PRAJAPATI TARLIKA

Inspirational

3  

PRAJAPATI TARLIKA

Inspirational

મેરા ભારત મહાન

મેરા ભારત મહાન

1 min
146


રોશનસિંહ, હિરેન અને ઇમરાન ત્રણેય એક જ સોસાયટીમાં રહેતા હોવા છતાંય એકબીજા જોડે હંમેશા લડતાં-ઝગડતાં જ રહેતા. સોસાયટીના વડીલો તેમને હંમેશા ઐક્ય વિશે અને ભારતદેશની ખાસિયત સમજાવતાં કહેતાં કે, "ભારત દેશની ખાસિયત છે કે વિભિન્ન ઘર્મ તથા જુદી જુદી સંસ્કૃતિ હોવા છતાં દરેક જાતિ વચ્ચે ઐક્ય જળવાઈ રહે છે માટે જ કહેવાય છે કે, "મેરા ભારત મહાન." પછી ત્રણેય મિત્રો એકબીજાને ગળે મળી દોસ્તી પાક્કી કરી લેતાં. 

થોડા સમયમાં પાછા ત્રણેય દુશ્મનો થઈ જતાં. આ વખતે ત્રણેય વચ્ચે ખૂબ મોટો ઝગડો થઈ ગયો. ત્રણેય એકબીજા સામે જોતાં પણ નહોતાં. એમાં એક દિવસ અચાનક ઈમરાનનું એક્સિડન્ટ થયું.  ઈમરાનને જે ગ્રુપનું લોહી જોઈતું હતું તે તાત્કાલિક ધોરણે ક્યાંય ઉપલબ્ધ નહોતું. ત્યાંજ નર્સ આવીને કહે છે કે, "લોહીની વ્યવસ્થા થઈ ગઈ છે." બહાર રહેલાં બે, ચાર વડીલો ઇમરાનની રૂમમાં આવતાં જ અંદરનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational