હર દિલ ત્રિરંગા
હર દિલ ત્રિરંગા
હર ઘર ત્રિરંગા એ કોઈ એક કાર્યક્રમ નથી કે શરૂ કર્યો, હાથમાં, ઘરમાં, શાળામાં, ઓફિસમાં ત્રિરંગો ફરકાવ્યો અને સેલ્ફી લઈ સંતોષ માન્યો.
અને એક વધુ કાર્યક્રમ વિધિવત્ પૂર્ણ કર્યો.
ત્રિરંગો ફરકાવવો એટલે રાષ્ટ્ર પ્રત્યેનો આપણો પ્રેમ પ્રદર્શિત કરવો. દેશ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી. જ્યારે ત્રિરંગો ફરકાવીએ ત્યારે વિના વચન આપે આપણે કટિબદ્ધ થઈએ છીએ કે દેશની આન,બાન અને શાન વધે તેવા જ કાર્ય કરશું. જો આપણે ભારતમાતાને આવું વચન ન આપી શકતાં હોઈએ તો ફક્ત આડંબર કરી ત્રિરંગો ફરકાવી ત્રિરંગાનું અપમાન ન કરીએ.
