'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

મળવા જેવા માણસ 07

મળવા જેવા માણસ 07

2 mins
639


વાહનવ્યવહારમાં રથથી માંડીને રોકેટ સુધીની દુનિયા બાકસની છાપોમાં સમાયેલી હોય છે. ઓરકેસ્ટ્રાથી સુથારી -લુહારીકામના ઓજારો, ઈલેકટ્રોનિક ઉપકરણો, ટુલ્સ, ઘરવખરીનો સામાન, હથિયારો, યાત્રાધામો, પ્રવાસ સ્થળો, નદીઓ, પર્વતો, ગ્રહો, ઉપગ્રહો, બાગ-બગીચા, કાટર્ુન, ટારઝન, જેમ્સ જેમ્સ બોન્ડ, મીકી માઉસ, બ્રુસલી, ફેન્ટમ, એટલસ, રમત-ગમતનાં સાધનો અને જાહેરાતોનું જગત બાકસની છાપોમાં સમાયેલું છે. બાકસની છાપોમાં પણ માનવ સંસ્કૃતિની ઝલક પ્રત્યક્ષા થતી હોય છે. દસહજારથી પણ વધુ છાપોનો ખજાનો અહીં જોવા મળે છે.

આ ઉપરાંત તેઓ વ્યૂકાર્ડસ સંગ્રહ, બટન સંગ્રહ, અવનવા પથ્થરોનો સંગ્રહ પણ કરે છે. આ સંગ્રહની દુનિયા એક બેઠકે તો પૂરી જોઈ જ કેમ શકાય ? તેઓના જીવનની ફિલોસોફી છે કે, ’’કોઈની શ્રદ્વાને કદી તોડશો નહીં, તે પાપ છે. વાવેલું ઊગશે, ફેંકેલું ફોગટ જતું નથી. સારાં કાર્યો કરો, કારણ કે કુદરત તેની નોંધ લેતી હોય છે.’’ અને મૃત્યુ વિશે તેઓ કહે છે,


’ભલેને ન જાણે મરણ સમયે કોઈ મુજને,

ભલેને ના કહેતા વિબુધ-કવિ કે પંડિત ગયો,

અને છો એ કહેતા.. અક્કલહીણ મૂરખો મરી ગયો !

પરંતુ ઈચ્છું કે, જવ તન થકી પ્રાણ નીકળે,

બધાં શસ્ત્રાસ્ત્રો ને બખતર ધયાઁ હોય બદને,

ભરેલું હો આગે કદમ, નીરખે તે જન કહે,

સિપાહી કો’ સૂતો જીવનભર જુદ્ઘે ઝઘડીને!

આગળ તેઓ કહે છે, ’’મારા હાથમાં ચોક હોય અને પાટિયા પર લખતાં અને બોલતાં હું જિજ્ઞાસુઓની આંખોમાં જ્ઞાનનું આંજણ આંજતો હોઉં અને તેમની જ્ઞાનની ભૂખ ભાંગતાં ભાંગતાં જ મારું મૃત્યુ થાય એ મારા જીવનની ધન્ય પળ હશે.’’

જિંદગીના સારા અનુભવોને વારંવાર વાગોળી માર્ગદર્શક બનાવનારા અને ખરાબ અનુભવોને ખંખેરીને... ચાલ્યા કરે તેવું માનનારા દિવ્યકાંતભાઈ કહે છે કે,

’કયાંક વખોડાયો છું, કયાંક વખાણાયો છું,

કયાંક ઉપેક્ષાયો છું, કયાંક અપેક્ષાયો છું,

બધા દી’ સરખા ન હોય, તેથી કદીક સવાયો છું.’

તેઓ વધુમાં કહે છે, ’કેટલીક જગ્યાએ મારા સંગ્રહોને નાચીજ કહેવાયા છે, કયાંક અતિમૂલ્યવાન. કોઈએ બાવડું પકડીને ઉપર ખેંચવાનો પ્રયાસ કર્યો છે, તો કયારેક કોઈએ પ્રગતિની સીડીના પગથિયેથી ખેંચીને (ન્યાં કયાં ચઈડો ?) કહીને નીચે પછાડવાનો પ્રયત્ન પણ કર્યો છે.’ બહુ સહજતાથી તેઓ કહે છે કે, ’જગતમાં ઘી અને ઘાસલેટ, ગંગા અને ગટર બેય વાનાં છે...’

’મનમાં ઓછું લાવીએ શી વાતનું?

જિદગી છે નામ ઝંઝાવાતનું........’

ભગવાન એમની જ્ઞાનજ્યોત સદા જલતી રાખે અને તેઓ જગતને કંઈ ને કંઈ આપતા રહે એવી અભ્યર્થના સાથે.

   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational