Rekha Patel

Romance Classics Inspirational

3  

Rekha Patel

Romance Classics Inspirational

મધુરજની

મધુરજની

3 mins
139


પ્રકૃતિએ આજે માઝા મૂકી હતી. આમ પણ વસંતનું આગમન થાય એટલે તેમાં નવો પ્રાણ આવતો હોય છે સાથે સાથે રોમાન્સનો મદભર્યો માહોલ પણ છવાઈ જતો હોય છે. પ્રકૃતિનાં દરેક જીવો આ મદહોશીમાં રોમેન્ટિક જીવન જીવવાનો પ્રયત્ન કરતાં હતાં. તેમનાં જીવનનું એક જ લક્ષ્ય હતું કે કેવી રીતે આકર્ષીત કરવાનો પ્રયત્ન કરવો ? ફૂલોએ તેમની ફોરમથી, તો વાયરાએ તેમની હલચલથી તદામ્ય સાધવાનો પ્રયત્ન કરતાં હતાં. બધાને પ્રેમની પરિભાષામાં રોમાંચક રોમાન્સ માણવો હતો. તેની સાથે સાનિધ્ય માણી જગતને સુંદર સંદેશો આપવો હતો.

કૃતિકા અને કુણાલ પણ આજ મોસમમાં ગુલતાન બની પારેવાની જેમ ઘુટરઘુ કરતાં હતાં. બંને વચ્ચે પહેલાં તારામૈત્રક ને પછી મૈત્રી થઈ અને પ્રેમ બની રોમાંચકમાં પરિણમી. કુણાલે પૂછ્યું, " મારી સાથે જિંદગીભર રોમાન્સ કરી શકીશ ? મારી સાથે તને વૃધ્ધ થવું ગમશે ? તે વખતે પણ હું તને અત્યારનાં જેવો જ પ્રેમ કરીશ એવું તું કરી શકીશ ?" કૃતિકા બોલી, " મારું દિલ તમને આપ્યું છે. તેનાં પર મારો કોઈ હકક નથી. તેની ધડકનમાં, શ્વાસમાં તું પડઘાય છે તો તારી સાથે મને જિંદગી પસાર કરવી ગમશે. મારું વચન છે હું તને ક્યારેય છોડીશ નહીં અને જીવનસાથી બનીને દરેક પડાવ, દરેક પડકારને સરળતાથી પહોચી વળીશું એવી ખાતરી પણ આપું છું. આપણે દિલનાં ઊંડાણથી પ્રેમ કર્યો છે. સત્ય એ છે કે આકર્ષણની બાદબાકી કરી જેવાં છીએ એવાંજ એકબીજાને સમર્પિત કર્યા છે પછી કોઈ સવાલ હોય ન શકે. તારી બાંહોમાં મારું સ્થાન નિશ્ચિત છે પછી શરીર અને આત્મા બંનેનાં મિલન માટે હું તૈયાર રહીશ તેની ખાતરી રાખજે. આપણને કોઈ જુદા પાડી નહીં શકે, મારા પર ભરોસો રાખજે.

કૃતિકાનાં વિચારો જાણી તે ભાવવિભોર બની ગયો હતો અને આવનારા નવા જીવનનાં સપનાઓ જોતો થઈ ગયો હતો. જીવનમાં ઘણાં પડકારો હતાં પણ પ્રેમની અભિવ્યક્તિ એ પડકારોને પાર પાડવાની પ્રેરણા આપતી હતી.

બંનેએ ઘરમાં માબાપને વાત કરી. થોડી આનાકાની સાથે છોકરાઓનાં હીતમાં આ સંબંધને મંજૂરી આપી અને લગ્નની તૈયારીઓ પૂરજોશમાં કરવા લાગ્યાં. કંકોત્રીઓ લખાઈ ગઈ હતી. બધી ખરીદીઓ થઈ ગઈ હતી. એકબીજાને પૂછીને મનગમતાં ને દરેક પ્રસંગને અનુરૂપ મેચિંગ કપડાની પસંદગી તેમની જોરદાર હતી. બંને સારું કમાતા હતાં આથી પૈસાનો તો સવાલ જ નહતો.

આખરે એ દિવસ આવી પહોંચ્યો. કુણાલ આગલે દિવસે બેચલર પાર્ટીમાં ફાર્મ હાઉસ ઉપર ગયો હતો. બધાં જ દોસ્તોએ ભેગાં મળીને ખૂબ ધમાલ કરી હતી. બીજે દિવસે મળવાનું નક્કી કરી છૂટા પડ્યાં હતાં.

બીજે દિવસે કુણાલ ઉઠ્યો ત્યારે ખૂબજ થાક સાથે આખું શરીર દુઃખતું હતું. તાવ અને માથું પણ ભારે લાગતું હતું. શરદી અને ઉધરસ પણ શરૂ થઈ ગઈ હતી. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેણે ઘરમાં બધાને જણાવ્યું અને કહ્યું, " મને હોસ્પિટલમાં લઈ જાઓ". ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેને લઈ ગયા હતાં. તેનાં રિપોર્ટ કઢાવ્યાં પણ તબીયત વધારે લથડી ગઈ આથી સીટી સ્કેન કરવા મોકલ્યો. એમાં ફેફસાંમાં 70%ઇન્ફેક્શન આવ્યું. તેને આઈસીયુમાં દાખલ કરી વેન્ટિલેટર પર રાખ્યો. ઓક્સિજન લેવલ પણ ઓછું થતું હતું. કૃતિકાને ઘેર જણાવ્યું. એ લોકો ખૂબ ચિંતિત હતાં. કોરોના હતો એટલે કોઈને મળવા દેતાં નહતાં. ડોક્ટર જે રિપોર્ટ આપે તે માની લેવો પડતો હતો. એક અઠવાડિયું તો આવી રીતે પસાર થઈ ગયું. કૃતિકાએ ભગવાનને પ્રાર્થના કરી, " જો મારો પ્રેમ સાચો હોય તો એને આ ગંભીર બીમારીમાંથી ઉગારી લેજો". સાચા દિલની પ્રાર્થનાથી યમરાજને પણ ભાગવું પડયું હતું એવાં ઘણાં દાખલાઓ હતાં. તેને સારું લાગવા માંડ્યું. જેમજેમ ઇન્ફેક્શન ઓછું થતું ગયું તેમતેમ તેની તબિયતમાં સુધારો આવતો ગયો. કિટ પહેરીને ફરતાં ડોક્ટરો અને નર્સોનો તેણે ખૂબ ખૂબ આભાર માન્યો. ડોક્ટરે કહ્યું", તમારો પ્રેમ તમારી રાહ જોઈ રહ્યો છે. તેની પ્રાર્થનાથી સારું થયું છે. આભાર એનો પણ માનજો". તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

આટલી ખરાબ બીમારી અને તેમાંથી ઝઝૂમીને ઘેર આવ્યાં પછી પણ ૧૫ દિવસ કવોર્નટાઈન રહ્યો હતો. કૃતિકા રોજ ઘરે આવતી. તેને હિંમત બંધાવી કહેતી," જલ્દી સારુ થઈ જશે". મહેંદીવાળા હાથ જોઈ આંસુ નીકળે ત્યારે બોલતી," અરે મહેંદી તો પ્રેમનો રંગ જેવો ચડે એટલો જ વધારે તેનો રંગ પણ ચડે. એનો રંગ એમ જલ્દી જવાનો નથી. આપણાં પ્રેમની મોહર લાગી છે તો તેને પણ મારાં હાથમાંથી જવાનું મન નહીં થાય".

થોડા દિવસ પછી ફરી નવોઢા બની કૃતિકાએ ચોરીનાં ચાર ફેરા ફરી કુણાલને આંગણે તેનાં દિલમાં પ્રવેશ કર્યો. પ્રેમ તો હતો જ પણ સાચો રોમાન્સ મધુરજનીનાં દિવસે મળ્યો ત્યારે સ્વર્ગ જેવું સુખ મેળવી લીધું.


Rate this content
Log in

Similar gujarati story from Romance