મમ્મીને પત્ર
મમ્મીને પત્ર
રાજાવીર ભવન,
શેરી ન. ૩,
સુરેન્દ્રનગર ,
ગુજરાત - ૩૬૩૦૦૧.
તારીખ - ૨૨/૦૭/૨૦૨૦ .
મારી વહાલી મમ્મી,
જયારે આ પત્ર તને મળશે, તો પેલો વિચાર આવશે, કે આ કોણે લખ્યો હશે ? પત્ર, તે વળી, વોહટસએપ અને ફ્રી કોલિંગના સમયમાં ! પણ બસ આટલું વાંચતા જ તમે સમજી તો ગયા જ હશો કે, રોજ કઈ જુદું કરવાની ઈચ્છા ધરાવતી આ મારી દીકરીનો પત્ર છે. હા, મમ્મી બરાબર વિચારી રહ્યા છો,પત્ર લખવાની, અને વાંચવાની મજજાજ કંઇક જુદી છે. આજે અમદાવાદમાં આ ચોમાસાનો પહેલો વરસાદ પડ્યો. બાળકો વરસાદમાં પલળવા ઘરની બહાર નીકળ્યા.અને મને થયું ચાલ, માટીની મીઠી સોડમમાં, થોડી ચાની સુગંધ ભેળવ
ી, ભજીયાના સંગાથનો લ્હાવો લઈ લઈએ. બારીમાંથી વરસાદને નિહાળતા મને મારા નાનપણના સંસ્મરણો ભીંજવવા લાગ્યા. એ ગીતો વગાડીને પોળના બધા બાળકોને ભેગા કરી સાથે નાચવું. દાદા-દાદી, પપ્પા-મમ્મીને ઘરની અંદરથી ખેંચી લાવવાનું બધું જ યાદ આવતું હતું. જે હું મારા બાળકોને કહેતી હતી અને કહેતા- કહેતા હું આ સંસ્મરણોમાં તરબોળ થઇને હું તો ગાવા માંડી,
"આવ્યો રે,આવ્યો મેહુલો,
મન નો મોર કરે થનગનાટ.
આવ્યો રે,આવ્યો મેહુલો,
ગાજ્યો રે,ગાજ્યો બાળપણ.
આવ્યો રે,આવ્યો મેહુલો
લાવ્યો મીઠડી યાદો મેહુલો"
તમારી લાડકવાયી,
લી. મહેક પરવાની