Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Dhaval Patel

Fantasy Thriller

2.3  

Dhaval Patel

Fantasy Thriller

પેરેલલ યુનિવર્સ

પેરેલલ યુનિવર્સ

6 mins
839


મુંબઇથી દિલ્લીની ટ્રેન, ટ્રેનની ઍક મુસાફર, હિયા. હિયા સોળ વર્ષની છોકરી હતી, જે એનાં પપ્પાને મળવા દિલ્લી જઇ રહી હતી. દિલ્લીમાં એનાં પપ્પા સરકારી નોકરી કરતા હતાં.

મુંબઇથી રાત્રે સાડા દશે ટ્રેન ઉપડી, હજુ દિલ્લી આવવામાં ઘણી વાર લાગશે, એટ્લે હિયા ચાલુ ટ્રેનમાં પોતાનો બધો સામાન લોક કરીને ચાવી ખિસ્સામાં મુકીને સુઈ ગઈ. આશરે સોળ કલાકનું ટ્રાવેલિંગ હતુ. સાડા ત્રણે એ દિલ્લીનાં પ્લેટફોર્મ પર ઉતરી, એનાં પપ્પા એને લેવા આવવાનાં હતાં, બધી વાત થઈ ચૂકી હતી. એને પ્લેટફોર્મ પર ચારેય તરફ જોયું, એનાં પપ્પા ક્યાંય દેખાતા નહતા. એનાં પપ્પાને ફોન લગાવ્યો.

"હેલો, પપ્પા, કેટલે રહયા , હુ સ્ટેશને આવી ગયી."

"હેલો, કોણ બોલો છો તમે ?" સામેથી કોઈ નવયુવાન જેવો જ અવાજ આવ્યો.

હિયાને થયુ કે, પપ્પા ઓફીસ જતા રહ્યાં લાગે છે. પણ એમને લેવા આવવાનું પ્રોમિસ કર્યું હતુ.

"ઓકે, મારા પપ્પારાજેન્દ્રભાઈને આપોને. હુ...." હિયા એ નામ દેવાનું ટાળ્યું.

"જી, સોરી. પણ નંબર લખવામાં તમારી ભુલ થાય છે, હુ ગજેન્દ્ર બોલું છું. રાજકોટથી."

હિયાએ ફોનની સ્ક્રીન જોઇ, 'પપ્પા' જ લખેલું હતુ. અને પપ્પાને જ ફોન લગાવેલ હતો. "આ નંબર મારા પપ્પાનો છે, છેલ્લા બે એક વરસોથી " હિયા.

"સોરી પણ, આ સિમ મારુ છે, છેલ્લા છ વરસથી હુ આ વાપરું છું"

હિયાને નવાઈ લાગી, એનાં પપ્પાનું સિમ કાર્ડ જેનાં પર એને અત્યાર સુધી વાતો થતી હતી, એ કેવી રીતે છ વરસથી બીજા કોઈ જોડે હોઇ શકે ? હિયા એ ઓટો કરી અને એનાં પપ્પાની ઑફિસે ગઇ. એનાં પપ્પાની કેબિન આગળ ગઇ.જઇને જોયું તો કેબીન ઉપર 'મી. આર. એમ. ખાન 'નું બોર્ડ લગાવેલું હતુ.

"સર, બે જ મિનીટ" હિયા એ ત્યાંના ઍક વર્કરને બોલાવવા કીધું.

એ ભાઈ આવ્યાં ,

"જી આ કેબીન જેમની હતી એ રાજેન્દ્રભાઈ પટેલની કેબીન હવે ક્યા હશે ?" હિયાએ પુછ્યું.

"જી, આ કેબીન છેલ્લાં ચાર વર્ષથી મીસ્ટર ખાનની જ છે, ઍક કામ કરો મેનેજર સાહેબને પૂછી જુઓ"

"મેનેજર સાહેબ.....?" હિયા એ પુછ્યું.

"એ પાંચ વાગ્યે આવશે"

હિયા પાંચ વાગ્યા સુધી ત્યાં બેસી રહી , પાંચ વાગ્યે મીસ્ટર ખાન, મેનેજર આવ્યાં.

"આપ યહાઁ કે મેનેજર હો ?" હિયા.

"હા, ક્યુ?"

"મેરે પાપા યહાઁ કે મેનેજર થે, આપ કૈસે યહાઁ કે મેનેજર હો ગયે ?"

"આપકે પાપા કા નામ ?"

"રાજેન્દ્રભાઈ પટેલ "

"ઓહ, મીસ્ટર પટેલ, વો તો પ્રોડકશન ડિપાર્ટમેન્ટ કે હેડ હે, આપ ઉનકી બેટી હો ?"

"પ્રોડકશન ? વો ઇસી ડીપાર્ટમેન્ટ મે થે"

"આપકો કોઈ ગલતફેહમી હુઈ હે, મે આપકો ઉનકી કેબીન તક લે જાતા હુ. "

મીસ્ટર ખાન એ પ્રોડકશન સ્ટાફની લિસ્ટમાં હિયાનાં પપ્પાનું નામ અને જોઈન થયાંની તારીખ બતાવી. પછી મીસ્ટર ખાન એને રાજેન્દ્ર ભાઈ પટેલની કેબીન સુધી લઇ ગયા. ઍક તો પપ્પા પોતાને લેવા સ્ટેશનએ આવ્યાં નહીં, અને બધાને એમને ખોટું કહ્યુ કે, એ મેનેજર છે. કેબીનમાં દાખલ થઈ, કોઈ હાજર નહતું. એ બેસી રહી. થોડી વારમાં એનાં પપ્પા આવ્યા.

"અરે, હિના તુ આવવાની હોય તો જણાવી દેવાય ને ઍક વાર, તને લેવા આવી જાત હુ" આવતાંની સાથે હિયાનાં પપ્પા એ કીધું.

હિયાને તો આંચકો લાગ્યો, એને થયુ કે આ બધુ શુ થઈ રહ્યુ છે પોતાની સાથે.

"તમે પ્રોડકશન વિભાગમાં ક્યારથી છો ?" હિયા એ સિરિયસ બની પુછ્યું.

"હુ કંપનીમાં જોઈન થયો ત્યારથી આ પ્રોડક્શન વિભાગમાં જ છું હિના , મે ક્યારે કીધું કે હુ બીજા કોઈ વિભાગ મા છું"

"હીના ? , મારૂ નામ હિયા છે ડેડ, હીના કહો છો તમે" હિયા એ ચીડાઈને કીધું.

"ડેડ ?, તુ હીના જ છે કે ? અને અમે જ તારું નામ હિના રાખ્યું હતુ , તારું નામ હીના જ છે."

હિયાને થોડુ અજુગતું લાગ્યું. ખબર નહીં સવારથી આ બધુ શુ થઈ રહ્યુ હતુ. આ બાજુ હિનાનાં પપ્પાને પણ હિયામાં એટલું જ આશ્ચર્યજનક લાગ્યું. હિયાનું અજીબ વર્તન જોઇને હિના હંમેશા પપ્પા કહીને જ બોલાવતી હતી. કદીય ડેડ કહ્યુ નહતું હિના એ.

હિયા એનાં પપ્પા સાથે ઘરે ગઇ, બધુ બરાબર હતુ. એની મમ્મીનો ફોટો, એની દરેક વસ્તુઓ, એની બીજી તમામ બાબતો, એનાં પપ્પાને લગતી તમામ બાબતો સરખી જ હતી, માત્ર નામ સિવાય બધુ જ બરાબર હતુ. એમના આજુ બાજુના પાડોશીઓ પણ એને હિના જ કહેતાં જ હતાં. હિયાને દિલ્લીનો ઍક મિત્ર યાદ હતો. જીમિત. જીમિત પેહલા એનો બીજો દોસ્ત હતો, રવી. રવી અને હીયા છેલ્લાં થોડા સમયથી ઍક બીજાથી બોલતા નહતા, એટ્લે રવી પછી હિયાનાં જીવનમાં જીમિત આવેલો.

મિત્રો આવેલા , એમને હિયા એ પુછ્યું ,

"જીમિત ક્યા ગયો, એ કેમ ના આવ્યો ?"

"જીમિત ? એ વળી કોણ ?" એની બધી ફ્રેન્ડ્સએ કીધું.

હિયાને ફરી ચર્ચા નહતું બનવું, એને સ્વીકારી લીધુ," કાંઇ નહીં, ભુલ મા જ નામ લેવાઈ ગયું"

એટલામાં જ રવી આવ્યો,

"આવ, રવી."

"રવી ? આને કોણે બોલાવ્યો છે ?" હિયાએ થોડા કટાક્ષ મા જ કીધું.

રવીને થોડુ અજીબ લાગ્યું, હીના તો પોતાને આ રીતે કદીય બોલાવતી નહીં.

"મને બોલાવવાની જરુર નથી, હુ હંમેશ તમારી સાથે જ છું." રવીએ ઉત્સાહથી કીધું. રવી અને પોતે તો ક્યારના ય બોલતાં નથી ઍક બીજા ને. અને રવી સામે આવીને વાત કરે એવું શકય જ નહતું. જીમિતને કોઈ ઓળખતું નહતુ કે જે પોતાનો મિત્ર હતો. અને જે મિત્રને એ બહુ પેહલા જ ગુમાવી ચૂકેલી એ આપ મેળે જ પાછો આવી ગયેલો. જાણે કે બન્ને વચ્ચે કાઈ અબોલા જેવું થયુ જ ના હોય.

હિયાને લાગ્યું કે, જરુર પોતાને કાંઇ થઈ ગયું છે. પોતે બાયોલોજીની સ્ટુડન્ટ હતી. એને લાગ્યું કે પોતાની માનસિક સ્થિતી બરાબર નથી જણાતી. એ બધુ ભૂલી રહી છે. અને ભુલાઈ ગયેલ વસ્તુઓનું સ્થાન કલ્પનાઓ એ લઈ લીધુ છે. એને બીજા દિવસે જાણીતા ડૉક્ટરને બતાવ્યું, સ્કેન કરાવ્યું, બધા રિપોર્ટ્સ નોર્મલ જ આવ્યાં.

એની જોડે દિવસમાં બનતી મોટા ભાગની ઘટનાઓ સામાન્ય રેહતી. પણ અમુક ઘટનાઓ ખરેખર અજીબ બનતી. પોતે આ બધુ સમજવું મગજ બહાર લાગતું હતુ. બધાં રિપોર્ટ્સ નોર્મલ હોવાં છતાંય એને મનોચિકિત્સકની સલાહ લીધી. પણ કાંઇ પરિણામ મળ્યું નહીં. આશરે ત્રણેક વર્ષ વીતી ગયા. હિયા હીના નામ સાથે જ કૉલેજમા આવી ગઇ.

ઍક દીવસ એને ઍક બુક વાંચી. જાણીતા વૈજ્ઞાનિકએ એ બુકમાં પોતાની થિયરીઓ રજુ કરી હતી. એમા એ વૈજ્ઞાનિકે પેરેલલ યુનિવર્સની થિયરી પણ રજુ કરી હતી. એમની થિયરી મુજબ આપણે જેવી પૃથ્વી, યુનિવર્સ(દુનિયા)માં રહીએ છી એ, જે સમયમાં જીવીએ છી , એવું ને એવું યુનિવર્સ, એવા ને એવા લોકો પણ બીજા યુનિવર્સમાં, બીજા સમયે અસ્તિત્વ ધરાવે છે. કેટલાંક લોકો જાણે અજાણ્યે એમની દુનિયામાંથી બીજી દુનિયામાં જઇ પહોચે છે. જ્યારે બન્ને દુનિયાનો વચ્ચે ઉર્જાનું અસંતુલન પેદા થઈ ઉઠે ત્યારે એ ઉર્જા નાં સંતુલન માટે બન્ને દુનિયાના વ્યક્તિઓ ટ્રાન્સફર થઈ જાય છે. ઍક બીજા ની દુનિયા માં. બન્ને વ્યક્તિઓનું જીવન, જીવન દ્રશ્યો અને જીવનને લાગતી તમામ બાબતો મોટા ભાગે સમાન જ હોય છે, જેથી સામાન્ય રીતે પેરેલલ યુનિવર્સનું અસ્તિત્વ જાણવું મુશ્કેલ થઈ પડે છે. અને સામાન્ય વ્યક્તિની સમજ બહારનું થઈ પડે છે

હિયા ને થઈ પડ્યું કે, પોતે પણ પોતાની દુનિયાની હિયા જ છે, જે આ દુનિયાની હિના સાથે બદલાઇ ગઇ છે.આ દુનિયા પોતાની નથી. પોતે આ દુનિયામા ફસાઈ ગઇ છે. હિયા એ થોડા બીજા પ્રયત્નો કર્યા અને પેરેલલ યુનિવર્સની માહિતીઓ એકત્રિત કરી. ભૂતકાળમાં પણ દુનિયામાં કેટલાંક છુપા કિસ્સાઓ બની ચૂકેલા જણાયા કે જેને માત્ર થિયરી ઓફ પેરેલલ યુનિવર્સ જ સમજાવી શકતું હતુ.

(ક્રમશ:)


Rate this content
Log in

More gujarati story from Dhaval Patel

Similar gujarati story from Fantasy