'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

મા ! મારે ઊડવું છે -૨

મા ! મારે ઊડવું છે -૨

2 mins
492


કાલુ હવે શાળાએ જવા લાગ્યો. તેને ઊડવું છે. તેના વિચારો સતત ઊડે છે. આ ઊડવાની ઈચ્છા તેને જંપવા દેતી નથી. સતત ઊડવાનાં સપનાં, અને તેમાં પ્રાણ પૂરે તેની મહેચ્છા ! આવી મહેચ્છામાં એક વર્ષ વીત્યું. શાળાનો સમય પૂરો થયો. તે સરકતો-સરકતો વર્ગની બહાર આવે છે. મા તેને લેવા માટે ઊભી છે. તે બોલ્યો, ‘‘મા ! મારો પહેલો નંબર આવ્યો !’’ માએ હેતથી તેને ઉપાડી લીધો. કપાળે ચૂમીને બોલી, ‘‘જીવો ! મારા લાલ, જીવો !’’ અને બંને ઘરે જાય છે.

વર્ષોં વીતતાં ગયાં. પાંચ ધોરણ પૂરાં થઈ ગયાં. બધાંમાં પહેલો નંબર ! હવે તે ઘણું સમજવા લાગ્યો છે. ઘણું શીખી ગયો છે. પોતાની ઊડવાની ગતિને વધારી રહ્યો છે. જ્ઞાન મેળવીને જ્ઞાન વહેંચવાથી ઘણો લાભ થાય છે તે જાણવા લાગ્યો છે. એક દિવસ શાળાનો સમય પૂરો થતાં તે વર્ગમાંથી બહાર આવ્યો. માને જોઈ તેની પાસે ગયો. રસ્તામાં તે માને કહેવા લાગ્યો, ‘‘મા ! આજે અમારા સાહેબે બિલ ગેટ્સની વાત કરી ! મા ! એ સાવ સામાન્ય કુટુંબમાંથી આવ્યા છે. મા ! તેને પણ મારી જેમ ઊડવાની ઈચ્છા હતી. તેમણે ખૂબ મહેનત કરી અને ખૂબ આગળ વધ્યા. એક દિવસ તેણે માઈક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરી. તેમાં તેણે ખૂબ પ્રગતિ કરી અને તેઓ અતિ પૈસાદાર છે. મા ! અમારા સાહેબે એ પણ કહ્યું કે, બિલ ગેટ્સ કદી’ પાછીપાની કરતા નહોતા. બિલ ગેટ્સનું કહેવું છે કે, જીવન કાયમ માટે સરળતાથી વીતતું નથી. દરેકે મુશ્કેલીઓથી ટેવાવું પડે છે. તેમણે એ પણ કહ્યું છે કે, ઓછી વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને મહેનત કરવાથી સાચી સફળતા મળે છે. કોઈ સવાલ ઊભો કરીને તેનો હલ શોધવા મથવું જોઈએ. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય એવું કામ કરવાથી આપણો તેમજ બીજાનો ખૂબ ફાયદો થાય છે. સારું બનાવતા ન આવડે તો, સારું દેખાય તેવું તો બનાવવું જ જોઈએ.’’ જે સફળતાને પચાવી ન શકે તેને નિષ્ફળતા વિનમ્ર અને વિવેકી બનાવે છે. કાલુને આવું સાંભળવા મળ્યું તો તેણે વિચાર્યું કે, સફળતા તો પચાવી શકાય એવી જ મેળવવી જોઈએને !

એક દિવસ માએ કાલુને કહ્યું, ‘‘બેટા ! તું આટલા ઉત્સાહથી આગળ વધવાની ઈચ્છા લઈને બેઠો છો. શું તું બીજા જેવું કરી શકીશ ?’’ ત્યારે કાલુએ ઉત્સાહથી નહિ, બમણા ઉત્સાહથી જવાબ આપ્યો, ‘‘ અરે, મા ! આ તું શું પૂછે છે ? આપણે સૌ ઈશ્વરનાં સંતાનો છીએ. ઈશ્વરે પોતાનાં દરેક સંતાનોને સરખી જ શક્તિ આપી છે. માવતર પોતાના સંતાનોમાં ભેદ રાખે ખરા ! તેમ ઈશ્વરે પણ ભેદ નથી રાખ્યો. મા ! ઈશ્વરે આપેલી શક્તિનો જે ઉપયોગ કરી શકે, તે આગળ વધી શકે ! મા ! હું મારામાં રહેલી ઈશ્વર-અર્પિત દરેક શક્તિને જગાડીને તેનો ઉપયોગ કરીશ અને ચોક્કસ આગળ વધીશ જ.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational