્યા વગર જ મિશાને બ્લોક કરી દીધી. એટલે મિશા ખુશ થાય છે અને મનમાં બોલે છે કે, ચલો મારું કામ પણ થઇ ગયું, એ કંઈ બોલ્યો પણ નહિ અને મારા મનને શાંતિ પણ મળી ગઈ વાહ! વાહ! મિશુ તે તો ખરેખર ખૂબ જ જોરદાર કામ કરી દીધું આ તો એક કહેવત જેવું જ થઈ ગયુંને ? " સાપ ભી મર ગયા ઓર, લાઠી ભી નહિ તૂટી." મિશા ભગવાનને પ્રાર્થના કરે છે હે ભગવાન હવે પ્લીઝ કોઈ નંગ સાથે ન મેળવતા હોને. થાકી ગઈ હું નંગ જોઈ જોઈને અને આવું બધું વિચારતા જ એ ઘરે આવે છે.)

મિશાના પપ્પા: "આવ, આવ બેટા કેમ રહ્યો આજનો દિવસ ?"

મિશા: "ઠીક ઠીક ખાસ બહુ પેશન્ટ ન હતા."

મિશાના પપ્પા: "અમે બે દિવસ પછી રવિવાર છેને તો બધા ઘોઘા જવાના છીએ, તારે આવું છે ?"

મિશા: " હા મારે આવવું તો છે, પણ રજા નહિ મળે મને."

મિશાના પપ્પા: " કેમ રજા નહિ મળે .??? આ મહિને તે ક્યાં વધુ રજા જ રાખી છે, ઓછી રજા હોય તો તો રજા ન મળી જાય."

મિશા: " હા રજા તો મળી જ જાય, પણ મારી સિનિયર રજા પર છે એટલે કોઈક એ તો હોસ્પિટલ મા રહેવું જોઈએને."

મિશાના પપ્પા: " થોડા સમય પછી જોબ મૂકી દેજે હોને, આ જોબના લીધે તો તું ક્યાંય બહાર આવી પણ શકતી નથી."

મિશા: " હા પપ્પા હું પણ એમ જ વિચારું છું."

(મિશા ઘરે જાય છે. અને જમીને બધા સાથે વાતો કરે છે, અને પછી સુવે છે મિશા સુતા સુતા વિચારે છે કે શું કરવું હમણાં જોબ મૂકી દઉં તો ઘરે અત્યારે જે પૈસા બાબતે શાંતિ છે એ નહિ મળેને. અને ઘરે બેસીને કરવું પણ શું...?? એટલે થોડો સમય તો જોબ શરૂ જ રાખવી છે. ભલે,ને ક્યાંય જઈ ન શકાય એ જને નહિ જવાનું એમાં શું..??? પણ થોડો સમય જોબ શરૂ રાખીને જે પૈસા આવે એ અમસ્તા પણ મારી માટે છોકરો તો શોધે જ છે, આ લોકો મળી જશે એટલે પરણવાનું જ છે પછી કોને ખબર ઘરે મદદ કરી પણ શકીશ કે નહિ...??? એટલે જોબ હમણાં શરૂ રહે એ જ સારું આમ પણ ઘરે ખોટા નવરા બેસવું. થોડા દિવસ પછી દિવાળી છે એટલે એના ઘરે વાત થાય છે કે મામાના ઘરે જવાનું છે.)

મિશાના મમ્મી: "મિશું આપણે મામાના ઘરે જવાનું છે તું રજા લઈ લેજે."

મિશા: "ના, મમ્મી મને એટલી બધી રજા ન મળે, એટલે હું ન આવી શકુ."

મિશાનીનાની બહેન: "મારે પણ ટ્યુશનમાં બહુ રજા નહિ પડે, તો મારે પણ વિચાર નથી આવવાનો."

મિશા: "હા, તો મમ્મી તું અને વૈદેહી( જે મિશાનીનાની એટલે કે વચ્ચેની બહેન છે.) જઇ આવજોને."

મિશાનીનાની બહેન:"(જે સૌથીનાની છે જેનુંનામ જેનીશા છે) હા મમ્મી સાચી વાત છે, મારે પણ લગભગ ટ્યુશન છે અને રજા મળે તો પણ મને ઈચ્છા નથી આવવાની."

મિશાના પપ્પા:" હા તો જેનિશા તું અને મિશા અહીંયા રહી જાઓ, અને તારા મમ્મી અને વૈદેહી ભલે જતા, હું પણ અહીંયા જ રહીશ દુકાનમાં રજા તો ન રાખવી."

મિશા:" હા સાચી વાત છે."

મિશાના મમ્મી: "હજુ નક્કી નથી, એ લોકો પણ લગભગ બહાર જવાના છે તો આપણે નથી જવાનું એટલે ન મેળ પડે તો અમે પણ નહિ જઈએ, એટલે બધે દૂર શું અમારે બંને એ પાંચ - છ દિવસ માટે ધક્કો ખવો હતો."

(આમને આમ દિવાળી આવી જાય છે, અને મિશાનેનોકરીને 4 મહિના થઈ જાય છે. પણ હવે એ ખૂબ કંટાળી ગઈ છે કે આવી જોબ કોણ કરે એક પણ રજા નહિ ક્યાંય બહાર નથી જઇ શકાતું રવિવારે પણ રજા નથી આવતી. મારે આ જોબ મૂકવી જ છે એવો બધો એ વિચાર કરતી હોય છે ત્યાં જ એના મમ્મી આવે છે.)

મિશાના મમ્મી: "મિશા બેટા, આ વખતે તારે જોબ હતી તો ઘણું સારું રહ્યું હો."

મિશા: "કંઈ રીતે સારું રહ્યું એટલે ?"

મિશાના મમ્મી: "તમારા ત્રણેય બહેનોના કપડાં આવી ગયા, વસ્તુ પણ ઘણી આવી ગઈ તારા પૈસાથી તારા પપ્પાને ઘણી રાહત થઇ ગઇ."

મિશા: "એટલે જ તો મે પૈસા ભેગા કર્યા અને બચાવી રાખ્યા, આપણે કામ તો લાગી જાય."

મિશાના મમ્મી: "હા, સાચી વાત છે બેટા આપણે બધા છૂટથી કપડાં તો લઇ શક્યા નહિ તો પૈસા આટલા બધા વાપરી પણ ન શકાય."

મિશા: "હા સાચી વાત છે."

( મિશા એના મમ્મીની આ વાત સાંભળીને વિચારે છે, હમણાં દિવાળીમાં જ બહુ ખર્ચ થઇ ગયો છે તો નથી મૂકવી જોબ હજુ થોડો સમય જોબ કરીને મમ્મી - પપ્પાને પૈસા ભેગા કરી દઉં. અમે લોકો વાપરી તો શકીએ. મમ્મી અને બંને બહેનોને બધા ખુશ છે, તો હવે હજુ એક - બે મહિના જોબ કરી જ લઉં જે થોડી ઘણી મારાથી મદદ થઇ શકે. મિશા ઘરે સુતા સુતા આ વિચારતી જ હોય છે, ત્યાં જ મિશાના પપ્પા આવે છે.)

મિશાના પપ્પા: "મારા એક ભાઈબંધ છેને માસ્તર ? યાદ છે તમને ?'

મિશાના મમ્મી: "હા, હા જેમની વહુ આપણને રોજ મળે છે એ જને ?"

મિશા: "હા પણ પપ્પા આવું કેમ પૂછો છો શું થયું ?"

મિશાના પપ્પા: "એ માસ્તરની વહુ જ મારી પાસેથી મિશાનો બાયોડેટા લઇ ગયા છે."

મિશા: "કેમ. ? એમને શું કામ છે ?"

મિશાના મમ્મી: "ક્યારે આવીને લઇ ગયા ? અને કેમ લઇ ગયા ?"

મિશાના પપ્પા: "એ એમ કહેતા હતા કે એક છોકરો છે એટલે એ બાયોડેટા લઇ ગયા."

મિશા: "તો તમને એની પાસેથી બાયોડેટા લીધો...??? અને એમને બધી વાત કરીને મારે હાઇટ જોશે, અને એલ.એલ.બી. કરવું છે એ બધું કહ્યું તમે ?"

મિશાના પપ્પા: "એમણે કહ્યું કે થોડા દિવસ પછી એ બાયોડેટા આપી જશે. હા, મે એમને બધી વાત કરી છે."

મિશાના મમ્મી: "તો શું કહ્યું એમણે ? હાઇટ તો છેને ?"

મિશા: "હા હો પપ્પા તમે કહી દેજો હાઇટ તો જોશે જ મારે નહિ તોના પાડી દેજો."

મિશાના પપ્પા: "હા એમણે કહ્યું હાઇટ તો છે જ અને એ થોડા દિવસમાં જ બાયોડેટા પણ આપી જશે."

મિશા: "ઓકે, પણ પપ્પા હાઇટ વાળો ન હોય તો કેન્સલ હોને."

મિશાના પપ્પા: "હા, એ તો એમ જ કરવાનું હોયને, આપણે હાઇટ હોય તો જ વાત આગળ વધારવાની હોયને."

મિશા: "હા બસ તો ઓકે."

(મિશાના ઘરે ફરી એક વાર એક છોકરાનુંમાંગુ આવ્યું છે, એના પપ્પાના ફ્રેન્ડની વહુ જમાંગુ લઇને આવ્યા છે. થોડા દિવસ બાદ એ છોકરાનો નંબર અને બાયોડેટા આપી જાય છે. આથી મિશાના પપ્પાને એ લોકો મિશાના એ છોકરા સાથે જન્માક્ષર મેળવે છે, અને જન્માક્ષર મળી પણ જાય છે આથી ફોન મા વધુ ફોટા મંગાવે છે, પણ હાઇટની કંઈ ખબર નથી પડતી આથી, મિશાને એના ઘરના એવું જ વિચારે છે કે એક વાર મિટિંગ ગોઠવી દઈએ આથી હાઇટ હશે તો ઠીક છે, ન હોય તોના પાડી દેશું. આમ વિચારીને મિશાના પપ્પા એના ફ્રેન્ડને અને છોકરા વાળાને ફોન કરીને રવિવારની મિટિંગ ગોઠવે છે.)

 રવિવારે મિશા, એના ઘરના અને એના પપ્પાના ફ્રેન્ડ અને એમની વહુ બધા રવિવારે સાંજે મિટિંગ મા પહોંચે છે. મિટિંગ મા છોકરા વાળા આ બધાનું ખૂબ સારી રીતે સ્વાગત કરે છે. અને મિશાના ઘરના છોકરાને જોવે છે, તો એ લોકો શોક થઇ જાય છે, કારણ કે છોકરાની હાઇટ ખૂબ જનીચી હોય છે. આથી બધા મોટા મોટા વાતો કરે છે, ત્યારબાદ મિશા અને છોકરાને વાત કરવા માટે મોકલાય છે. ત્યારે મિશા હાઇટને લગતી વાત કરે છે. પણ જે છોકરો બતાવે છે એ આંટી મિશાને ખૂબ સમજાવે છે કે છોકરો સારો છેને ખુબ પૈસા છે પણ મિશા એકની બે નથી થતી અને મિશાની છોકરાવાળા પણ સમજે છે, આથી આ વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. થોડા દિવસ પછી મિશા જોબ મૂકવાની વાત કરે છે અને બે મહિના પછી જોબ મૂકવાની આવે છે. આથી મિશા ખુશ છે. મિશાને જોબનો છેલ્લો મહિનો હોય છે અને મિશા માટે ફરી વાર એક છોકરાનુંમાંગુ આવે છે. આ છોકરાનુંમાંગુ દોઢ વર્ષ પેહલા પણ આવેલું છે, આથી મિશા એના ઘરના સાથે વાત કરે છે.

મિશા: "મમ્મી - પપ્પા આ ચિરાગનું પણ એક વર્ષ પેહલામાંગુ આવ્યું હતુંને જોયુંને શું થયું ? તો આ વિરાટનું પણ દોઢ વર્ષ પેહલામાંગુ આવ્યું જ છેને ? તો આમા શું આપણે વાત આગળ વધારવી છે ?"

મિશાના પપ્પા: "ત્યારે તો કારણ હતું મારુંના પાડવાનું પણ હવે, તો કોઈ કારણ નથીને એટલે વિચારું છું એક વાર જોઈ તો લઈએ."

મિશા: "ત્યારે શું કારણ હતું ? જે હવે નથી ?"

મિશાના પપ્પા: "ત્યારે કારણ એ હતું કે વિરાટ ધંધામાં હતો, પણ હવે એ જોબ કરે છેને તો હવે જોવામાં વાંધો નથી "

મિશા: "પણ પપ્પા એ ધંધામા હતો તો શું થઈ ગયું ?"

મિશાના પપ્પા: "ઘણો ફેર પડે, એ ધંધા મા હોય તો એમાં ફિક્સ આવક ન હોય, મારે અનુભવ છે એટલે મારે તારી માટે જોબ વાળો શોધવો હતો, જેથી ફિક્સ આવક જ થઈ જાય કોઈ તકલીફ તો ન પડે."

મિશા: "ઓકે તમને જેમ ઠીક લાગે એમ કરો, પણ આ છેલ્લો જૂનો છોકરો હો જો હવે જુના છોકરાનું લીસ્ટ ન કાઢતા હવે નવો જ જોવાનો હો."

મિશાના પપ્પા: " એ હા."

(મિશા હા પાડે છે, એટલે છોકરો જોવા માટે આગળ વાત ચાલે છે. છોકરાના જન્માક્ષર જોવામાં આવે છે અને બંનેના જન્માક્ષર મળે છે. આથી, પછી વિરાટની હાઇટ જોવાનું નક્કી થાય છે. એ બેંક મા છે એટલે મિશાની બંને બહેનો એની હાઇટ જોવા જાય છે. અને પછી રવિવારે જોવાનું ગોઠવાય છે. પણ મિશાને એ જ દિવસ જોબનો છેલ્લો દિવસ હોય છે આથી કિશા ઘરે કહે છે, પપ્પા આજે રહેવા દો.આજે સમય નહિ મળે તૈયાર થવાનો એટલે કાલે જાશું પણ બધું નક્કી થઈ ગયું હોવાથી મિશાનું ચાલતું નથી. આથી મિશા ગુસ્સે થઈ જાય છે એટલે એ તૈયાર નહિ થાય એ ખાવાની શોખીન હોવાથી બસ ઘરે આવીનેનાસ્તો જ કરે છે, અને પછી તૈયાર થયા વગર જ છોકરો જોવા જાય છે. તો શું વિરાટ એને પસંદ કરશે. ? શું મિશા છોકરાને હા પડશે ? કે અહીંયા પણ હાઇટનો પ્રોબ્લેમ વચ્ચે આવશે ? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફર મા જોડાયેલા રહો, અને આ સફરનો મજા માણતા રહો.)


Rate this content
Log in

Similar gujarati story from Drama