પહેલી નજરથી પાનેતર સુધીની સફર 2
પહેલી નજરથી પાનેતર સુધીની સફર 2
( મિત્રો આપણે આગળ ના ભાગમાં જોયું કે મિશા કેવી બિન્દાસ જિંદગી જીવે છે ના કોઈ ફિકર ના કોઈ ચિંતા બસ પોતાની જ દુનિયામાં મસ્ત રહેવાનું અને ભણવાનું પૂરું કરી ને હવે એ નોકરી શોધે છે અડધા દિવસ ની તો શું મિશા ને નોકરી મળશે..? ચલો જોઈએ આજની સફર કેવી છે.)
કોઈ મને ભલે લાડ ન કરાવે,
" હું તો પોતાની જ લાડકી છું...
કોઈ મને ભલે ન ચાહે,
હું તો પોતાની જ ચાહિતી છું...
કોઈ મને ભલે ન માને,
હું તો પોતાની જ માનીતી છું...."
મિશા ના પપ્પા: મિશા ના મમ્મી ને કહી રહ્યાં છે મિશા નોકરી તો શોધે જ છે પણ એને મંગળ છે તો આપણે એની માટે છોકરા જોવાનું પણ શરૂ કરી જ દઈએ શું કહેવું છે તારું... ?
મિશા ના મમ્મી: હા વાત તો સાચી છે, અત્યારથી શરુ કરશું તો એક વર્ષ તો મળતા મળતા જ થઈ જશે ને.
( ત્યાં જ મિશા આળસ મરડી ને જાગી જાય છે એટલે મિશાનાં મમ્મી મિશાને બધી વાત કરે છે મિશા અને એના મમ્મી પપ્પા એકદમ ફ્રેન્ડની જેમ રહેતાં હોય છે આથી મિશા કહે છે.)
મિશા: જોવો તમે છોકરો શોધો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ મને ઊંચી હાઈટ નો છોકરો બહુ ગમે તો તમે મારે લગ્ન કરવાના છે તો મારી પસંદ મુજબ જ શોધજો અને હા હું જલ્દી હા પણ નહિ પાડું હો મને વિચારવા માટે પણ સમય જોશે બે - ત્રણ વાર મળી ને પછી જ હા પાડીશ તમને બંને ને મંજૂર છે આ શરત.. ?
મિશા ના મમ્મી: કેમ મિશુ એટલી બધી શરત રાખે છે તારે ખરેખર લગ્ન કરવા છે કે નહિ... ? અને હજુ જોવાની જ વાત છે ક્યાં તારું કરી લીધું તને કોઈ ગમે છે એવું કંઈ છે... ?
મિશા: ના એવું તો હજુ કંઈ નથી. પણ, જો હશે તો કહી દઈશ, અને તમને મારે હાઈટ નું એટલે કહેવું પડે કે તમારા ધ્યાન મા રહે નહિ તો છોકરો ના ઘરે જઈ ને કહું તો તમે કહેશો કે તું બહુ બહાના બતાવે છો.
મિશા ના પપ્પા : હા તારી વાત સાચી હવે અને તારી વાત યાદ રાખી ને છોકરા જોવાનું શરૂ કરીએ ને... ? અને હા મીશુ હું શું કહેતો હતો કે તું અત્યારે ફ્રી જ છો તો માસ્ટર શરૂ કરી દે ને તને જ કામ લાગશે તું ભણીશ તો શું કહેવું છે તારું.... ?
મિશા: પપ્પા તમને ખબર તો છે મને ભણવામાં જરા પણ રસ નથી તો પણ તમે મને આવું પૂછો છો. ?
મિશા ના મમ્મી: બેટા પણ તારા પપ્પા ની વાત સાચી છે તારે નોકરી ની અત્યારે કંઈ જરૂર નથી તો ભણવાનું જ કરાય ને તને કામ તો લાગે
મિશા: અરે મમ્મી પપ્પા મે બી.કોમ માંડ માંડ પૂરું કર્યું મને ખબર નહિ નથી મજા આવતી ભણવાની જ.
મિશા ના મમ્મી: પણ તું એ વિચાર ને તને તારા સાસરીવાળા ભણવાનું કહેશે તો... ? તો શું તું ત્યાં પણ એવું જ કહીશ... ?
મિશા ના પપ્પા: હા તારા મમ્મી ની સાચી વાત છે આજકાલ ભણતરનું મહત્વ ખૂબ વધી ગયું છે જ્યાં જઈએ ત્યાં ભણતર જ માગે છે એટલે અમે તને સમજાવીએ છીએ.
મિશા: સાસરે ની વાત સાસરે અત્યારે મને નથી ભણવું બસ મને ઈચ્છા જ નથી અને પરાણે હું નહિ ભણું તમે મને ફોર્સ નહિ કરો. અને પપ્પા ખાલી ભણવાથી કંઈ ન થાય સાથે ગણતર પણ હોવું જ જોઈએ અને જો ગણતર કે આવડત ન હોય તો ભણેલું કંઈ કામ નું નહિ.
મિશા ના મમ્મી: રહેવા દો ને તમે પણ કોની સાથે લમણા લ્યો છો એને જેમ કરવું હોય એમ કરવા દો ને પરાણે ભણવામાં પછી કંઈ સારું નહિ હોય એના કરતાં ન ભણે એ સારું.
મિશા: હા સાચી વાત છે તારી મમ્મી એટલે તમે મમ્મી પપ્પા એક કામ જ કરો તમે છોકરો શોધો હું જોબ શોધું હો ને.
( થોડા દિવસ પછી એક છોકરા ની વાત આવે છે મિશા માટે જન્માક્ષર ને બધું મળે છે મિશા પણ હા પાડી દે છે અને એક જ શહેર મા હોવાથી મિશા ના મમ્મી પપ્પા ને પણ કોઈ તકલીફ નથી હોતી પણ ત્યાં થી ના આવે છે કંઈક અલગ જ અંદાજ મા કેમ ના આવે છે... ? અને અલગ અંદાજ મા ના કંઈ રીતે ના આવતી હશે... ? અને કારણ શું હશે ના પાડવાનું અને મિશા પર ના ની કોઈ અસર થશે કે શું... ? આ દરેક સવાલ ના જવાબ મેળવવા માટે મિત્રો આપે મારી સાથે સફર નો આનંદ માણવો પડશે અને મને પ્રોત્સાહિત કરવી પડશે.)
( અસ્તુ)

