Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Mahek Parwani

Children Stories Inspirational

4.3  

Mahek Parwani

Children Stories Inspirational

સકારાત્મક વિચારધારા

સકારાત્મક વિચારધારા

3 mins
169


ગઈ કાલે રાત્રે ફેસબુક પર આંગળીના ટેરવા ફેરવતા ફેરવતા જુના મિત્રો સાથે મુલાકાત થઈ. જુના મિત્રો મળતાજ એવું લાગતું હતું, જાણે થોડી વાર માટે સમય પાછો આવી ગયો છે. હવે તો ચેટિંગ જાણે રોજિંદી દિનચર્યાનો એક ભાગ બની ગયો હતો. ચેટિંગ કરતા કરતા વર્ષો પછી મુલાકાત ગોઠવાઈ. જે હવે ડેઈલી ડોઝ બની ગયો છે. પોતાની જવાબદારીમાંથી થોડોક સમય કાઢી ને બે પળ પોતાની મરજીથી જીવવાનો. પોતાની પસંદગીની વાતો કરવાનો. ઘણા વર્ષો પછી ઘડિયાળનાં ટકોરાની રાહ જોવાનો.

      હા, હું સંધ્યા અને સૌમ્યા સ્કૂલ લાઈફની બેસ્ટ ફ્રેંડ્સ. જેમાં સંધ્યા સ્કૂલ લાઈફથી જ પરફેકશનની આગ્રહી અને ચિંતામણી, અને સૌમ્યા જિંદગી ને જીવવાવાળી. દરેક મુશ્કેલીમાં પણ હોઠ પર સ્મિત હૈયામાં હામ અને મનમાં અખૂટ વિશ્વાસ. જાણે એક મિસાલ બસ, એની એજ કળાથી જાણે આસપાસસ નું દરેક વર્તુળ એનું પોતાનું બની જતું. હવે અમે ત્રણે નજીકના ગાર્ડન માં રોજ મળીએ. બાળકોને ટ્યૂશન મોકલી અમારી નિરાંતની પળોને માણીયે છીએ. પણ આજે રવિવારની રજા હોવાથી, બાળકો પણ સાથે આવ્યા હતા. સંધ્યા અને સૌમ્યા બંને ના છોકરાઓ વૃક્ષ પર ચઢ્યા ત્યારે સંધ્યાએ કહ્યું,"જોજે નીરવ પડી ના જાય." ત્યારે જ સૌમ્યાએ કહ્યું ધૈર્ય ને," જોજે બેટા ટાઈટ પકડજે." વાત એકજ છે. પરંતુ શબ્દોમાં કેટલો મોટો તફાવત. સંધ્યાના શબ્દોએ નીરવના મનમાં ડર પેદા કર્યો અને જયારે સૌમ્યાના શબ્દો ધૈર્ય ના મનમાં મક્કમતા ને જન્મ આપે છે. પરિણામ થોડીજ વાર માં નજરે પડે છે, કે નીરવ (સંધ્યાનો પુત્ર) વૃક્ષ પર થી નીચે પડ્યો.

હવે દરરોજ મુલાકાત થતા, પોતપોતાની વાતો શેર કરતા થઈ ગયા. એવું લાગતું હતું કે પાછલા દિવસો પાછા આવી ગયા છે. અમે ગઈ કલ ટ્રૂથ અને ડેર રમી રહ્યા હતા. રમતાં-રમતાં અમને જાણ થઈ કે દરેક એશો - આરામ હોવા છતાં સંધ્યા નું જીવન સુખમય નથી, ત્યાં થોડી અશાંતિ વર્તાતી હતી, પણ તેનું મૂળ કારણ તેનો ચિંતાગ્રસ્ત સ્વભાવ અને ડરામણો સ્વભાવ હતો. બીજી બાજુ સૌમ્ય એક સામાન્ય સ્કૂલમાં શિક્ષિકા હતી, મધ્યમવર્ગીય પણ પોતાની જિંદગીથી સંતુષ્ટ. તેથી સૌમ્યા સંદયા ને ખોટી ચિંતાઓ છોડીને જિંદગી જીવવાની સલાહ આપે છે નિયતિ તેનું કામ કરશે,આપણને જિંદગી જીવવા માટે મળી છે એને જીવો. હા, મુશ્કેલ ઘડીમાં પોતાની મહેનત, સમજ, અને પ્રાર્થનામાં શ્રધ્ધા રાખીને નિયતિ પણ બદલી શકાય છે. જે સૌમ્યા એક સરસ ઉધારણ દ્વારા સમજાવે છે." એક રાજા ને ત્યાં પુત્ર ન હતો. પુત્ર પ્રાપ્તિ માટે તે અનેક ઉપાય કરે છે. અંતે જ્યોતિષીની સલાહ મુજબ એક બાળકની બલિ ચઢાવવાના પરિણામ સ્વરૂપ પુત્ર પ્રાપ્તિની શક્યતા છે. આથી રાજા નગર માં ઢંઢેરો ફેરવે છે કે જો કોઈ પોતાનો પુત્ર બલિ ચઢાવવા આપે તો હું તેમને ખુબજ ધન આપીશ. પણ આવી અતુલ્ય વસ્તુ ધનના તોલે આવે ખરી? મજબૂરી માણસથી ગમે તે કરાવી શકે છે. એક દંપતી પાસે ખાવા માટે કશુ નથી આથી, તેઓ વિચારે છે. આમ પણ, ભૂખમરાથી એની મોત નક્કી છે. તેથી રાજા ને પુત્ર આપી ને ધન લઈ લઈએ અને સવારે આ મુજબ થાય છે. 

 આવતી કાલે તેની બલિ ચઢાવવાની છે. તેને સારા વસ્ત્રો સારું ખાન-પાન આપ્યા પછી એક ઓરડામાં એકલો મૂકવામાં આવે છે. એકલો ઓરડામાં તે ચાર નાના પથ્થર સાથે રમતાં-રમતાં ચાર પથ્થર મૂકી તેની કલ્પનામાં પાત્રો બનાવે છે, ઠીક એ જ સમયે દ્ર્શ્ય બારી બહારથી રાજા નિહાળે છે. જેમાં નું એક પાત્ર માતા-પિતા,(2) રાજા 3) તેના સગા સંબંધી, 4)ઈશ્વર 

   પહેલો પથ્થર ફેંકે છે માતા-પિતાના નામનો એવું વિચારી જેમને મને વેચી દીધો એ લોકો શું મને બચાવશે. 2)નગરનો રાજા જે પોતાના સ્વાર્થ ખાતર મારી બલિ ચઢાવશે એ કેવી રીતે બચાવશે?

3)સગા સંબંધીમાંથી તો કોઈ આવ્યું નથી. 4) ઈશ્વર ને બે હાથ જોડી પ્રાર્થના કરે છે કે મને બચાવી લે. એકાએક આખું દ્રશ્ય નિહાળ્યા બાદ રાજાનું મન પલટાઈ જાય છે વિચારે છે કે કાલે આની બલિ ને ચડાવ્યા બાદ શું ગેરંટી કે મને પુત્ર પ્રાપ્તિ થશે જ,અને જો પુત્ર પ્રાપ્તિ બાદ પુત્ર સપૂત હોય કે કપૂત,આથી આને જ પોતાનો પુત્ર બનાવી લઉં તો રાજાનો આ વિચાર એક રસ્તે ચાલતા ભિખારીને રાજકુમાર બનાવી દે છે. અને નિયતિ બદલાયી જાય છે. સાથે સાથે સંધ્યાની વિચારધારા પણ.

   હવે સંધ્યા પણ પોતાને મળેલી જિંદગીથી સંતુષ્ટ છે અને તેનું દાંપત્ય જીવન પણ સુખમય છે.

    નાના મોટા ખાડા તો દરેક સફરમાં રહેવાના. પડી જવાના ડરથી ડ્રાઈવિંગ છોડવાની જરૂર નથી, ડ્રાઈવિંગને વધુ સારી રીતે શીખવાની જરૂર છે.

    "પરિન્દે ગીરને કે ડર સે કભી ઉડાન ભરના નહીં છોડતે."


Rate this content
Log in