મેરી શાન ત્રિરંગા
મેરી શાન ત્રિરંગા
હર ઘર ત્રિરંગામાં જોડાઈ ઘર પર ત્રિરંગો ફરકાવી થોડાં સમય પૂરતા રાષ્ટ્રવાદી બની શકાય.
પણ
ફરજનું યોગ્ય રીતે પાલન કરી,
સાચા કાર્ય માટે ખોટી રીતે પૈસા ન લઈને,
ઊર્જા બચત કરીને,
સ્વચ્છતા અભિયાનમાં સાથ આપીને,
પર્યાવરણનું સવર્ધન કરીને,
કોઈ જ્ઞાતિ - જાતિ વગર ખુદને ભારતીય ગણીને,
અંત્યોદયના ઉદ્ધારને સાકાર કરીને,
'હર દિલ ત્રિરંગા ' બનાવીએ,
અને સાચા અર્થમાં ભારતીય હોવાનું ગર્વ લઈએ.
જો આમાંથી કંઈ ન કરી શકતાં હોઈએ તો ઘર પર ત્રિરંગો ફરકાવી દેશપ્રેમનો ખોટો આડંબર કરી ત્રિરંગાનું ખોટું અપમાન તો ન જ કરીએ,
પ્રાઉડ ટુ બી ઇન્ડિયન
લખીએ તો તેનું ગૌરવ વધે તેવા જ કાર્ય કરીએ.
