વંદનીય શિક્ષક
વંદનીય શિક્ષક
પુરાણકાળમાં અજ્ઞાનરૂપી અંધકાર મીટાવી, જ્ઞાનનો ઉજાસ ફેલાવનાર ગુરુ હતાં. ત્યારબાદ માનાં સ્તર પર જઇ ઘડનારા
માસ્તર આવ્યાં. આપણા ભાગે શિલ્પીની માફક ઘડનારા શિક્ષક હતાં. પરંતુ આજે જ્ઞાનને ટીચનારા ટીચર ભાળી વિધ્યાર્થીઓની દયા આવે છે.
વિદ્યાર્થીઓમાંથી વિધ્યાની અર્થી નીકળતી દેખાય છે. માર્કની રેસમાં જોડાયેલી રીક્ષાની જેમ ભાગે છે. પરંતુ જ્ઞાનનું પેટ્રોલ પુરાતું નથી ! ફક્ત પરીક્ષાર્થી તરીકે તે એક પછી એક ધોરણ કૂદાવે છે ને સ્નાતક બને છે. છતાં યે કોઇપણ રૂપમાં આપણાં જ્ઞાનમાં અભિવૃધ્ધિ કરનાર શિક્ષક વંદનીય છે, અને તે અર્થમાં આપણા જ્ઞાનમાં અભિવૃધ્ધિ કરનાર પ્રત્યેકને વંદન.