STORYMIRROR

Nardi Parekh

Inspirational

4  

Nardi Parekh

Inspirational

મેઘનાદ

મેઘનાદ

2 mins
365

એમાં નથી વાદવિવાદ,

કે હતો અતીમહારથી મેઘનાદ.

ત્યજીને સઘળા વાદ,

સદાય સૂણતો અંતર કેરો નાદ.


ભારતભૂમિની ગૌરવગાથા અનેક વીરલાઓ અને તપસ્વીઓનાં તેજથી ઝળહળે છે. વિશ્વશ્રવા ઋષિ, ભારદ્વાજ કન્યા ઈલાવિદા સાથે પરણ્યાં હતાં. જેનાથી તેમને પુત્ર થયો કુબેર અને બીજી પત્ની કૈકસીનાં સંતાનો રાવણ, કુંભકર્ણ, વિભીષણ અને શૂર્પણખા. રાવણ તથા મંદોદરીનો મોટો પુત્ર મેઘનાદ. રાવણ મહાન જ્યોતિષ પણ હતા. તેથી પુત્રને વીર અને મહાન યોદ્ધો બનાવવા તેના જન્મ સમયે તેની કુંડળીનાં અગીયારમાં સ્થાનમાં બધા ગ્રહો મૂકી દીધા, પરંતુ વિધિની ગતિ ન્યારી છે. શનિ બારમાં સ્થાને પહોંચી ગયો. તેથી ધાર્યું પરિણામ ન મળ્યું.

તેના જન્મ સમયે રડવાને બદલે તેનાં મોઢામાંથી વીજળીનો અવાજ સંભળાયો તેથી તેનું નામ મેઘનાદ પડ્યું. જન્મ સમયે એવી આકાશવાણી થઇ કે ૧૨ વર્ષ જેણે અનિદ્રા સેવી હશે તેજ તેને મારી શકશે! મેઘનાદ એવો યોદ્ધો હતો કે જેની પાસે ત્રિમૂર્તિનાં સૌથી બળવાન એવા ત્રણે શસ્ત્રો, બ્રહ્માસ્ત્ર, પશુપતાસ્ત્ર અને વૈષ્ણવાસ્ત્ર હતા. એકવાર દેવો સામેની લડાઈમાં દેવોએ રાવણને પકડી લીધો. ત્યારે દેવોને હરાવી રાવણને છોડાવ્યો, ઈન્દ્રને કેદી બનાવ્યો. જેને છોડાવવા બ્રહ્માજીએ આ શસ્ત્રો તેમજ આકાશવાણી વાળું વરદાન આપ્યું હતું. તેથી તે ઇન્દ્રજીત કહેવાયો.

શ્રીરામની મોટાભાગની સેનાનો તેણે સફાયો કર્યો હતો ને લક્ષ્મણજીને વાસવી શક્તિનાં પ્રયોગથી મુર્છિત કરેલ. લક્ષ્મણે તેના વિજય માટેનો યજ્ઞ રોકતાં, તેણે વૈષ્ણવાસ્ત્ર છોડ્યું,તે લક્ષ્મણની બાજુમાંથી નીકળી જતાં, લક્ષ્મણના દૈવી તત્વને પામી ગયો અને રાવણને યુદ્ધ રોકી સીતા પાછી વાળવા સમજાવ્યું. પરંતુ રાવણના દુરાગ્રહને કારણે માત-પિતા ને પત્ની સુલોચનાની વિદાય લઈ, નિજધર્મ બજાવવા યુદ્ધમાં ઝંપલાવ્યું. જે સાબિત કરે છે કે તે એક મહાન યોદ્ધો હતો, સત્યને ઓળખી શકતો હતો, સ્વીકારી શકતો હતો અને તેને શરણે જઈ મોતને પણ ગળે લગાડવા તૈયાર થયો.

લક્ષ્મણના અંજલિકાસ્ત્રથી તે હણાયો. રામે તેનો કપાયેલો હાથ તીર દ્વારા સુલોચનાનાં મહેલમાં મોકલ્યો. જેણે લક્ષ્મણની પ્રશંસા લખી. મંદોદરીએ તેનું મસ્તક લેવા તેને રામ પાસે મોકલી. સુલોચનાએ વિનયથી શ્રીરામને હાથે લખ્યાની વાત કરી, મસ્તક માગ્યું. સુગ્રીવ મસ્તક લઈને આવ્યો પરંતુ મૃતકનો હાથ લખી શકે તે વાત પર વિશ્વાસ ના બેઠો અને આ મસ્તક હસે તો હાથની વાત મનાય એમ કહ્યું, ને નરમુંડે ખડખડાટ હસી સતીની લાજ રાખી. આપણી ગૌરવ ગાથાઓ, આપણો ઈતિહાસ સદાય આપણને જીવન જીવવાનો માર્ગ બતાવે છે. મેઘનાદ અતિમહારથી યોદ્ધો હતો છતાં તેને અભિમાન ન હતું તેથી જ તે અંતરનો અવાજ પારખી, સત્યને ઓળખી શક્યો હતો. વીરતા નમાવવામાં નહીં પરંતુ નમવામાં છે તે તેણે પ્રાણાર્પણે ચરિતાર્થ કર્યું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational