માનવી વચ્ચેનું અંતર ઓછું કરીએ
માનવી વચ્ચેનું અંતર ઓછું કરીએ
માનવી માનવી વચ્ચેનું અંતર ઓછું કરીએ !
માનવી તરીકે જન્મીએ ત્યારથી આપણે એક પછી એક વર્ષોના વર્ષ આપણા જીવનમાં આવે છે ને પસાર થઈ જાય છે. ઘણીવાર આપણા જીવનમાંથી એક વરસ ઓછું થવાથી દુ:ખ અનુભવીએ છીએ, ત્યારે એમ લાગે કે જે ગયું તેને પકડી શકાતું નથી પરંતુ આપણી પાસે જે છે. તેને સાચવીએ આપણા જીવનમાં જે સમય બચ્ચો છે પકડીએ, વર્ષો તો આવે ને જતા રહે છે. સમય સમયનું કામ કરે છે. આ સમયની મધ્યમાં આપણે માનવી તરીકે ક્યાં ઊભા છીએ ? તે પણ અગત્યની વાત છે. આપણે જીવતા માનવી છીએ તેથી આપણને સમજ છે. તેથી સંબંધો પણ છે. પણ આ વૈશ્વિક સમયમાં વ્યકિત વ્યકિત વચ્ચેનું અંતર દિવસે દિવસે ઓછું થવાને બદલે વધતું જતું હોય એમ લાગે છે.
ધણીવાર આપણે નકારાત્મક લાગણીઓના પણ ગુલામ થઈ જઈએ છીએ અપ્રેમ, દ્વેષ, તિરસ્કાર આપણા હદય ઉપર કબજો જમાવી બેઠે કે એની કડીઓમાંથી છુટવું મુશ્કેલ થઈ પડે છે. અણગમતી વ્યકિતનું વિસ્મરણ કરવાનો પ્રયત્નો વધારે એનું જ સ્મરણ કરાવે છે ! અને જીવન આપણું સમગ્ર ઘુંઘળું બનેને મૂંઝારો પરેશાન કરી નાખે.
એક છત નીચે રહેનારાં માણસો કોઇ આમાંથી બહાર નથી સામે સામે આવે તો ફઠકે હોઠ, પછી બોલવાનું સાનભાન ખોઇએ ! પૂર બહાર હસવાની મૌસમમાં કોઇવાર અંદરથી ઓચિંતા રોઈએ ! એક ઘરની ચાર દિવાલો વચ્ચે બીજી દીવાલ બંધાતી જાય અને મુઝારામાંથી કજિયા, કલંહ અને કોઇવાર મોટા યુધ્ધ ખેલાય...
લોહીના સંબંધ પર પાણી ફેરે, બગડેલા સંવંદ વાગેલ ફાંસ જેવા છે. તો આજની આપણી જીવનશૈલી ધણી જ ઝડપી છે. એમાં સંબંધ જાળવવા માટે આપણે સાવચેત રહેવું પડે. સંબંધ વિનાનું જીવન નકામું છે. જીવનનો સાચો આનંદ રુપિયા કે માનમોભામાં નહિ પણ સારા સંવંધોમાં મળતા આનંદમાં રહેલો છે.
સંબંધ બરફના ગોળા જેવા હોય એમને બનાવવા સહેલા છે પણ બનાવી રાખવા બોહુ કઠણ છે. જેમ ફૂલ છોડની નિયમીત સાંળસભાળ રાખવા જોઇએ એવી રીતે માણસને સમય અને સમજદારી દ્રારા સંબંધો મધુર બનાવી શકે છે. દુનિયા સંબંધોમાં ચાલે દોસ્તીનો સંબંધ સામાજિક સંબંધ અને માનવતાનો સંબંધ જો નિભાવવો આપણી કમજોરી છે. તો આ દુનિયાના સૌથી મજબૂર માણસ છીએ આ વાતસાચી છે કેમકે દરેક સંબંધ તૂટી જાય છે. ભલે લોહીના સંબંધ આપણને જન્મથી મળી જતા હોય પણ જરૂર નિભાવવા પડે એમના પર મહેનત કરવી પડે આ માટે સમય અને સમજદારી જરૂરી હોય છે. માણસાઈ કેન્દ્ર સ્થાને રહે તેવા સંબંધોમાં આપણે સૌ જોડાઈએ અને દ્રઢ થઈએ એમાં જ આપણું પરિવારનું અને સમાજનું શ્રેય રહેલ છે.
આવો આપણે વ્યકિત તરીકે આપણી વચ્ચેના અંતરને મિટાવીને જીવનમાં માણસાઈનો પ્રેમ પ્રગટાવીને કદાસ આપણી વચ્ચે અંતર હોય તો આજે એ ઓછું કરીએ ને શેષ માનવ જીવનમાં સુખ-શાંતિનો આનંદ પ્રાપ્ત કરીએ.
