STORYMIRROR

Dhaval Patel

Fantasy

3  

Dhaval Patel

Fantasy

Mechanic love

Mechanic love

1 min
189

"આજ કાલ ઘણું ચિત્ર વિચિત્ર જોવા મળે છે, પણ આવું થશે આટલા નજીકના ભવિષ્યમાં એવું કદી વિચાર્યું નહતું અમે." લગ્નમાં આવેલ મહેમાનમાંથી એક એ કીધું.

"આપણા વખતમાં છોકરીના લગ્ન ખાલી છોકરાઓ જોડે જ થતાં અને આજે હવે." બીજા આવેલ એક આંટી જેવા મહેમાન એ કીધું.

"ભલે સોફ્ટવેરની સરકાર મંજુરી આપી દે એનો મતલબ એમ થોડી કે આપડી જનરેશન આમ આ રીતે પોતાનો સાથી પસંદ કરે.."

"જ્યાં સુધી મને ખબર છે એ પૂરો એક પ્રજાતિનો પણ નથી."

એટલામાં સ્ટેજ પર કપલ આવી ગયુ અને સાથે આવેલ મુખ્ય મહેમાન એ જાહેરાત કરી,

"તમને સૌને મળીને આનંદ થયો, મને બનાવનાર બન્ને જણા ખુદ સાયબોર્ગ હતા, એટલે કે અડધા મનુષ્ય અને અડધા યંત્ર માનવ. એક એ મને રોબોટ રૂપી મેટલનું શરીર આપ્યું, તાકાત આપી અને બીજા એ સારું એવું સોફ્ટવેર બનાવીને ઇન્સ્ટોલ કર્યું. આજે દેશમાં સોફ્ટવેર સરકારના હેડ બનીને આજે આ થનાર અદભુત અને હાલ સુધીની પ્રથમ અને એક માત્ર એવી સાયબોર્ગ અને રોબોટની પ્રથમ મેરીજને હું કાયદાકીય સમંતિં અર્પુ છું અને એ સાથે નવા કાયદાની ઘોષણા કરું છું. દેશનાં તમામ સાયબોર્ગ અને રોબોટને એકબીજાના જીવનસાથી બનવાની ઈચ્છાને સન્માન અર્પુ છુ. ધન્યવાદ."

સ્પીચ પૂરી થતાં જ પેલા આંટી જેવા દેખાતા લેડી, લેડી રોબો ચાર્જ સ્ટેશન પોઇન્ટ શોધવા લાગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy