STORYMIRROR

Meera Parekh vora

Drama Romance

4  

Meera Parekh vora

Drama Romance

પહેલીનજરથી પાનેતરસુધીની સફર 7

પહેલીનજરથી પાનેતરસુધીની સફર 7

6 mins
189

(મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે જે છોકરાનું એક વર્ષ પેહલા માંગુ આવી ગયું હતું એ જ માંગુ એક વર્ષ પછી આવે છે અને છોકરીવાળા જન્માક્ષર જોઈને મળતા હોવાથી મિટિંગ માટેની હા પણ પાડી દે છે, અને રવિવારે મિટિંગ ગોઠવવાની હોય છે. રવિવારે સવારે મિટિંગ ગોઠવવાની છે એ પાક્કું જ છે એ વાતનો ફોન પણ છોકરાવાળાના ઘરેથી આવી જાય છે.)

મિશાના મમ્મી: સાંભળ મિશા તે કાલે રજા લઈ લીધી હતીને ? આજે વહેલા આવવાની ? અને હા કેટલા વાગે આવીશ ? અને તે નક્કી કર્યું શું પેહરવાનું છે એ ? અને....

મિશા: (મમ્મીને અટકાવતા) બસ બસ મમ્મી થોડો શ્વાસ લઈ લે અને મને લેવા પણ દેને, છોકરાવાળા જ આવે છે શાહિદ કપૂર નહિ( મિશાને શાહિદ કપૂર બહુ ગમતો આથી એ એનું જનામ લે) અને તું બેસ પેહલા શાંતિથી, બધા જવાબ તો જ આપીશ.

મિશાના મમ્મી: ઠીક છે ચાલ બેસી જાઉં છું, હવે જવાબ આપ.

મિશા: હા તો સાંભળ મે કાલે જ રજા મૂકી દીધી હતી, પાંચ વાગ્યાની રજા લીધી છે, અને હા મે નક્કી પણ કરી લીધું છે હું શું પેહરવાની છું.

મિશાના મમ્મી: ઓકે સરસ, હવે તારો વારો પૂરો તારા પપ્પા ક્યાં ગયા એમનો પણ, રાઉન્ડ લેવાનો છે.

મિશા: એટલે ? તું અહીંયા અમારા બધાના રાઉન્ડ લેવા બેઠી છો એમને ? વાહ! વાહ! મહારાણીને કંઇ કામ કરવું નથી બસ બેઠા બેઠા બધાને હેરાન જ કરવા છે એમને.

મિશાના મમ્મી: હા મારી સાસુમા મારે બેઠવું જ છે જા તું આજની રસોઈ કરી લે હોને.

મિશા: હમમ... પપ્પા ક્યાં છો. ? આ મમ્મી તમને ક્યારની બોલાવે છે, શું તમે પણ મમ્મીની વાત મા ધ્યાન જ નથી આપતા.

મિશાના પપ્પા: હા બોલને, શું કામ છે ?

મિશાના મમ્મી: આ તમે તમારી છોકરીને બહુ માથે ચડાવીને રાખી છે હો.

મિશા: કેમ, હું તારી છોકરી નથી. ?

મિશાના મમ્મી: ચાલ જા, અહીંયાથી તારું કામ કર અને અમને લોકોને પણ કામ કરવા દે.

મિશા:(મસ્તી કરતા કરતા) હા જાઉં છું હોને, પપ્પા તમે પણ જતા રહેજો હો નહિ તો, કામ નું લીસ્ટ પકડાવી દેશે હો.

મિશાના મમ્મી: જાને ચાપલી.

મિશાના પપ્પા: બોલને શું કામ હતું ?

મિશાના મમ્મી: તમે બધોનાસ્તોને એવું લઇ આવ્યા ? અને ઠંડામાં શું રાખવાનું છે ? નક્કી કરીને લઇ આવજો એટલે છેલ્લે દોડાદોડી ન થાય.

મિશાના પપ્પા: ( મજાક કરતા) મિશા સાચું જ કહે છે બહુ મોટું લીસ્ટ આપી દે છો હો તું કામ નું.

મિશાના મમ્મી: ( શરમાતા શરમાતા) તમે હવે મારી મસ્તી કરવાનું બંધ કરો, દીકરીને પરણાવવાની ઉંમર થઇ ગઇ છે.

મિશાના પપ્પા: ઉંમર ભલેને જે હોય તે, મારો પ્રેમ આજે પણ લગ્નના દિવસ જેવો જ છે હો, અને જિંદગીભર એવો જ રહેશે.

મિશાના મમ્મી: હા ખબર છે મને પણ, આ બધી વાત કરવાનો આ યોગ્ય સમય નથીને, આપણે પછી ક્યારેક આ વાત કરશું હોને. તમે મારા સવાલોના જવાબ આપોને બધી તૈયારી થઇ ગઇ. ?

મિશાના પપ્પા: હા જી, બધી જ તૈયારી થઇ ગઇ છે અને બધી જ વ્યવસ્થા પણ કરી લીધી છે, તું એક વાર જોઈ લેજે બધું અને પછી કંઈ ખૂટતું હોય તો કહેજે.

મિશાના મમ્મી: એ, હા.

(મિશાના ઘરે છોકરો જોવા આવવાનો હોવાથી સવારથી બધી તૈયારી થઇ જાય છે. અને મિશા ત્રણ કલાક જોબ પર પણ જઈ આવે છે, અને જોબ પરથી આવીને એ બધી તૈયારી જોતી હોય છે અને છોકરાવાળાના ઘરેથી ફોન આવે છે કે છોકરાને એક કામ આવી ગયું હોવાથી એ લોકો આવશે પણ થોડા મોડા આવશે આથી બધા રાહત અનુભવે છે, અને ફરીથી બધા શાંતિથી બેસે છે અને પછી મિશા તૈયાર થાય છે.)

મિશાના મમ્મી: બેટા તૈયાર સરસ થાય છે, વાળ પણ મસ્ત બનાવજે હોને.

મિશા: હા મમ્મી.

(મિશા તૈયાર થાય છે, અને પછી બધા છોકરા વાળાની રાહ જોતા હોય છે અને રાહ જોતા જોતા બધા મિશાને સમજાવતા હોય છે શું વાત કરવી, કેવી રીતે કરવી ? શું બોલવું અને શું ન બોલવું ?)

મિશાના મમ્મી: જો સાંભળ મિશા તું છેને વાત કરજે બધું પૂછી લેજે, ચૂપ ન રહેતી હોને.

મિશાના પપ્પા: હા જો તું એને આગળ શું પ્લાન છે ? ક્યાં રહેવાનું છે ? એવું બધું પૂછી લેજે હોને શરમ ન રાખતી.

મિશાના મમ્મી: હા જો તું શરમ રાખીશ તો પણ હા આવવાની હશે તો હા જ આવશે, અનેના આવવાની હશે તોના જ આવશે એટલે બોલવાનું જ એટલે એને એ પણ ખબર પડે કે તું બોલકણી છો.

મિશા: હા એમ જ કરીશ બધું પૂછી લઈશ અને જાજી બધી વાત પણ કરી લઈશ.

( મિશાને એના ઘરના બધા વાત કરતા હોય છે ત્યાં જ છોકરા વાળા આવે છે છોકરા નુંનામ ચિરાગ હોય છે, ચિરાગ સાથે એના મમ્મી કે પપ્પા નથી હોતા, પણ એના મોટા બહેન અને જીજાજી આવ્યા હોય છે. મિશાના ઘરે બધા મહેમાનો નું ઉમળકાભેર સ્વાગત કરે છે અને બધાને બેસવા માટે કહે છે, ત્યાર બાદ બધા ઔપચારિક વાતો કરતા હોય છે , એક જ જ્ઞાતિના હોવાથી બધી જૂની જૂની ઓળખાણો કાઢે છે અને બીજી ઘણી બધી વાતો કરે છે, ત્યારબાદ બધાનેનાસ્તો અને ઠંડુ આપવામાં આવે છે, અને પછી ચિરાગ અને મિશાને વાત કરવા જવાનું કહેવામાં આવે છે એટલે બંને ઊભા થઇને વાત કરવા જાય છે.)

મિશા: હેલ્લો, તમે અમદાવાદ મા જોબ કરો છો એમને..?

ચિરાગ: હા તમે ?

મિશા: હું અહીંયા જ હોસ્પિટલ મા એ પણ પાર્ટ ટાઈમ જ જોબ કરું છું.

ચિરાગ: ઓકે તો તમારે ભણવાનું પૂરું ? કે હજુ આગળ ભણવાનું છે.

મિશા: હા પૂરું તો થઈ ગયું છે મને પણ હવે રસ નથી પણ, મન થાય છે કે એલ.એલ.બી. નું ભણવું છે.

ચિરાગ: ઓકે, એલ.એલ.બી. જ શું કામ ?

મિશા: બસ એમ જ કંઈ વિચાર્યું નથી આ તો મન થયું છે તો કરવું છે ન મજા આવે તો મૂકી પણ દઉં, મારું કંઈ નક્કી ન કેહવાય.

ચિરાગ: ઓકે.

મિશા: તમે ખૂબ ઓછું બોલો છો હેને ? કે શરમ આવે છે.

ચિરાગ:નાના એવું કંઈ નથી હું તો પેહલેથી જ ઓછું બોલું છું.

મિશા: ઓહ! એવું છે એમને, તો તો આપણે બંનેને ઊંધું છે મારે વાત કર્યા વગર મતલબ કે બોલ્યા વગર ન ચાલે, ઘરમાં આખો દિવસ મારી બકબક શરૂ જ હોય.

ચિરાગ: વધારે એવું જ હોય છોકરીઓ બહુ બોલ બોલ કરતી હોય મારી બહેનો હતીને બંને બહુ જ બોલ બોલ કરતી.

મિશા: તમે આમ વિચારી રાખ્યું હતું કે કેવી છોકરી જોવે છે એમ ?

ચિરાગ: પેહલા ભણવાનું પૂરું થયું પછી જોબ એમાં એવો કંઈ વિચાર જ નથી કર્યો, તમે કંઇ વિચાર્યું હતું. ?

મિશા:નાના કંઈ ખાસ તો નહિ, બસ મને એક હાઈટનું ખૂબ હતું કેમકે જનરલ છોકરીઓ કરતા મારી હાઈટ વધુ છેને તો માટે હાઈટ વાળો જ છોકરો જોતો હતો, બાકી તો બીજું કંઈ વિચાર્યું ન હતું. તો ચલો હવે જાશું બધા પાસે ?

ચિરાગ: હા હા ચલો.

મિશા: એક મિનિટ એ તો કહો તમે શું જવાબ આપશો કોઈ પૂછે તો ?

ચિરાગ: હા પાડી દેશું.

મિશા: હા હું પણ હા પાડી દઈશ.

(મિશા અને ચિરાગ બંને વાતો કરીને વડીલો પાસે આવે છે અને બંને રાહ જોવે છે કે હમણાં કોઈક પૂછશે શું વિચાર્યું એમ ? પણ કોઈ પૂછતું નથી અને પછી ચિરાગના ઘરના રજા લે છે અને એ લોકોનીકળે છે ઘરે જવા એટલે બંનેનું મોઢું થોડું પડી જાય છે.)

મિશાના મમ્મી: શું વાત થઈ ચિરાગ સાથે ?

મિશા: મમ્મી વાતો તો ઘણી બધી કરી અમે એક બીજાના શોખનું, ભણવાનું, અને બીજી ઘણી બધી વાતો કરી અને હા મમ્મી મે છેલ્લે એમ પણ પૂછ્યું તમે ઘરે હા પાડશો કેના ?

મિશાના મમ્મી: તો શું કહ્યું ?

મિશા: હા પાડશે એવું કહ્યું.

મિશાના મમ્મી: (ખુશ થતાં) અરે! વાહ સારું તો તો હમણાં ફોન આવશે જ.

(કલાક જેવો સમય વિતી જાય છે, પણ ફોન આવતો નથી આથી મિશાના મમ્મી જ ફોન કરે છે. તો છોકરા વાળાના મમ્મી કહે છે અમે વિચારીને કેહશું. તો શું કહેશે છોકરાવાળા ? જવાબ હા આવશે કેના આવશે ? અનેના આવશે તો છોકરો ખોટું કેમ બોલ્યો હશે ? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફર મા જોડયેલા રહો અને સફરનો આનંદ માણતા રહો.)

 ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama