ઓગળી જવાનો અહેસાસ
ઓગળી જવાનો અહેસાસ
આપણને જયારે કોઈ અનન્ય, નિઃસ્વાર્થ, સતત ચાહવાવાળું મળે. કોઈપણ શરત વગરનો પ્રેમ અને આપણે જેવા છીએ, તેવા સ્વીકારે. આ લાગણીના દરિયામાં નદીની જેમ ઓગળી જવાનો અહેસાસ, કોઈના પ્રેમમાં તણાવાનો અહેસાસ. દિલ તો એવું પાગલ થાય, કે આપણને પ્રિયજન સિવાય કાંઈ જ ન સૂઝે. પ્રેમનો અહેસાસ, વિરહનો અહેસાસ, લાગણીઓના ઘોડાપુરમાં ગાંડા બનીને વહેતા રહેવાનો અહેસાસ. કેવું કહેવાય ! કોઈ દિલ પર એવો કબ્જો જમાવી લે કે આપણે સાવ બદલાઈ જ જાય.
ભક્ત અને ભગવાનનો સંબંધ પણ આવો જ હશે ને ? ભગવાન ભક્તની અનન્ય ભક્તિથી ખેંચાઈને ભક્ત પાસે આવે છે કે ભક્ત ભગવાનની લાવણ્યમયી મૂર્તિમાં ભગવાનના ચૈતન્યરૂપ સાથે એકાકાર થઈ જાય છે. અનેરી ખુશી સાથે અદ્વૈતનો દ્વૈત સાથેનો અહેસાસ.
આપણને જયારે કોઈ અનન્ય, નિઃસ્વાર્થ, સતત ચાહવાવાળું મળે. કોઈપણ શરત વગરનો પ્રેમ અને આપણે જેવા છીએ, તેવા સ્વીકારે. આ લાગણીના દરિયામાં નદીની જેમ ઓગળી જવાનો અહેસાસ, કોઈના પ્રેમમાં તણાવાનો અહેસાસ. દિલ તો એવું પાગલ થાય, કે આપણને પ્રિયજન સિવાય કાંઈ જ ન સૂઝે. પ્રેમનો અહેસાસ, વિરહનો અહેસાસ, લાગણીઓના ઘોડાપુરમાં ગાંડા બનીને વહેતા રહેવાનો અહેસાસ. કેવું કહેવાય ! કોઈ દિલ પર એવો કબ્જો જમાવી લે કે આપણે સાવ બદલાઈ જ જાય.
ભક્ત અને ભગવાનનો સંબંધ પણ આવો જ હશે ને? ભગવાન ભક્તની અનન્ય ભક્તિથી ખેંચાઈને ભક્ત પાસે આવે છે કે ભક્ત ભગવાનની લાવણ્યમયી મૂર્તિમાં ભગવાનના ચૈતન્યરૂપ સાથે એકાકાર થઈ જાય છે. અનેરી ખુશી સાથે અદ્વૈતનો દ્વૈત સાથેનો અહેસાસ.