'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

મા ! મારે ઊડવું છે -૧૯

મા ! મારે ઊડવું છે -૧૯

3 mins
331


આવા વ્યવસાયના સાહસિકો વિશે વાંચીને કાલુની ઉડાન ઊંચે થતી જાય છે. કાલુને આભ આંબવું છે અને આભ કાલુની નજીક આવતું જાય છે. જે પક્ષી ઊડે છે તે આભની નજીક પહોંચી જાય છે અને જેને ઊડવું નથી તેને ખાવા માટે સડેલું અનાજ પણ માંડ મળે છે. કાલુને તો મોટી ઉડાન ભરવી છે. એ જ તેનું સ્વપ્ન છે. એટલે કયારેક ઊંઘમાં પણ કાલુ ચીસ પાડી ઊઠે છે, ‘‘મા ! મારે ઊડવું છે !’’ અને મા પણ જાણે જવાબ આપે છે, ‘‘હા, દીકરા! તું જરૂર ઊડીશ !’’ કાલુ તો આગળ વધતો જાય છે અને તેને નિરાશ કરવા માટે ઘણા તેને અટકાવે પણ છે, તેની મશ્કરી પણ કરે છે. કાલુને એ શેનીયે પરવા નથી. એના મનમાં તો બસ આગળ વધવાની ધગશ છે.

એક વખત તેમની સાથેના એક વિદ્યાર્થીએ પૂછયું પણ ખરું, ‘‘તારામાં આટલી ધગશ અને આવો ઉત્સાહ કેમ છે ? તને થાક કેમ નથી લાગતો ? આની પાછળ કયો ચમત્કાર છે ?’’ કાલુ તો હસવા લાગ્યો અને કહે છે, ‘‘અરે, ભાઈ ! એમાં ચમત્કાર કંઈ નથી. જેને મહેનત જ કરવી હોય એને થાક લાગતો જ નથી. જેનું મન આળસથી ભરેલ હોય, એનો થાક ઊતરતો નથી. માણસે એક સ્વપ્ન રાખીને સતત મહેનત કરવી જોઈએ. એટલે તેને થાક પણ લાગતો નથી. હું પણ એ જ કરું છું. તેં રતન તાતાનું નામ તો સાંભળ્યું જ હશે ! તાતા કંપનીને સફળતાપૂર્વક આગળ વધારનાર ચેરમેન તરીકે તેમની ખૂબ નામના છે. તેમના મનમાં એક જ વાત હતી કે કંપનીને કદી’ નીચે ન પડવા દેવી. આ ધ્યેયને ધ્યાનમાં રાખીને જમાનો બદલાતો ગયો તેમ તેમ નવી નવી મોટરો બનાવતા ગયા. તેમનો સ્વભાવ પણ માયાળું. તેઓ દરેક વર્ગ વિશે વિચારે છે. એટલે તો મધ્યમવર્ગને પોષાય એવી વિશ્વની સૌથી નાની કાર ‘નેનો’ બનાવી. રતન તાતાનો વિચાર એવો છે કે, આજથી સો વર્ષ પછી પણ આ કંપની ટોચ ઉપર હોય. તેઓ દેશ માટે ગૌરવની લાગણી અનુભવે છે. તેમનું કહેવું છે કે, બધાને તક મળે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. દેશમાં દરેકને વિકાસનો લાભ મળવો જોઈએ. શાબ્દિક રમતો રમવાના બદલે કંપનીને સાચા અર્થમાં શ્રેષ્ઠ બનાવવી જોઈએ. આવું થાય તો જ આપણે ઉચ્ચ મસ્તકે ટટ્ટાર ચાલી શકીએ. સારી બ્રાન્ડ બનાવવા માટે લોકોનો વિશ્વાસ જીતવો જોઈએ. સમય સાથે બદલાતું રહેવું જોઈએ. કાલુ આગળ કહે છે, તો મિત્ર ! હું પણ આવા સાહસિકોનો વિશ્વાસ જોઈને મારામાં વિશ્વાસ ભરતો રહું છું. મારે આગળ વધવું છે, એટલે થાક નામની ચીજ મારામાં આવતી જ નથી. જે થાકી જાય છે તે કદી’ પોતાની મંજિલ સુધી પહોંચી શકતા નથી. મારે મારી મંજિલે પહોંચવું જ છે. એમાં ગમે તેવાં વિધ્નો આવશે તો પણ હું તેનો સામનો કરીને આગળ વધતો જ જઈશ. મારે માત્ર પૈસા નથી કમાવા. મારે તો કંઈક કરી બતાવવું છે. મિત્ર ! તારામાં હિંમત હોય તો તું પણ મારી જેમ સ્વપ્ન જોવા લાગી જા અને તેને સફળ કરવા મહેનત કરવા લાગી જા. પૈસા તો ગમે તે કમાઈ શકે, પણ કંઈક કરી બતાવે એજ આગળ વધ્યો ગણાય.’’

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational