મળેલાં જીવ
મળેલાં જીવ
1 min
49
રસ્તાના એક ખૂણે વૃક્ષની છાયામાં, ઉભડક જીવે ઉભેલ બે 'મળેલાં જીવ' જેટલા સપનાં નથી જોતાં. એટલા તો તે જ રસ્તે ચાલતા તીરછી નજર ફેરવતા રાહદારીઓ તેમના માટે જૂએ છે. અમુક ધારદાર નજરની સાથે તેજ દિમાગ ધરાવનાર તો આ 'મળેલાં જીવ' નાં સંતાનો ને પણ સપનામાં મળી આવતાં હોય છે. બાતે આપકી સપને રાહદારીઓ કે !
