પાંખો
પાંખો


અભિલાષા એક દિવસ સવારે ન્યુઝ પેપર વાંચી રહી હતી, તેમાં તેણે એક જાહેરાત જોઈ, જેમાં લખેલ હતું કે, “શું તમારામાં ટેલેન્ટ છે…? શું તમે સુંદર સ્વરૂપ ધરાવો છો, તો આજે જ તમારું નામ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત મિસ. ગુજરાત સ્પર્ધા માટે રજીસ્ટર કરવો….!” - આ વાંચી જાણે અભિલાષાને પોતાના જોયેલા સપના પુરા કરવા માટે પાંખો મળી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, આથી અભિલાષાએ આ સ્પર્ધા માટે પોતાનું નામ રજીસ્ટર કર્યુ, જેની ઘરે કોઈને જાણ કરી નહીં, ત્યારબાદ અભિલાષાએ પોતાનું અભિનેત્રી બનવાનું સપનું પૂરું કરવા માટે દિવસ-રાત મહેનત કરવાનું શરૂ કરી દીધું, પરંતુ આ બાબતની તેના પરિવારને જાણ થતાં તેને ખુબજ ઠપકો સાંભળવાનો વારો આવ્યો, આથી અભિલાષાએ વિચાર્યુ કે મારા પરિવારજનો મારૂ સપનું પૂરું કરવામાં અડચણ રૂપ થાય છે,આથી અભિલાષા એક દિવસ કોઈને કંઈપણ કહ્યાં વગર ઘર છોડીને જતી રહી…
હવે શરૂઆત હતી તેના સપનાઓને પાંખ મળવાની. એકબાજુ ઘરમાં આમ અચાનક જવાથી હાહાકાર મચી ગયો છે."કેમ તમારાથી આટલું પણ ધ્યાન ના રહ્યું આપણે ત્યાં કોઈ વાતની કમી હતી કે આમ એ જતી રહી" સમાજમાં ચાર માણસ વચ્ચે ઉભા રહેવા યોગ્ય પણ ના રાખ્યા આ છોકરીએ ...!
અને બીજી બાજું અભિલાષા પહોંચી ઓડીશનમાં અને સિલેક્ટ પણ થઈ ગઈ, પણ ખરો ખેલ હવે શરુ થવાનો હતો તેની પાસેની બચત બધી પુરી થઈ ગઈ હવે કરે તો પણ શું કરે?. ઘરે જવું તો અશક્ય હતું.
ત્યાં પાછળથી કોઈનો અવાજ આવ્યો.
અભય: હાઈ માય સેલ્ફ અભય
વોટ્સ યોર નેમ ?
અભિલાષા..
અભય; લાગે છે તમે તો સિલેક્ટ થઈ ગયા ઓડિશન માં.
અભિલાષા: થેંકયુ હવે જોઈએ જે થાય તે.. તમે અહી ઓડિશન માટે આવેલા??
અભય : ના હું એ પિક્ચરનો લેખક છું મારી પહેલી સ્ટોરી ઐક પિક્ચર બનવા જઈ રહી છે અને મારા આલેખન એ કીરદાર માટે આપ યોગ્ય છો.
અભિલાષા: ધન્યવાદ જો એવું હશે તો મારું અભિનેત્રી બનવાનું સપનું પુરૂ થશે..
અભય: જી ઓલ ધ બેસ્ટ
અભિલાષા: ધન્યવાદ. ..
થોડીવાર પછી સમય આવે છે ઓડિશન ના પરિણામ જાહેર થવાનો અને અભિલાષા સિલેક્ટ થઈ જાય છે.
ત્યારબાદક પછી એક સફળતા મળતી જાય છે. આજ એ વાતને પાંચ વરસ વિતી જાય છે ..
બેસ્ટએક્ટ્રેસ એવોર્ડ ગોઝ ટુ અભિલાષા ...
અભિલાષા; આજથી પાંચ વરસ પહેલા મે આ ફિલ્મ જગતની દુનિયામાં પગ મુક્યો અને કહેવાય છે ને જયાં પોતાના એસાથ છોડી દીધો ત્યારે એક અજાણ્યા શખ્સ સાથે મારી મુલાકાત થઈ. જયારે હું અહી આવી ત્યારે માત્ર અને માત્ર મારા સપના જ સાથે હતાં .પરંતુ એ શખ્સ એ મારા સપનાને પાંખો આપી, મારા સુખ અને દુઃખમાં મારો સહારો બન્યા ,એક મિત્રની સાથે સાથે એક સારા લેખક એક જવાબદાર પતિ બન્યા. મારી દરેક પરિસ્થિતિ માં મને સંભાળી ખરેખર મને મળેલા આ એવોર્ડ ના સાચા હકદાર તે છે. ખુબ ખુબ આભાર. તાળીઓના ગણગણાટ સાથે આખો હોલ ગુંજી ઉઠે છે.
સમારંભ પુર્ણ કરી તેઓ ઘરે આવે છે.
અભિલાષા: ખબર છે અભય આજ જિંદગીનો સૌથી વધુ ખુશાલીનો દિવસ છે
અભય ; હા
અભિલાષા: જયારે "હું મારા સપનાને લીધે મારા પોતાના લોકોને છોડીને આવી કેટલી સ્વાર્થી હતી ને હું?" મારા સપના પાછળ અને અહી આવી પણ કેવી રીતે ના કોઇની ઓળખાણ કે ના કશું બસ નીકળી હતી મારા સપના માટે. પણ મારી આ જિંદગીમાં તમે ભગવાન બનીને આવ્યા મેં તો બસ એક સપનું જોયેલું તમે તેને પુરુ કરવા દિવસ રાત એક કરી નાખ્યા. જો તે દિવસ તમે ના હોત તો મારુ તે ઓડીશનમાં સિલેક્ટ થવું અશક્ય હતું. મે જોયેલું તમે મારા માટે કરેલી એ રિકવેસટ અને પછી ફરી થયેલું મારુ મારુ ઓડિશન બાકી હું કયાં કોઈના ધ્યાનમાં હતી.
ખરેખર હું બહું નસીબદાર છું.
કેમકે દરેક સપનાઓ મે જોયા અને તેને પુરા કરનાર તમે હતા.
અભય : એવું કશુ નહી મે ફકત તારી આવડત ને એક પ્લેટફોર્મ આપ્યું. આજના આ ખાસ દિવસ માટે તારા માટે એક ભેટ જરા દરવાજો ખોલી જો તો ખરા ત્યાં કોણ છે.?
(અભિલાષા દરવાજો ખોલે છે અને સાથે ખુશીના આસું થી આંખો છલકાઈ જાય છે. )
મમ્મી -પપ્પા તમે અને ચુટકી તું..!
હા બેટા અમે લોકો અમને માફ કરી દે .અમે તારા સપના પૂરા કરવા ને બદલે તને ઠપકો આપ્યો તને સાથ ના આપ્યો. આભયકુમાર ઘરે આવ્યા અને તારી આ સફર વિશે વાત કરી ખરેખર તારી મહેનત રંગ લાવી.
અભિલાષા: મને માફ કરી દો હુ મારા સપનાઓ પાછળ એટલી સ્વાર્થી બની ગઈ. ..
અભય : હવે આપણે એ બધુ ભુલી આજના દિવસની ઉજવણી કરીએ....
લેટ્સ ટેક ફેમિલી સેલ્ફી
સ્માઈલ
સફરમા જો સારો હમસફર મળે તો મંજિલ સુધી પહોંચવા પાંખો મળે સફરને એક ખુબસુરત રાહ મળે.