Vala Nayan Ahir

Abstract inspirational others

3.5  

Vala Nayan Ahir

Abstract inspirational others

મારા સ્વપ્નનું ભારત

મારા સ્વપ્નનું ભારત

6 mins
153


સ્વપ્ન અને ભારતના ભવિષ્યનું તો એ સ્વપ્ન કયારેય સામાન્ય ન હોઈ શકે પોતાનો દેશ ઉન્નતિ ના શિખર પર હોય એવું સ્વપ્ન પ્રત્યેક દેશવાસીનું હોય છે.અનેકતા માં એકતા ધરાવતો દેશ એટલે ભારત જ્યાં દુનિયાની સૌથી મોટી લોકશાહી ધબકે છે. "વસુધૈવ કુટુમ્બકમ" વિશ્વ એક પરિવાર છે એવી સદ્દભાવના દરેક જન માનસમાં છે એવા ગૌરવવંતા અતૂટ.અખંડ અને બેજોડ ભારત ના એક ઝીમેંદારનાગરિક તરીકે હું મારા દેશને વિકાશસીલ નહીં પણ સંપૂર્ણ વિકસિત દેશ જોવા માંગુ છું એક એવો દેશ કે જેમનાં પ્રત્યેક વ્યક્તિ શિક્ષિત હોય .તથા ભારતની શિક્ષણ પધ્ધતિ વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરનારી હોય. ગરીબી.લાચારી. તાનાશાહી. લાગવગશાહી. ભૂખમરી નું નામો નિશાન ન હોય આપણા દેશમાં બધી જ્ઞાતિ જાતિ સંપ્રદાય અને વિવિધ ધર્મના લોકો નિર્ભિક રીતે હળીમળીને રહે નાત જાતનાં વાળા એકતા ની સિળી બને નહીં કે જગડાની ચિંગારી નહીં કે નેતાના વોટનો ખજાનો. અને ખાસ કરીને ભ્રષ્ટાચાર જે દેશના વિકાસને બ્રેકડાઉન કરી રહ્યું છે તેનું પણ સંપૂર્ણ નિવારણ અનિવાર્ય છે.

દેશનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ કરવો હોય તો દેશના વિકાસ માટે ભ્રષ્ટાચાર મુક્તિ જરૂરી છે અને ભારતને ખરેખર જો સુપર પાવર બનાવવો જ હોય તો દેશનાં ગામણાંઓ નો વિકાસ ખુબજ મહત્વપુર્ણ છે ખુબજ. પંચાયતો વધુ માં વધુ પારદર્શિતા સાથે સુનિશ્ચિત જનહીતના કાર્યો કરે માટે હજુ સુદ્રઢ.પારદર્શી અને ધગશયુક્ત પંચાયતી રાજ બને તેવાં હાલથી જ ઠોસ પગલાં સારા ભવિષ્ય માટે ઉઠાવવાં ખૂબ જ જરૂરી છે હાલ મોટાભાગનાં ગામડાઓની હાલત કફોડી બની ગઈ છે ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. નિયમ કાનૂન નેવે મુક્યાં છે. શરમ ની ચાસણી કરી નાખી છે. વ્યવસ્થાને વિકલાંગ કરી નાખી છે. સિદ્ધાંતોનું શિરામણ કરી ગયા છે. અને બીક તો પછી શેની હોય ભ્રષ્ટાચારીઓ ને જનતા ન જાગે તો. ગ્રામપંચાયતો ગ્રામ વિકાસ નહીં પણ સ્વ વિકાસ માટે કાર્યરત હોય એવું પ્રતિત થઈ રહ્યું છે પરંતુ પ્રત્યેક ગ્રામજનો જ્યાં સુધી ધારશે નહીં કે કોઈ આવા ભ્રષ્ટાચારીઓ ને રોકનાર ભાવના નહીં જાગે ત્યાં સુધી વિકાસ અસંભવ છે પણ ગ્રામવિકાસ કરશું તો જ દેશનો વિકાસ થશે ગામડાં એ દેશનો પાયો છે માટે ભવિષ્યના ભારતનાં ગામડાઓ મજબૂર નહીં પણ મજબૂત હોય એવું મારું સપનું છે

એટલે કે એક એવું શશક્ત. પ્રબળ અને આત્મનિર્ભર ભારત હોય જે કૃષિ. ઉદ્યોગ અને સ્કિલ માં તો અવ્વલ હોય જ પરંતુ સાથે સાથે સૈન્ય સાજો સામાન આયાત નહીં પણ નિર્યાત કરતું હોય એવું આત્મનિર્ભર ભારત એ મારું સ્વપનું છે અને શશક્ત તથા પ્રબળ ભારત ની હું એવી ડેફીનેશન કરૂં છું કે ભારત પોતાનું જ હિત સાધે તેમ નહિ પરંતુ સંપૂર્ણ વિશ્વને સાથે લઈ ચાલે તેવું સુપર પાવર ભારત એ મારું સ્વપનું છે અને હા હું ચોખ્ખા શબ્દમાં કહીશ કે ઉગ્રવાદ અને આતંકવાદ જેવા માનવતાના દુશ્મનોનું ભારત ની સામે ઉંચી નજર તો ઠીક પણ ભારતને નુકસાન પહોંચાડવાનો વિચાર પણ ન કરી શકવું જોઈએ એટલું શૌર્યવાન ભવિષ્યનું ભારત હોવું જોઈએ

આવનાર ભવિષ્યમાં ભારત સ્વાસ્થ્ય અને મેડિકક ક્ષેત્રમાં એક આગવી ઓળખ ઉભી કરે અને ભારતની પ્રાચીન આયુર્વેદ ઉપચાર પદ્ધતિ વૈજ્ઞાનીક ઢબે આગવું મુકામ સ્થાપી દુનિયાને રોગમુક્ત જીવન પ્રદાન કરે

અને જીવન ને નિરોગી રાખવામાં આહાર મહત્વનો ભાગ ભજવે છે માટે આહાર શુધ્ધ અને સાત્વિક હોવો ખૂબ જ જરૂરી છે માટે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ અને કેમિકલ્સ નો ઉપયોગ બંધ થાય તે પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ

ખેતી પદ્ધતિ માં બદલાવ અનિવાર્ય છે માટે ગાય આધારિત ઝીરો બજેટ ઓર્ગેનિક ખેતી કરવાથી ઝેરમુક્ત આહાર તો પ્રાપ્ત થશે પરંતુ જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે.ફળદ્રુપતા વધતાં પાણીનો જમીનમાં નિતાર પણ થશે અને સાથે સાથે ઝેરમુક્ત વાતાવરણ પણ બનશે માટે ભવિષ્યમાં સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી પણ મારું સ્વપનું છે

આમતો ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે પણ ભારતના તમામ ખેડૂતો તો નહીં પરંતુ મોટાભાગના અન્નદાતાઓની સ્થિતિ ખૂબ કફોડી છે કોઇપણ સરકાર આઝાદી ના એટલાં વર્ષો પછી પણ ખેડૂતોને ઉન્નત કરવામાં અસફળ જ રહી છે એમાં શંકા ને કોઈ સ્થાન નથી પરંતુ હાલ કાર્યરત સરકાર અમુક અંશે અન્નદાતાઓ ને ઉભારવાનો પ્રયાસ કરી રહી છે એવું એમને લાગે છે પરંતુ તે પૂરતો નથી "દુઃખે છે માથું અને દવા પેટ દુઃખાવાની મળી રહી છે " કહેવાનો ભાવાર્થ ખેડૂતો ને ફક્ત પૈસા ની જ નહીં પણ પૂરતું પિયત માટે પાણી. આધુનિક ઓજારો. ખેતમજૂર વ્યવસ્થા . ઉત્પાદનનું વેલ્યુએડિસન તથા ખેતી ખર્ચ ઓછામાં ઓછો થાય અને અન્નદાતા યાચક નહિ પણ આપનારો બને વિશ્વપટલ પર ડાઈરેક્ટ એક્સપોર્ટ કરતો થાય એવો એક્સપર્ટ બને એવું ઉજ્વળ ભવિષ્ય એ મારું સ્વપનું છે

   માનવ જીવન માટે પાણી અને પર્યાવરણ પણ અત્યંત જરૂરી છે પાણી અને વાતાવરણ શુદ્ધ હોય તો જ માનવ જીવન તંદુરસ્તી સાથે જીવી શકે. આવનાર ભવિષ્યમાં ભુ સ્તર જળવાઈ રહે અને પર્યાવરણ પર મંડરાતા ખતરાને નિયંત્રિત કરવો ખૂબજ જરૂરી છે. સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગનાં કારણે ચિંતાતુર છે દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીનાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે આમ જોવા જઈએ તો વિશ્વપટલ પર ભારત એક એવો દેશ છે જે પ્રકૃતિની પ્રત્યે હંમેશા સજગ રહ્યો છે જે દેશમાં વૃક્ષોની પણ પૂજા થતી હોય ત્યાં પર્યાવરણ ની ચિંતાનું કોઈ સ્થાન ન હોવું જોઈએ પરંતુ કાર્બન ડાયોક્સાઇડનું વાર્ષિક ઉત્સર્જન કરતા દેશોમાં ભારત ટોપ 10 દેશોમાનો એક દેશ છે માટે ભવિષ્યમાં પર્યાવરણ ના ખતરા ને ટાળવાનો રોડમેપ પર પુરી સિદ્ધત થી સાચેજ અમલવારી થતી હોય તેવું સ્વપના નું ભારત હું ઈચ્છું છું

 પૃથ્વી નું સંતુલન જાળવવા વાઈલ્ડ લાઈફ પશુ પક્ષી જીવ જંતુ તમામનું સંતુલન પણ અતિ આવશ્યક છે હાલ માણસ સ્વાર્થમાં અંધ થઈ કાયદા કાનૂનના ડર વગર વાઈલ્ડ લાઈફ ડિસ્ટર્બ કરે છે તેમનું નિયંત્રણ થયેલું ભારત મારું સપનું છે

   ભારત ખેલ ક્ષેત્રે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી ટ્રેનિંગ અને માર્ગદર્શન પૂરું પાળી એવા ખેલવીરો નું નિર્માણ કરે જે ભારતને તમામ પ્રકારના ખેલ ક્ષેત્રમાં ભવિષ્યમાં તિરંગાની શાન વધારનારૂ ભાવિ હોય .

  દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકાર મળે અને સંવિધાનિક ન્યાયપૂર્ણ વાતાવરણ હોય પરંતુ અભિવ્યક્તિ ની આઝાદી ના નામે દેશના તિરંગાનું કે દેશની સંપ્રભુતાનું અપમાન ન થાય તેવી બંધારણીય વ્યવસ્થા ભવિષ્યમાં હશે તેવી આશા રાખું છું

   લોકતાંત્રિક મૂલ્યો ટકાવી રાખવા માટે સુવ્યવસ્થિત શાશન જરૂરી છે એટલી જ રાજનીતિનું સ્તર પણ સુધારવાની આવશ્યકતા છે કારણ રાજનેતા જ્યાં સુધી પરમાર્થ અને દેશસેવાની ભાવના નહીં રાખે ત્યાં સુધી ઉજ્વળ ભવિષ્ય એક સ્વપ્ન સમાન જ રહેશે

 રોજગાર આ શબ્દ ઉચારતાં જ દુનિયાનો સૌથી યુવા દેશ ભારત છે સચ્ચાઈ થી ખુશીને બદલે મહદ અંશે નિરાશા પણ સ્થાન જમાવે છે કારણ બહોળી વસ્તી ધરાવતા આપણાં દેશમાં રોજગાર ની તકો જરૂરી છે રોજગાર પર ગહન મંથન કરી રાજનીતિ થી ઉપર ઉઠી પ્રત્યેક રાજનીતિગ્ય વ્યક્તિએ ભારતના ભવિષ્ય નું ભાવિ નિર્માણ કરશું તો જ ભારત આત્મનિર્ભર અને આત્મવિશ્વાસ સાથે વિશ્વપટલ પર નવી છાપ છોડી નવા આયામો પાર કરશે

વિકાશસીલ દેશની ઇકોનોમી ઉપર ઉઢશે તોજ વિકસિત દેશનું મુકામ પ્રાપ્ત કરી શકાય માટે ઇકોનોમી બુસ્ટઅપ કરવા ઉદ્યોગો ની સાથે સાથે ખેતી ક્ષેત્રે પણ ક્રાન્તિ આવે અને એક પાવરફુલ ઇકોનોમીક સુપર પાવર તરીકે ભવિષ્યમાં ભારત દુનિયાનું નેતૃવ્ય કરે તેવી અભિલાષા છે ભવિષ્યમાં ભારત એક સુપરપાવર રાષ્ટ્ર બને એવું મારું સપનું છે   

  દેશના વિકાશ માટે રોળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જળ માર્ગ થી આવાજાહિ માટે બંદરો ને આધુનિક બનાવવાં અને ઈંપોર્ટ એક્સપોર્ટ નું બેલેંસ એ ભવિષ્ય ના ભારતનું મજબૂત પાસું હોવું જોઈએ

  ઉપરોક્ત જણાવેલ મુદ્દા જેવા અનેક મુદ્દાઓ છે જે એક આર્ટિકલ માં સંપૂર્ણ વિશ્લેષણ લખવા બેસીએ તો તો ખૂટેજ નહીં પરંતુ ટૂંકમાં અનેક મુદ્દાઓ આવરી લઉં તો તેમાં નિરક્ષરતા દર.શિક્ષણ પદ્ધતિ.રોજગાર. ખેતી ક્ષેત્ર. સ્વાસ્થ અને મેડિકલ.ખેલ. ઉદ્યોગ. સૈન્ય પાવર. સ્કીલદડેવલોપમેન્ટ. મોંઘવારી નિયંત્રણ. પર્યાવરણ . વાઈલ્ડ લાઈફ.પાણી .ઈકોનોમી. ગરીબી નિયંત્રણ.ગૌહત્યા પ્રતિબંધ. વ્યશનમુક્તિ .પરિવહન.અને સ્ત્રી શશક્તિકરણ આવા અનેકો અનેક મુદ્દાઓ પર ઉંડાણ પૂર્વક વિવેક સાથે વિચાર વિમશ કરી અખંડ ઉજળું ભારત બને તે દિશામાં આગળ વધી સારું ભવિષ્ય સુનિશ્ચિત કરવું જોઈએ.

 ભવિષ્યનું ભારત તમામ દેશોને સાથે લઈ મિત્રતા નિભાવે અને જો કોઈ દુશ્મનાવટ કરે તો એનું નામો નિશાન ખાલી भूतो તો રહે પણ भविष्यती ના રહે એવું પાવરહાઉસ ભારત એ મારૂં સપનું છે.

 અંતમાં એટલુંજ કહીશ અખંડ ભારત બનાવવામાં ક્રાંતિકારીઓ વીર સૈનિકો ઓ રાષ્ટ્રના શુભચિંતકોએ બલિદાનો વોર્યા છે ત્યારે અખંડ સ્વતંત્ર્ય ભારતમાં આપણે શાંતિથી શ્વાસ ભરી રહ્યાં છીએ માટે એવા અનેક પુણ્યઆત્માને કોટી કોટી હ્ય્દયના ઉંડાણથી વંદન.

જય ભારત. જય હિન્દ વંદે માતરમ.

- વાળા નયન આહીર✍🏻🇮🇳


Rate this content
Log in

Similar gujarati story from Abstract