નારી એટલે
નારી એટલે


નારી એટલે...
અંગ ચાલે છે ત્યાં સુધીનો અભિનય છે.. એનો...
પછી ક્યાં સમય છે એનો?
રહે.. છે... નિર્ભર..
સામેનાં... પાત્રોના અભિનય પર.. જીવન એનું..
થાય છે જતન... કે થાય છે વેરવિખેર જીવન એનું..?
નારી એટલે...
જે ફકત અને ફકત તમારા માટે તૈયાર થાય અને "આજે ખૂબ જ સુંદર લાગે છે" એવા એક વાકયની આશમાં તૈયાર થઈને તમારી આસપાસ કોઈપણ અર્થહીન વાતો કરે...!
નારી એટલે...
જેની સવાર પોતાના માટે નહીં, પણ તમારા માટે થાય...
જેના રાતોના ઉજાગરા અને આંખો નીચેના કુંડાળા તમારા માટે થાય...!
નારી એટલે...
પોતે સાચી છે, એ જાણતી હોવા છતાં
થોડાક વિરોધ પછી બધું જ ચૂપચાપ સહન કરતી જાય...!
નારી એટલે...
નાનપણમાં અને યુવાનીમાં જોયેલા
અઢળક સપનાઓના ફૂગ્ગાને 'મેરેજ' નામની
એક જ ટાંકણીથી ફોડી નાંખે....!
નારી એટલે...
જે તમને તમારી જાત કરતાં પણ વધુ સમજે,
છતાં પણ "તું મને સમજતી જ નથી,"
કે પછી, "તું મને કયારેય નહીં સમજે" એવા
વાકયો રોજ ભાવશૂન્ય ચહેરે સાંભળી લે...!
નારી એટલે...
જેને તમારા સિવાય કોઈ જ પુરુષ મિત્ર ના હોવો જોઈએ, ભલે તમારે મહિલા મિત્રો હોય...!
નારી એટલે...
સવારનું એલાર્મ અને રાતનો નાઈટ લેમ્પ...
વહેલી સવારનું ટિફીન ને અંતે દરવાજાનું તાળું....!
નારી એટલે...
બાળકની ટીચરથી લઈને તમારી શુભચિંતક, આખા ઘરનું બધું જ સંભાળીને આખરે, "તારે તો આખો દિવસ મોબાઈલ પર જ હોય" એમ સાંભળનારી...!
નારી એટલે...
એને બીમાર પડવાની, થાકવાની કે દુઃખી દેખાવાની સખ્ત મનાઈ છે તે...!
નારી એટલે...
આપણે ખોટા હોવા છતાં આપણો પક્ષ લેનારી...!
નારી એટલે...
વગર વાંકે પિયરના લોકો વિષે ખરાબ સાંભળનારી...!
નારી એટલે...
આપણે ને ખુશ જોવા, રડવાનું છૂપાવીને
ખોટું હસનારી...!
પરંતુ....
નારી એટલે...
આપણા જીવનમાં રહેલ એક દૈવી તત્વ.