નારી તું નારાયણી
નારી તું નારાયણી


એ તારા પ્રેમમાં ભીંજાઈ ગઈ છે ! એને તારી જોડે લગ્ન કરવાની જરૂર શી હતી ? છતાં એને તારા જીવનમાં આવવાનું સ્વીકાર્યું. તને એ પ્રેમ આપવા માટે આવી હતી, અને તે નિઃસ્વાર્થ તને પ્રેમ કરવા લાગી, એને તને એટલું આપી દીધું કે તે તારા પર આંધળો વિશ્વાસ કરવા લાગી. તારા નામનું સિંદૂર તેની માંગમાં ભરી દીધું. એને તને રુદિયાની નજીક મંગળસૂત્રમાં લગાવી દિઘો. એની બંગડીઓની ખનકારમાં તને ભેરવી દીધો, તે ઝાંઝરના ઝંકારમાં તારો રણકાર સાંભળતી રહી !
જો એ ઇચ્છત તો, તે પોતાને છૂટકારો આપી શકત. પણ નહીં તેને તારા હાથની કઠપૂતળી બની રેહવવાનું પસંદ કર્યું. તે જે પહેરાવ્યું તે પહેર્યું, તે જે બતાવ્યું તે તેણે જોયું તેં કહ્યું ઊભી થા તો ઊભી થઈ, તે કહયું બેસી જા તો તે બેસી ગઈ, તે કહ્યું ઝૂકી જા તો ઝૂકી ગઈ, તે જે સમયે જે તે કીધું તે કર્યું, તે જેમ નચાવી તેમ તે નાચી, તે તારી પસંદ-નાપસંદને પણ "હા" ની મોહર મારતી ગઈ. તે તારા પરિવારમાં દૂધમાં સાકર ભળે એમ ભળતી ગઈ.
તેના પ્રેમમાં કોઈ બંધન કે કોઈ શરત ન હતી માત્ર ને માત્ર પ્રેમ જ હતો, તું જ્યારે વાત વાત પર એની પર ચિડાયો તો પણ તને જ પ્રેમ કરતી રહી, તું એની તુલના બીજા સાથે કરી. છતાં એનો પ્રેમ ડગ્યો નહીં તારા માટે. બીજાની પ્રશંસા ત્યારે પણ તેનો પ્રેમ અકબંધ રહ્યો, તેની અવગણ્યા કરી છતાં પણ તે તારા પ્રેમમાં વિટળાતી ગઈ ! એ પત્નીમાંથી "મા" બની તોય એના પ્રેમમાં ઓટ ન આવી, નિર્મળ સ્વચ્છ પાણીની જેમ એનો પ્રેમ તારા સંસારમાં વહેતો જ ગયો વહેતો જ ગયો.
આજે પણ તેનો પ્રેમ જીવંત છે, તેની આશા હજી પણ શ્વાસ લે છે ! કે તું પણ તેને નિસ્વાર્થ સ્નેહ કરીશ.
કોઈ દિવસ તું નિશ્ચિતપણે તેને બહુપાસ મા જકડી લઈશ, અને તું લાચારીથી નહી અભિમાન સાથે દુનિયાની સામે વટથી કહીશ. કે એજ મારી માન્યતા છે, તે મારા અસ્તિત્વની ઓળખ છે, તેના વિના હું અધૂરો છું. એને મારા જીવનમાં રાખવી એ જ મારું નસીબ છે. એ કોઈની દીકરી એ કોઈની પત્ની
એ કોઈની "મા" કોઈની સાસુ પણ છે છતાં એનો પ્રેમ તારા પ્રત્યે અડગજ છે.