Vijay Shah

Inspirational

3.5  

Vijay Shah

Inspirational

મારા ઘરની વાત

મારા ઘરની વાત

2 mins
23K


એનું નામ “અ” તેની પત્ની નું નામ “બ” તેમના દીકરાનું નામ “ક” અને તે “ડ”ને પરણે છે “ઇ” તેંમનું સંતાન છે.

“અ” નોકરી કરે છે.

“બ” ઘર ચલાવે છે.

“ક”નોકરી કરે છે.

“ડ” ઘર ચલાવે છે. “ઇ” ને મોટો કરે છે.

“અ” અને “બ”નાં સહિયરા પ્રયત્નથી ઉભા થયેલા ઘરમાં “ક” નાણાકીય ટેકો કરે છે.”ક”ની બીજી સહોદર પ્રજા “કા”, “કી”, “કં” “કૂ” ઘરમાં આનંદીત છે.

“ડ” ને “ક” લુંટાતો લાગે છે કારણ કે “કા”, “કી”, “કં” “કૂ”વગેરે મઝા કરે છે.

ક્યારેક ઘરમાં “અ”નાં સહોદર એટલે કે “આ”,”ઓ”, “એ”,”ઉ” આવે છે તો ક્યરેક “બ”નાં સહોદર એટલેકે “બા” ,”બી”,”બે” અને “બુ” આવે છે.

“ડ”નાં સહોદરો આવતા નથી, તે બોલાવતી પણ નથી.

“અ” “બ” અને “ક’ તેમનાં સહોદરથી ખુશ છે .

“ડ” દુઃખી છે. કારણ કે તેને “અ”, “બ” “ક” અને તેમના સહોદરોનું કરવું પડે છે

“ડ” રડે છે .”ક”ને કહે છે ” છુટો થઇ જા ને. તુ કાયર છે. મને વૈતરામાંથી છોડાવ”

“ક” કહે છે ” રડ ના સૌ સારા વાનાં થશે.”

આ વાત ” અ ” અને ‘બ” જાણે છે ત્યારે “ડ” ઉપર નારાજ થાય છે. પણ તે તો કેટલાંક વર્ષ પહેલાની વાત હતી. આજની વાત કહું?

“અ” વૃધ્ધ છે. અશક્ત છે નિવૃત્ત છે

“બઃ-જિંદગી થોડી છે ધર્મ કરશે તે તરશે માની ને માળા કરેછે.

“ક ” બેકાર છે. ઘર કેમ ચલાવવુ તેની માનસિક યાતના ભોગવે છે.

“ડ” ગાંડી છે કૃશ છે હતાશ છે.

“ઇ” રોડ ઉપર રઝળે છે

આ તે કંઇ ઘર કહેવાય?

“અ”નું નામ અચરતલાલ, હીરાલાલ રતનજીની પેઢીમાં મુનિમ.

“બ” એટલે મોતીકોર જે ઘરરખ્ખુ ગૃહિણી તેમનો મોટો પુત્ર “ક” કમલેશ પછી ભૂપેન્દ્ર, નયન રેખ, અને જાનકી તેમની પ્રજા

કમલેશની પત્ની ”ડ” એટલે દીના. જે પ્રેમલગ્ન કરીને થોડું ભણેલા કમલેશની ગૃહિણી બની. તેને બે વર્ષ પછી લાગ્યું કે કમલેશ સાથે લગ્ન એ એની જિંદગીની મોટી ભુલ હતી. તે માનતી હતી કે કમલેશ શ્રેષ્ઠ પૈસા કમાઇ શકે છે..પણ ઉડાડી ખુબ જ દે છે ઘરની પાછળ અને તેથી તે કંઇ બચાવવા ઇચ્છતી પણ કશું જ ન બચતું.

સમયનું ચક્ર ચાલે છે.”ઇ” જન્મે છે ઇક્ષ્વાકુ નામ પાડ્યુ છે. હીરાલાલ્ની પેઢીનું દેવાળુ નીકળે છે. કમલેશની મીલમાં લોક આઉટ જાહેર થાય છે. ભુપેન્દ્ર, નયન, રેખા અને જાનકી ઠેકાણે પડી ગયા છે. ઇક્ષ્વાકુ પછી ફલ્ગુની અને પછી કેતન એમ દીનાને ત્રણેય બાળકો સાથે ઘરડા માબાપ અને પાછી આવી બેકારી..

કેમ કરી જીવાય?

હવે પેલા સહોદરોમાંથી કોઇ આવતું નથી.

દીના..ગાંડી દીના હસતી હસતી કહે છે ”બોલાવોને તમારા “આ” “અઈ” “બે” “બુ”ને ઘર સાચવવા?

કોઇ નહીં આવે- કમલેશને સમજાયું ત્યારે ઘણું મોડું થયું હતું.

તેને થયું ચાલને લખું મારા ઘરની વાત.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational