'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

મા ! મારે ઊડવું છે -૪

મા ! મારે ઊડવું છે -૪

2 mins
624


કાલુની આવી વાત સાંભળીને માને કયારેક આંચકો પણ લાગે છે. પણ તે કદી’ કાલુને નિરાશ નથી કરતી. કાલુની દરેક વાત શાંતિથી સાંભળે છે અને તેના ઉત્સાહને સીંચે છે. અંદરથી ભલે તે દુ:ખી હોય, પણ કાલુ સામે તે કદી’ જાહેર થવા દેતી નથી. અને કાલુ પણ પોતાના ઊડવાના સપનાને ભૂલતો નથી. કાલુ તો સતત નવું નવું વિચારતો જ રહે છે. રમવાનું તો જાણે એને ગમતું જ નથી. મા કયારેક કહે પણ ખરી, ‘‘બેટા, કાલુ ! ફળિયામાં બીજાં છોકરાંઓ ભેગો રમવા જા !’’ પણ કાલુ તો તરત જ બોલી દેતો, ‘‘મા ! મારે ભણવું છે, મારે શીખવું છે, મારે આગળ વધવું છે ! એટલે મારે મહેનત તો કરવી પડેને ? પહેલા મને ભણી લેવા દે ! મને ઊડી લેવા દે ! પછી હું રમવા જઈશ !’’

શાળામાં એક કાર્યક્રમ યોજાયો. એક બાળકે એ.પી.જે. અબ્દુલકલામ વિશે રજૂઆત કરી. તેમાં તેણે કહ્યું કે, ‘‘ભારતના રાષ્ટ્રપતિના હોદ્દા સુધી પહોંચેલા અબ્દુલકલામનું કુટુંબ ખૂબ જ ગરીબ હતું. નાનપણમાં અબ્દુલકલામે સ્ટેશન ઉપર છાપાં વેચવાનું કામ પણ કરેલ. પણ મહેનત અને ધગશથી તેઓ ભારતના મહાન વૈજ્ઞાનિક બન્યા. તેમને ‘મિસાઈલમેન’નું બિરુદ આપવામાં આવ્યું. મહેનત કરીને માણસ જે ધારે તે કરી શકે છે. જેનું ઉત્તમ ઉદાહરણ અબ્દુલકલામ છે.’’ આ વાત સાંભળીને કાલુની હિંમત અને ઉત્સાહ ખૂબ વધી ગયા. તેના મનમાં એવો વિચાર દૃઢ થઈ ગયો કે, પોતે સફળતા મેળવશે જ !

આવી રીતે કાલુ બીજા પાંચ વર્ષ વિતાવી ચૂકયો હતો અને ધોરણ દસની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી છે. કાલુની લગની જોઈને સારા સારા હોશિયાર વિદ્યાર્થીઓ પણ નાસીપાસ થઈ જાય છે, પણ કાલુ કયારેય પાછું વાળીને જોતો નથી. કાલુને તો બસ આગળ જ વધવું છે. તેમાં પણ મગજશકિતના વિકાસની વાતો જાણીને કાલુ તો ખરેખર ઊડવા લાગ્યો છે. કાલુએ નક્કી કરી લીધું છે કે, માણસ જે ધારે તે કરી શકે. માણસ પાસે પૂરી શકિત છે. એ શકિતનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. માણસે કદી’ હલકા વિચારો ન કરવા જોઈએ કે, હલકાં સપનાં ન જોવા જોઈએ.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational