મમતા
મમતા
મમતા ક્લિનિક "ઈન વિટ્રો ફર્ટિલાઈજેશન" (IVF) ના સર્વેસર્વા કુમારી ડોક્ટર સોનલ વાનખેડે,આજે ટેન્શનમાં હતા,કારણકે પેશન્ટ સાથે ડોક્ટરનો વિશેષ નાતો હતો, તેઓ વારે વારે રૂમ નંબર ૪૩૫ના પેશન્ટના રીપોર્ટ્સ અને ટ્રીટમેંટ મોનીટર કરી રહ્યા હતા. એક એક મિનિટ ડોક્ટર સોનલ માટે અહમ હોય તેમ લાગતું હતું અને તેઓ કોઈ ઓપ્શન છોડવા માંગતા ન હતા.
રૂમ નંબર ૪૩૫ના પેશન્ટ રેશ્માનો જીવનદીપ ધીમે ધીમે બુઝાઈ રહ્યો હતો. બ્લડ પ્રેસર અનિયમિત હતું. હાર્ટ રૅઈટ ઘટતા જતા હતા. માત્ર દસ-બાર દિવસમાં જ ક્ષીણ થયેલી કાયા જાણે ચેતન વિહિન લાકડું થઈ ગઈ હતી. હાથ પગમાં ચેતન નહિવત હતું, શરીરની ઉષ્મા ઘટતી જતી હતી. છેલ્લા ત્રણ દિવસથી આવી સ્થિતિ હોવા છતાં કોઈ પરિબળે એને જીવંત રાખી હતી. જીવા દોરી તૂટી ન હતી. સોનલ એનો હાથ પોતાના હાથમાં રાખીને એના બૅડ પર બેઠી ગીતાના પાઠ વાંચી, રેશ્માના શાંતીપૂર્વક દેહવિલય માટે પ્રાર્થના કરતી હતી.
રેશ્માની આખા દિવસની બંધ રહેતી આંખો જરા વાર ખૂલતી સિલિંગને તાકતી. અને જરા હોઠ ફફડતા. બીજા કોઈને સમજાતું નહીં કે રેશ્મા શું બોલે છે કે કહેવા માંગે છે, પણ સોનલ અને ડૉક્ટર મુન્શી તો જાણતા હતા કે રેશ્મા શું ચાહે છે.
'ઈઝ એની બડી કૅઈમ ટુ સી મી. ? ' ક્યારેક એ પૂછતી 'સોનું, કોઈ આવ્યું ?' સોનલની આંખમાંથી બે ગરમ ટીપાં રેશ્માના હાથ પર પડતા. રેશ્માને તેથી ઉત્તર મળી જતો અને તે ફરી ઘેનમાં સરી પડતી.
રેશ્મા અને સોનલ કૉલેજકાળથી ખાસ મિત્ર. સુખ દુઃખના ભાગીદાર. રેશ્માએ "સોનલ"ને 'સોનું' બનાવી. મેડિકલ કોલેજના આ સહપાઠીની જોડી અતૂટ હતી. જાણે બે વ્યક્તિત્વ પણ આત્મા એક, રેશ્માને તાવ આવે તો સોનલને પરેશાની, અને સોનલને જો કઈ વાગે તે રેશ્મા પરેશાન થાય, આવી બેમિસાલ જોડી હતી.
રેશ્માએ તેર બાળકોને જન્મ આપ્યો હતો. છેલ્લે જયારે એણે, પંચાવન વર્ષની ઉમ્મરે ટ્વિન્સને જન્મ આપ્યો ત્યારે રેશમાને સિઝેરિયન કરવું પડ્યું હતું. આ તેની જિંદગીનું ચોથી વારનું સિઝેરિયન હતું. અને ઉપરા ઉપરી પ્રેગનન્સીથી તેના ગર્ભાશયની દિવાલ અત્યંત પાતળી થયેલી, અને તેથી દિવાલોમાં અનેક જગ્યાએ. પ્રેગનન્સી દરમ્યાન છુટા છવાયા રપ્ચર થતાં. આ વખતે ઘણું લોહી વહી ગયું હતું. ઈન હાઉસ ડોક્ટર મુન્શીએ બનતા બધા પ્રયાસો કર્યા હતા. પણ સફળતાની શક્યતા નહોતી જણાતી. આશ્ચર્યતો એ વાતનું કે, રેશ્માનો તરત જ જીવન સમાપ્ત થવાની ધારણા હતી,પણ કોઈ અગમ્ય કારણે તે ટકી રહ્યું હતું. સંપૂર્ણ કૉમા પણ ન કહેવાય અને સભાન પણ નહીં તેવી રેશમની હાલત હતી. ડોક્ટર મુન્શી લગભગ દર કલાકે આઈ.સી.યુ માં આંટો મારતા. અત્યારે તેઓ હોસ્પિટલમાં આજે સવારેજ અમેરિકાથી રેશ્માની ટ્રીટમેન્ટ બોલાવેલા યુવાન OB-GYN સર્જન ડૉક્ટર રોહનને સાથે લાવ્યા હતા.
'ડોક્ટર રોહન, ધીસ ઈઝ રેશ્મા એન્ડ હર ફ્રેન્ડ સોનલ, (CMO) સિનિયર ગાયનેક ઓફ અવર ક્લિનિક, શી વોંટ્સ યોર એક્સપરટાઈઝ. ડોક્ટર મુન્શીએ ઓળખાણ કરાવી અને રેશ્માના કેસની વિગતો સમજાવી. વાત ચાલતી હતીને રેશ્મામાં ક્ષણિક ચેતનાનો સંચાર થયો. મહાપરાણે ગણગણાટ થયો. આગંતુક ડોક્ટર રોહનને કંઈ સમજાયું નહીં. એમણે સોનલના સામે પ્રશ્નાર્થ નજર નાંખી.
"ડૉક્ટર, રોહન પેશન્ટ એના એકાદ સંતાનને જોવા જંખે છે. તેની હમેશા એવી ઈચ્છા હતી કે એના અંત સમયે એકાદ સંતાન સાથે હોય અને એનો હાથ પકડે. અચાનક જ આ પરિસ્થિતિ ઊભી થઈ. કોઈની ભાળ મળતી નથી. ગયે અઠવાડિયે તેને જ્ન્મ આપેલ ટ્વિન્સ છોકરીઓને તેના પિતા લઈને નીકળી ગયા હતા "ડોક્ટર રોહન મૂંઝાતો હતો. ડૉક્ટર સોનલે ખુલાસો કર્યો. 'રેશ્મા ઈઝ સરોગેટ મધર બાય પ્રોફેશન'. એની સરોગેટ મધર તરીકેની આ નવમી પ્રેગનન્સી હતી. મારી મેડિકલ સલાહની અવગણના કરીને એણે આ વખતે સરોગેટ થવાનું સ્વીકાર્યું હતું. આત્યાર સુધીમાં એની નવ પ્રેગનન્સી દરમ્યાન એણે ચાર વાર ટ્વિન્સને જન્મ આપ્યો છે.'
તાજેતરની 'છેલ્લી પ્રેગનન્સી દરમ્યાન જ્યારે ખબર પડી કે બે બાળકી છે ત્યારે દંપતિ સાથે ડૉકટર મુન્શીની હાજરીમાં રેશ્માએ એક બાળકીને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ નિ:સંતાન દંપતીને તો એક સંતાન જીવનના સહારા માટે જોઈતું હતું તે તેઓને મળતું હતું, તેથી એ દંપતી એ રાજીખુશીથી હા પણ કહી હતી. પણ હાલમાં મરણ પથારીએ પડેલી રેશ્માને બાળકી આપવાનો કોઈ અર્થ ન હતો. એટલે ટ્વિન્સનો બાપ, થેન્ક્સ અને ગેટ વેલ સૂનની શુભેછાનો કાર્ડ મૂકી, બંને દીકરીઓને લઈને ચાલ્યો ગયો.અને રેશ્માની હાલત વધારે નાજુક થતી જતી હતી..
હાવ યૂ નો હર ?. '
આપણે જરા દૂર સોફા પર બેસીએ તો કેવું ? ડોક્ટર રોહનને રસ પડ્યો. એણે સોફા પાસે સ્ટૂલ ખેંચી. ડૉકટર સોનલને સોફા ઉપર બેસવા કહ્યું. પોતે સ્ટૂલ ઉપર બેસી રેશ્માના કેસ પેપર્સ જોતા જોતા, ડોક્ટર સોનલને કહ્યું "કહો ડોક્ટર શું કહેવાના હતા".
'અમારી મૈત્રી ગર્લ્સ સ્કૂલમાં થઈ હતી. એ હોસ્ટેલની મારી રૂમ પાર્ટનર હતી. એ દસેક વરસની હશે ત્યારે તે સિંગાપોરથી અહી તેના પિતા સાથે આવી હતી. તેના પિતાએ તેની માં અને પિતા બંનેનો પ્યાર આપી, તેનો ઉછેર કર્યો હતો. તે ભણવામાં ઘણીજ તેજ હતી. અહી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં અમો બંનેને સાથે એડમિશન મળ્યું હતું. અને કોલેજમાં પણ મારી રૂમ પાર્ટનર બની. ઓહ, એક ઘટનાએ આ દિલોજાન મિત્રોને વિખૂટા પડ્યા, રેશ્મા બીજા સેમેસ્ટર પછી તે તેનો અભ્યાસ ચાલુ રાખી ના શકી, તેનના પિતાએ શેર બજારમાં મોટી ખોટ જવાથી આપઘાત કરતાં અધવચ્ચે મેડિકલનો અભ્યાસ છોડી, તેણે નર્સીંગ જોઈન કર્યું. અમે ભલે હવે રૂમ પાર્ટનર ન રહયા પણ અમારી મિત્રતા અતૂટ હતી.
વાર તહેવારે અને રજાઓમાં અમે અચૂક મળતા, હું ગ્રેજુએશન પછી હું પીજી માટે ઈંગલેંડ ગઈ અને તેણે અહી સિવિલ હોસ્પિટલમાં નોકરી જોઈન કરી. હું પીજી કરી પાછી ઈન્ડિયા આવી અને મારી પોતાની ફર્ટિલિટી હોસ્પિટલ મુંબઈમાં ચાલુ કરી. મને મારી દોડધામવાળી જિંદગીમાં તેનો ખરો સહારો હતો, મારી પહોંચથી સિવિલ હોસ્પિટલની નોકરીમાં એને શક્ય એટલા લાભો અપાવતી.
એક દિવસ મારી હોસ્પિટલમાં અહી મુંબઈ "યુ એસ કોન્સોલેટમાં" નોકરી કરતું હતું તે એક દંપતી, ટ્રીટમેંટ માટે આવ્યું, મિસીસ મારિયા હાઉસ વાઈફ હતી અને મિસ્ટર જોહન સ્મિથ કોન્સોલેટમાં અધિકારીની નોકરી કરતાં હતા.બંને ચાળીસીમાં હતા, અને ફોર્ટમાં એક ફ્લેટમાં ભાડે રહેતા હતા. મેડિકલ રિપોર્ટ્સ અને અન્ય તપાસના અંતે જણાયું કે મિસીસ મરિયાની ફેલોપીન ટ્યૂબ બ્લોક હતી અને તેથી તેનું માં બનવું શક્ય નહતું.
યુગલ બહુજ નિરાશ થયેલું જોઈ, મેં ઉપાયના ભાગ રૂપે સરોગસીના ઓપશનની વાત કરી. લગભગ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય. અને એટલા નાણાની સગવડ જોહન પાસે નહતી. ઘણી એજન્સીમાં ઓછા ખર્ચ માટે તપાસ કરી. બધે જ નિષ્ફળતા મળી. મે અને જોહને આખરી ઉપાય માટે મારિયાને કોઈ બાળક દત્તક લેવાનું દબાણ કર્યું, પણ મારિયા તે માટે તૈયાર નહતી. તેને તો જોહનનું જ બાળક જોઈતું હતું. મે આ વાત રેશ્માને શેર કરી, અને રેશ્મા એ કહ્યું કે જો કોઈને મદદ રૂપ થઈ શકું તો, હું જરૂર મદદ કરીશ, અને આખરે તે જોહનના બાળકની સરોગેટમાં બનવા તૈયાર થઈ …. મારિયા અને જોહન એ માટે રાજી થતાં એણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. મહિના માટે બ્રેસ્ટ ફીડિંગ પણ કરાવ્યું…અને સ્મિથ ફેમેલીને કોઈપણ આર્થિક વળતર વગર અમૂલ્ય ભેટ આપી. સાડા નવ મહિના પોતાના ગર્ભમાં પોષાયલા બાળકને કઠણ હૈયે મારિયાના ખોળામાં મૂક્યું. તે પછી રેશ્મા બે મહિના માટે રોજ એ બાળકને રમાડવા જતી. મારિયા અને જોહનને બાળક સાથે રેશ્મા વધુ "મમતા" બંધાય તે કદાચ યોગ્ય લાગ્યું ન હોય કે કદાચ બીજું કારણ પણ હોય, કોઈને પણ કહ્યા વગર એક દિવસ એકાએક જોહને એની જોબ છોડી અને ભાડાનો એપાર્ટમેન્ટ છોડી અમેરિકા જતાં રહ્યા.
રેશ્મા આ બીના પછી માનસિક રીતે ભાંગી પડી હતી. તેને ડિપ્રેશનમાં આવેલી જોઈ મે તેનું કાઉન્સિલિંગ કર્યું, ને માનસિક સમજણ આપી કે ઉદરમાં પોષાતા (IVF) બાળક સાથે અંગત લાગણીને કેવી રીતે અલગ રાખવી તથા આવા સમયે તેની તંદુરસ્તી માટે કઈ કાળજી રાખવી એની ખાસ 'થેરાપી'ની ભલામણ કરી.
સમય જતાં રેશ્માને સરોગસીના આર્થિક લાભો પણ જણાયા. અને વખત જતાં તેને બીજા એક દંપતિ માટે સરોગેટ થવા સમજાવી. આ વાર એને ત્રીસ હજાર ડોલર મળ્યા. બસ આ એને ફાવી ગયું. ગમી ગયું. સરોગેટ મધરહુડ એ એનો પ્રોફેશન બની ગયો. એને પુરુષસંગની કોઈ ઈચ્છા ન હતી. એ કહેતી જિંદગીભર પરસેવો પાડી ઉછેર કરેલા સંતાનની ઘડપણે લાત ખાવી તેના કરતાં ગર્ભાવસ્થામાં શરીર સાથે જોડાયલા બાળકની લાત ખાવામાં ખોટ નથી.
છેલ્લા બે વર્ષથી એવી વાત કરતી હતી કે આખી જિંદગી મારી વીતવા આવી, મા ની "મમતા" શું છે ? હવે જેમ સમય વીતે છે તેમ મને જણાય છે. તે હમેશા કહેતી સોનલ મારા ગર્ભમાં રહેલું એકાદ બાળક મારા મૃત્યુ સમયે હાજર હોય કેવું સારું. મને તેની અભિલાષા છે.
પાંચ વર્ષ પહેલાની વાત છે. એક ફ્રેન્ચ મોડેલ અને એના પતિને બાળક જોઈતું હતું. પણ ગર્ભાવસ્થા સ્વીકાર્ય ન હતી. રેશ્માએ એને સરોગસી દ્વારા સુંદર છોકરાની ભેટ આપી. એને એક લાખ ડોલર મળ્યા. ત્યાર પછી એણે મારી સલાહ ને અનુસરી સરોગેટ થવાનું બંધ કર્યું.
પણ પ્રેઝંટ ડિલિવરીમાં અગાઉ જણાવ્યુ તેમ, તે ધનિક દંપતીને બાળકની ઈચ્છા હતી. તેઓએ પહેલા રેશ્માને મોટી રકમની લાલચ આપી. પણ તેને મારી આપેલી ચેતવણીથી ના કહી, આખરે તે દંપતીએ લાગણીનું કાર્ડ ચલાવ્યું, અને રેશ્મા પીગળી ગઈ, અને ડિલિવરી પછી રેશ્માની હાલની નાજુક તબિયતને જોઈ, "ગેટ વેલ સુન" નું કાર્ડ મૂકી બંને બાળકીઓને લઈ ચાલી ગયા.
હું લાચાર હતી, કારણકે રેશ્મા પાસે કે હોસ્પિટલ પાસે કોઈ લીગલ હક્ક કે એગ્રીમેંટ તો હતો નહીં, કે બેમાંથી એક બાળકીને હું રાખી શકું.
ડોક્ટર સોનલે મોનીટર ઉપર પલ્સ રેટ ધીમા પડતાં જોઈ વાત અધૂરી મૂકી રેશ્માને રેસ્પિરેટર ઉપર ટ્રાન્સફર કરવા માટે સૂચના આપી, અને ટ્રીટમેન્ટ ચાલુ કરી. રેશ્માની આંખ ખૂલી….વધુ પહોળી થઈ…એનો અવાજ હવે આશ્ચર્યજનક સ્પષ્ટ હતો….માય ચાઈલ્ડ… સોનલ બ્રિંગ હિમ નિયર મી.
ડૉક્ટર રોહને કહ્યું, અરે ડો.મુન્શી, આ સ્થિતિમાં કોઈની પાસે તેના સંતાનની ભૂમિકા ભજવાવીએ તો કેવું રહે ? હું ચોક્કસ માનું છે કે, આ હાલતમાં કોઈક પેશન્ટને એમ કહે કે હું તમારો દીકરો કે દીકરી છું, તો પેશન્ટ જરૂર શાંતિથી દેહ છોડશે.
મે એ પ્રયાસ પણ કરી જોયો હતો, સોનલે કહ્યું, પણ તેનાથી કોઈ ફરક ના પડ્યો.
શું હું એક વધારે પ્રયત્ન કરી શકું ?, યસ, યુ કેન ટ્રાય વન મોર ટાઈમ, સોનલે રિફ્લેક્શન આપ્યું !
ડૉક્ટર રોહને તેમનો ઓવર કોટ ઉતાર્યો અને સોફા ઉપર મૂક્યો, અને હાથમાં રહેલો મોબાઈલ તેણે ડોક્ટર સોનલને આપ્યો. અને ધીમા પગલે તેણે હળવેથી રેશ્માના બૅડ પર ડોક્ટર સોનલની જગ્યા લીધી. એક હાથ રેશ્માના કપાળ પર મૂક્યો. એક હાથમાં તેણે રેશ્માનો હાથ લીધો. ડોક્ટર રોહન એક અગમ્ય લાગણીનો સંચાર અનુભતા હોય તેમ તેમના ચહેરા ઉપરથી લાગતું હતું, ડોક્ટર સોનલ રોહનની ચેસ્ટાને અપલક નજરે નિહાળી રહ્યા હતા.
મૉમ. આઈ એમ યોર સન, 'રોહન', . મૉમ લૅસ્ટ ગો હૉમ….પ્લીજ ઓપન યોર આઈ, સી હું કેઈમ ટુ રિસીવ યુ, રોહન સ્મિથ, બીજીવારના 'રોહન સ્મિથ' ના પોકારથી, એક ક્ષણ…બે ક્ષણમાં..રેશ્માની આંખ અને શ્વાસની રફતારમાં સંચાર થયો તે નોર્મલ થતાં ગયા, જાણે કોઈ સ્ટેરોઈડનો ડોઝ ના લીધો હોય ? અને બીજી ક્ષણે મોનીટર ઉપરનો ગ્રાફ નોર્મલ થતો જણાયો.
ડૉક્ટર રોહનને માટે આ માત્ર, એક માનવિય સાહજિક પ્રયાસ જ હતો. ડૉક્ટર રોહનને પોતાને પણ ક્યાં ખબર હતી કે પોતે મારિયા સ્મિથના પેટમાં નહીં પણ તે કોઈ બીજી માના ગર્ભમાં ઉછર્યો હતો. એના અમેરિકન માતા પિતાએ રોહનને કદીયે વાત ન્હોતી કરી કે, તેણે સાડા નવ મહિના માટે વગર ભાડાની રેશ્માની કોખમાં આશરો લઈ મુંબઈમાં જન્મ લીધો હતો.
એવામાં ડોકટર રોહનના મોબાઈલની રિંગ એક્ટિવ થઈ, ફોન સાઈલેન્ટ મોડમાં હતો એટલે પહેલા ડોક્ટર સોનલને ખ્યાલ ન રહ્યો, પણ ફોન વાઈબ્રેટ થાતો હતો તો મોબાઈલના સ્ક્રીન ઉપર સેલફી જોઈ …. હળવેથી સોનલ ઊભી થઈ ને રોહનને ફોન આપ્યો, રોહન સમ વન ઈસ કોલિંગ ફ્રોમ યોર હોમ લેન્ડ, રોહન ફોન લઈ ને બહાર ગયા.
મારિયા - જોહન સાથે રોહનની સેલફી જોઈ,તે જાણી ચૂકી હતી કે રોહન, રેશ્માના પહેલા ખોળાનું સંતાન હતું. જ્યાં દવા કામ ના કરી ત્યાં દુઆ કામ કરતી જોઈ તે પરમ કૃપાળુનો આભાર માનતી હતી કે ડોક્ટર મુન્શીને રોહનને તેવું સૂઝાડયું, ડોક્ટર સોનલને હૈયે હવે સંતોષ હતો, તે રેશ્માની ઈચ્છા પૂરી કરી શકી હતી. ત્યાં ડોક્ટર મુન્શીએ સોનલને બહાર આવવા ઈશારો કર્યો અને તેઓ રેશ્માને એટેંડ કરવા તેના બેડ પાસે બેઠા.
બહાર આવી ને જુવે છે તો, ડોક્ટર રોહન રડતાં હતા, સોનલે તેના વાંસે હાથ ફેરવતા બોલ્યા, કંટ્રોલ યોર ઈમોશન યંગ બોય, ડોન્ટ વરી, અવર પેશન્ટ ઈસ આઉટ ઓફ ડેંજર, શી ઈસ રિકવરિંગ ફાસ્ટ. યુ હેવ ડન વનડરફૂલ જોબ, યુ બીકમ અ રિઝન ફોર સમ વન લાઈફ !
ઓહ નો મેડમ, આઈ એમ ડીપલી ગ્રીવડ ડ્યુ ટુ મ્સેજ રિસીવ્ડ ફ્રોમ માય ડેડ ફ્રોમ યુ એસ, ઈંફોર્મિંગ મી ફોર સેડ ડીમાઈસ ઓફ માય મોમ, શી વોન્ટ મી ટુ સી ઈન હર લાસ્ટ મોમેન્ટ, એન્ડ આઈ એમ નોટ અવૈલેબલ ધેર. આઈ વિલ નેવર ફોરગિવ માઈ સેલ્ફ. ડોક્ટર આઈ હેવ ટુ લીવ ઈન્ડિયા જસ્ટ નાવ.
ડોક્ટર સોનલ દિલના આવેગને થમવા મથતા હતા, આજે અહી ,રોહનને તેના રેશ્મા સાથેના લોહીના ખરા સબંધને માહિતગાર કરવામાં, પદવી ગ્રહણ વખતે લીધેલા દર્દીની અંગત વિગતના ગુપ્તતા સોગંદ આડે આવતા હતા. સોનલને ગળે ડૂમો ભરાઈ ચૂક્યો હતો. તેને લાગ્યું પરોપકારી રેશ્માનું જીવનજ દિવ્ય હતું, જેના થકી આજે તેની મમતા જીતી ગઈ. તેની આખરી ઈચ્છા પૂર થઈ હતી.
મમતા ક્લિનિકના રૂમ નબર ૪૩૫ ની બહાર ડોક્ટર રોહન સાથે ડોક્ટર સોનલ પણ ચોધાર આંસુએ રોતા હતા, હા પણ બંનેના આસુંના કારણ અલગ હતાં !
