Meera Parekh vora

Drama Romance

4.2  

Meera Parekh vora

Drama Romance

પહેલી નજરથી પાનેતર સુધીની સફર - 1

પહેલી નજરથી પાનેતર સુધીની સફર - 1

3 mins
199


( નમસ્કાર મિત્રો વાર્તાનું નામ જોતા એવું લાગતું હશે ને કે આ ચોક્કસ કોઈ પ્રેમલગ્નની જ વાર્તા છે પણ એવું નથી હા છે પ્રેમ ની જ વાત પણ કંઈક અલગ પ્રેમ જે ખરેખર સાચો પ્રેમ કહી શકાય અને એ પ્રેમ ના સફરની વાત જ જુદી છે તો શું હશે એ વાત...? શેની હશે એ સફર....? જાણવું છે મિત્રો તમારે..? તો ચલો શરૂ કરો મારી સાથે પહેલી નજર થી પાનેતર સુધી ની સફર ની અનોખી સફર ની કહાની....)

હું અલગ છું આ દુનિયા થી,

કારણ કે હું તો ખુદ ને જ ચાહું છું ....

હું અલગ છું આ દુનિયા થી,

કારણ કે હું તો ખુદ નું જ માનું છું....

હું અલગ છું આ દુનિયા થી,

કારણ કે હું તો ખુદ નું જ સાંભળું છું...

હું તો અલગ છું આ દુનિયા થી,

કારણ કે હું તો પોતાના માટે જ જીવું છું...

સવારનાં નવ વાગે મિશાનાં મમ્મી બૂમ પાડે છે જાગ મિશું જો તો કેટલા વાગ્યા....?

મિશા: (આંખ ચોળતા ચોળતા) શું મમ્મી તું આટલી મોટી થઈ ગઈ તો પણ તને સમય જોતા નથી આવડતું નવ વાગ્યા છે હવે સૂવા દે મને.

મિશાનાં મમ્મી: ડોબી મને તો આવડે જ સમય જોતા પણ તને કહું છું જાગ એમ, નવ વાગી ગયા છે આટલું સૂવાનું હોય કાલે સવારે તું સાસરે જઈશ તો તું શું ત્યાં પણ આમ સૂતી જ રહીશ...? ત્યાં તો વહેલા જાગવું પડશે ને બેટા એ કંઈ પપ્પા નું ઘર થોડું છે કે સૂવા મળે.

મિશા:( આળસ મરડી ને ઊભી થઈ) બસ મમ્મી તું ભાષણ બંધ કરીશ સારા સારાની ઊંઘ ઉડાડી દે છે તું અને કાલે સવારે થોડું સાસરે જવાનું છે..? હજુ તો છોકરો પણ શોધવાનો બાકી છે શું તું પણ મમ્મી કોઈ ને શાંતિ થી સૂવા જ નથી દેતી કોઈ મમ્મી આવું કરતી હશે, તું જ મારી સાથે આવું કરે છો.

મિશાનાં મમ્મી: ( કંટાળી ને) બસ કર હવે મારી મા તારા નાટકો અને જા તૈયાર થવા જા અને જલ્દી આવી ને મને મદદ કર એટલે આપણે કામ જલ્દી પુરુ થાય.

મિશા: ઓકે મમ્માં તું જેમ કે એમ જ.

( મિશા એક મધ્યમવર્ગીય પરિવારની સૌથી મોટી દીકરી છે અને બધાની લાડકી છે અને હા મોટી એટલા માટે કે એના ઘરમાં એનાથી નાની બીજી બે બહેનો પણ છે આપણે અહી મિશાની વાત કરીએ. મિશા એ હાલ મા બી.કોમ પૂરું કર્યું છે અને એ અડધા દિવસની જોબ શોધે છે અને ઘરે જલસા કરે છે. મિશા એટલે બહારથી શાંત અને અંદરથી ખૂબ જ ચંચળ મતલબ કે જ્યાં મન મળી જાય ત્યાં મિશા મન ખોલી ને વાત કરે અને હા ગુસ્સો તો હમેશા નાક પર જ રાખે અને સ્વભાવમાં તો ખૂબ જ જિદ્દી કોઈ નું જલ્દી સાંભળે જ નહિ ને અને હા એક વાત તો કહેવાની જ રહી ગઈ એને બસ બે જ વસ્તુ ગમે એક ખાવું અને બીજું સૂવું અને કોઈ એ સિવાયનું પૂછે તો ફરવું બસ આટલા જ મિશા ના શોખ. બીજી બધી છોકરીઓ કરતા મિશા સાવ અલગ છોકરી છે પાર્લર તો મેડમ ને જવું જ ન ગમે. બસ સાદા અને સિમ્પલ રહેવું જ ગમે. મતલબ જે બધા શોખ મોટા ભાગની છોકરીઓમાં હોય એ મિશામાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે. એને બસ ખાવા અને સૂવા મળી જાય એટલે બીજું કઈ જ માંગે નહિ. આ બંને કામ તો મેડમ નિયમિત કરતા અને એ કામ મા મેડમ ને ખલેલ પહોંચે એ પણ પોસાય તેમ જ ન હતું.)

( આ હતી સૌથી અલગ અંદરથી નટખટ બહારથી શાંત મિશા એના શોખ તો જોવો સૌથી અલગ જ અને બધા થી જુદી તરી આવતી છોકરી છે શું મિત્રો મિશા ને જોબ મળી જશે.? અને મળી જશે તો પણ શું મિશા જોબ કરી શકશે..? આ દરેક સવાલ ના જવાબ મેળવવા માટે વાંચતા રહો અને એક અનોખી સફરમાં મારો સાથ આપી ને આ રોમાંચક સફર નો તમે પણ અનુભવ કરતા રહો અને મજા માણતા રહો....)


Rate this content
Log in

Similar gujarati story from Drama