તાકાત કે કમજોરી
તાકાત કે કમજોરી
દરરોજ નવો દિવસ કયારેક નવા ચેલેન્જ લઈને આવે છે અથવા કયારેક કંઈ આશાઓ કયારેક સપનાઓ પુર્ણ થતા દેખાય છે તો કયારેક સપનાઓ માટે સંઘર્ષ સમો દિવસ જાય છે અને આવા દરેક પળમાં કોઈ ને કોઈ વ્યકિત સાથે હોય છે. કયારેક મિત્ર તો કયારેક પરિવાર રૂપે તેનો સાથ સદા સાલતો રહે છે.
કોઈ આપણી તાકાત બનીને આવે છે જેમકે કોઈ કામ કરતાં આપણે કંટાળી ગયા હોય અથવા કોઈ કામ આપણે અશક્ય લાગતું હોય ત્યારે તે વ્યક્તિ કહે છે ના શું થાય અને કંઈ પણ અશક્ય નથી તું તારી હિંમત ખુદ બન દરેક કામ શકય છે હું તારી સાથે હંમેશા છું અને જે થશે તે જોયું જાશે તું પ્રયત્ન તો કર. જે હંમેશા આપણી તાકાત અને ઢાલ બનીને સાથે રહે છે અને આપણી દુનિયામાં રહેતા સહેતા લડતા અને જીવતા શીખવી દે છે.
બીજા આપણી કમજોરી હોય છે જે કહે આ તારાથી નહી થાય તો છોડી દે. તું એ મારા પર છોડી દે હું છું ને હું બધુ મેનેજ કરી લઇશ આ વ્યક્તિ આપણી સાથે તો હંમેશા હોય છે પણ આપણી કમજોરી તરીકે ..
જરૂરીયાત બંનેની છે પણ જે આપણી તાકાત બને તેને ઓળખતા શીખો કેમકે તે એવી વ્યક્તિ હશે જે હંમેશા તમારી સફળતા જોવા ઇચ્છતા હશે.