STORYMIRROR

Nardi Parekh

Others

4.5  

Nardi Parekh

Others

વારસદાર

વારસદાર

3 mins
401


યોગેશ શેઠ અને યોગીતા શેઠાણી સુખી દંપતિ. આ સફળ દામ્પત્યનાં પરિપાક રૂપે શ્રવણ જેવો દીકરો યુગ્મેશ હતો. દોમદોમ સાહ્યબીમાં હોવા છતાં, ખૂબ સંસ્કારી અને ઠાવકો, વળી ભણવામાં પણ એટલો જ હોંશિયાર. એન્જિનિયર થયો અને એ જ કારકિર્દીમાં આગળ વધ્યો. યુક્તા સાથે પ્રભુતામાં પગલાં પાડયાં દિલ્હીમાં એક મોટી હોટેલ બાંધવાનો કોન્ટ્રાક્ટ મળતાં દિલ્હી રવાના થયાં.

આજે યોગેશ ઘરે આવ્યા ત્યારે યોગીતા "તમે મારા દેવના દીધેલ છો" ગાઈ રહી હતી.. સાંભળી તેમણે ‌ ટીખળ કરી "શું વાત છે ? કાંઇ નવાજૂની !" ને યોગીતા બેને કહ્યું "આ ઉંમરે લાજો હવે. આ તો યોગેશનો ફોન હતો તમે દાદા બનવાનાં છો !" "ઓહો ત્યારે તો શ્રીધરાણી પરિવારનો કરોડોનો વારસદાર આવવાનો છે કેમ ?" 

"કરોડોની કેમ નહીં ?"

"તમે બૈરાઓ પોઝીટીવલી વિચારતા જ નથી ને. તમારામાં નેગેટીવ વિચારવાની હિંમત જ નથી. યુગ્મેશ વખતે પણ તમારી આજ વિચારધારા હતી."

થોડા મહિના પછી યોગીની ઉદાસ દેખાય છે ત્યારે યોગેશ પૂછે છે કેમ મારી કોયલ ચૂપ છે ? ત્યારે કહે "યુક્તાનો ફોન હતો યુગ્મેશ બાળકની સેક્સ ડિટેકશન ટેસ્ટ કરાવવાનું કહે છે. એ નપાવટને ભણાવ્યો, ગણાવ્યો પછી આવા વિચાર કેમ કરે છે ? વહુ ને અહીંયા બોલાવી લ્યો."

ને યુક્તા સાસુ-સસરા સાથે રહેવા આવી જાય છે. યોગીતા બેન ખૂબ સારી રીતે રાખી લાડ લડાવે છે ને તેનું ધ્યાન રાખે છે નવ મહિને દીકરો આવે છે. યોગીતાબેન તો ઘેલાં ઘેલાં થઈ જાય છે પણ યોગેશ શેઠ તેને ચેતાવે છે ! "ખબરદાર આપણા ત્રણ ને ડોક્ટર સિવાય કોઈને પણ જાણ નથી કરવાની કે દીકરો છે. આ વાત આપણી વચ્ચે જ રાખી

એ નપાવટને સીધો કરવાનો છે."

યુગ્મેશને અને સમાજમાં ખબર ફેલાવી કે દીકરી આવી છે. યોગેશને કહ્યું "દીકરીનું મોઢું જોવા આવ" "તો કહે મારે બહુ કામ છે."

દીકરો ત્રણ મહિનાનો થયો પણ યોગેશ ન યુક્તા સાથે વાત કરે ને નહી જેવી માતા-પિતા સાથે. એક દિવસ પિતાએ કડકાઈથી પૂછ્યું "તું આવીને દીકરીને સ્વીકારવાનો છે કે તને મારા વારસામાંથી રદબાતલ કરું ? યુગ્મેશ ઇનકાર કરે છે. યુક્તા ખૂબ રડે છે તેને સાંત્વન આપી કહે છે તું ચિંતા ન કર તુ અહીં શાંતિથી રહે બધો વારસો હું તારા દીકરાના નામ પર કરી દઉં છું. તેથી વકીલને બોલાવી યોગેશ શેઠ પૌત્રના નામનું વિલ કરાવે છે.

એક દિવસ યુક્તા સાસુજીનાં હાથમાં કવર આપે છે. "મમ્મી તમે લોકો મને કેટલું સારી રીતે રાખો છો તો મારી પણ ફરજ બને છે ! તમારી કેટલાય વખતની જાત્રાની ઈચ્છા પૂરી કરું. તમારી પ્લેન ની ટિકિટ છે."

યોગેશ શેઠ રાજીનાં રેડ થઈ ગયા. તેઓ જાત્રાએ જવા ઉપડે છે ને‌ બીજે દિવસે યુગ્મેશ દીકરાને મળવા આવી જાય છે.. જ્યારે માતા પિતા પાછા આવે છે ક્યારે યુગ્મેશને જોઈ ગુસ્સો કરે છે, પરંતુ સત્ય હકીકત એ હતી કે યુગ્મેશ જ્યાં કામ કરતો હતો ત્યાં બિલ્ડરોમાં ઝઘડાને લીધે ને કોર્ટ કેસને લીધે કામ ઠપ્પ થઈ ગયું હતું નો ત્યાંથી નીકળી શકે, કે ન કોઈને કહેવાય ! મા-બાપને ચિંતા ન થાય તેથી યુક્તા આવી યુક્તિ કરી આવી ગઈ હતી. અત્યારે બધું છોડી પોતાનો જાન બચાવી ઘર ભેગો થયો હતો ત્યારે માબાપે કહ્યું ગાંડા તું દુઃખી થતો હતો ને અમે દુઃખી ન થઈએ તે માટે અમને અકારો થયો ! ખેર હવે તારે અહીંથી કશે જવાનું નથી. ચાલો સૌ સારું જેનો અંત સારો.


Rate this content
Log in