STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

મજબૂત મનોબળ

મજબૂત મનોબળ

2 mins
124

આ વાત મુંબઈના લોકપ્રિય અને બુદ્ધિશાળી ડોક્ટર મોહિત શર્માની છે. ડોક્ટર મોહિત એક સારા એવા મનોચિકત્સક હતા. માણસના મનને સમજવાનો સારો એવો અનુભવ ધરાવતા હતા. ઘણા વર્ષોથી કામ કરવા છતાં પણ પોતે હજી એક વિદ્યાર્થીની જેમ જ ભણતા રહેતા.

ડોક્ટર મોહિતના લેખો લોકલ છાપામા તેમજ મેગેઝીનમાં પણ અવારનવાર છપાતાં. તેમજ તાજેતરમાં એક બુક પણ લખીને બહાર પાડી છે. " મનની આંતરિક શક્તિ". આપણું મન પણ એક અદ્ભુત રચના છે. ઘણી કહેવત પણ છે, જેમ કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. કોઈ પણ વ્યક્તિને સફળ થવામા તેનું મન મહત્વનો ભાગ ભજવે છે. દરેક સફળ વ્યક્તિ જ્યાં સુધી પોતાની જિંદગીમાં સફળતા ના મેળવી લે ત્યાં સુધી તેના મનમાં ઘણી વાર ઘણા અલગ અલગ વિચાર આવતા જ રહે છે.

 જે વ્યક્તિએ પોતાના વિચાર ઉપર કાબૂ મેળવી લીધો હોય તેવી વ્યક્તિ માટે સફળતા તેના કદમોમાં હોય છે. વ્યક્તિની સફળતા સુધીની યાત્રામા મન પોતાનું અગલ અલગ રૂપ બતાવતું રહેતું હોય છે.

ડોક્ટરની બુકમાં પણ એક આવો જ એક કિસ્સો છે જેમાં એક વિવેક નામનો છોકરો છે.

જે પોતે એક બોક્સિંગનો ખેલાડી છે. પરંતુ તેનું અચાનક જ રોડ પર અકસ્માત થઈ જાય છે, તેથી વિવેકને 6 થી 7 મહિના સુધી સાવ આરામ જ હતો. જેથી પોતાને ગેમમાંથી બહાર નીકળી જવું પડ્યું. મુશ્કેલીએ બધી બાજુથી ભરડો લઈ લીધો હોઈ એવું બન્યું. પોતાનો એક બહુ મોટો ધ્યેય હતો કે હું ઈન્ટરનેશનલ બોક્સિંગ મેચ રમીશ સાથે ટ્રોફી જીતીશ જ, પરંતુ આ વખતે આ અકસ્માતથી બોકસિંગ ક્યારે રમી શકાશે એ પણ કંઈ શકાય એમ ન હતું. જેથી વિવેક મનમાં ને મનમાં એક વાતને ઘર કરીને બેસી ગયો કે આ સપનું સપનું જ રહેશે. મેચ જોનારાને પણ મનમા શંકા હતી કે વિવેક ફરીથી બોક્સિંગ રમી શકશે કે નહીં કારણકે અકસ્માત બહુ ગંભીર હતો.

 વિવેક મનથી જ શરૂઆતમાં હારી ગયો, જેથી તેના કોચ અને પરિવારના લોકોએ ફરીથી આત્મવિશ્વાસ જગાવ્યો. કોચ પણ બહુ સારા હોવાથી વિવેકને ઊભું થવાંથી લઈને મેદાન સુધી લઈ જવામાં મહત્વનો ભાગ ભજવ્યો. ધીમે ધીમે પ્રેક્ટિસ શરુ કરી દીધી. મનથી મજબૂત બનતો ગયો અને પોતે ચેમ્પિયન બન્યો. બાદમાં તેમણે ઈન્ટરનેશનલ બોક્સિંગ મેચમાં ભાગ લઈને પુરા ખંતથી મહેનત કરીને ટ્રોફી પણ લાવ્યો.

જો આની જગ્યાએ વિવેકે હિંમત જ ના કરી હોત તો આજે વિવેક હજુ પથારીમાં જ પડ્યો હોત. પરંતુ પોતે પોતાનું મન એકદમ મક્કમ બનાવ્યું અને સફળ થયો. સફળ થવા માટે મહેનત કરતા પણ વધુ જરૂરી છે મક્કમ મજબૂત મનોબળ. આમ ડોક્ટર મોહિત પોતે તો તેના કામમાં ખુબ સફળ થયો જ છે સાથે સાથે સારા પુસ્તકો લખીને ઘણા નવયુવાનોની જીંદગીને નિષ્ફળતાથી સફળતામાં ફેરવી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational