STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

3  

'Sagar' Ramolia

Inspirational

મા ! મારે ઊડવું છે -૧૦

મા ! મારે ઊડવું છે -૧૦

2 mins
363

કાલુને થયું કે વર્ગમાં કંઈક કહું. સાહેબને પૂછીને તે નેપોલિયન બોનાપાર્ટ વિશે બોલવા લાગે છે. તેની વાણીમાં ઉત્સાહ છે, તેના ચહેરા ઉપર તેજ છે, મનમાં ચપળતા છે. આવો કાલુ જ્યારે નેપોલિયન બોનાપાર્ટ વિશે બોલે ત્યારે તેમાં વીરતાનાં લક્ષણો શું ન દેખાય? તે મંડયો બોલવા, ‘‘નેપોલિયન કદી પાછીપાની કરવામાં માનતા નહિ. જે ધ્યેય નક્કી કરે તે કદી’ મૂકે જ નહિ. એમના સૈનિકો પણ એમની વાત કબૂલતા. નેપોલિયનનું માનવું હતું કે, કોઈ ચીજ અશકય છે જ નહિ. તેમની આ બાબત જ તેમને વિજય અપાવતી હતી. તો મિત્રો આપણે પણ મહેનત કરીએ તો ગમેતેવું અઘરું કામ સફળતાપૂર્વક પાર પાડી શકીએ. આપણે હિંમત હારવી જોઈએ નહિ.’’ કાલુ બોલતો ગયો ને સૌ સાંભળતા ગયા. કાલુમાં આવી વાણી કયાંથી નીકળવા લાગી એ તો કોઈ નક્કી કરી ન શકયા. સૌને તો એમ જ થતું હતું કે, આપણે તો એક નાનકડો જવાબ આપવો હોય તો પણ ભૂલ પડે છે. જ્યારે કાલુ તો એકધારો કેટલીવાર બોલ્યો ! કયાંય ન પડી ભૂલ કે ન કયાંય અટકયો. કયાંથી અટકે ? કાલુને તો આગળ વધવું છે, તેને તો ઊડવું છે. જે ઊડવાનાં સપનાં જોતો હોય, તેની વાણી અટકતી હોય ખરી ? પણ કાલુની વાત સાંભળીને બાળકો અવળું જ વિચારીને ગણગણ કરવા લાગ્યાં, ‘‘આ કાલુ તો પૂરેપૂરો ગાંડો થઈ ગયો છે. જે હોશિયાર-હોશિયાર હોય, એય ઘણીવાર નિષ્ફળ જાય છે, જ્યારે કાલુને તો પૂરું શરીરેય નથી ને પાછો આપણને પણ શિખામણ દેવા ઊપડયો છે ! ન જોયા હોય જાણે શિખામણ દેવાવાળા !’’ પણ આવો ગણગણાટ સાંભળે ઈ કાલુ તો નહિ જ ! આટલી નાની ઉંમરમાં આવી સમજ કાલુ કેવી રીતે મેળવે છે એ તો કોઈની સમજમાં આવતું જ નહોતું. અહીં બધાની સમજવાની શક્તિ પૂરી થઈ જતી હતી. બસ કાલુને તો કંઈક શીખવું જ હતું ને શીખતો જતો હતો.

મોરનાં ઈંડાં ચીતરવા ન પડે એ કહેવત કાલુને ધીરૂભાઈના દીકરાઓમાં પણ જોવા મળી. જેમ ધીરૂભાઈ વ્યવસાય કઈ રીતે કરાય તેનું સૂત્ર આપી ગયા, તેમ મૂકેશ અંબાણીએ પણ પિતાએ શરૂ કરેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સફળતાપૂર્વક આગળ વધારેલ છે. મૂકેશ અંબાણીનું માનવું છે કે, ‘‘પ્રગતિ જ જીવન છે. દરેકે સતત પ્રગતિશીલ રહેવું જોઈએ. સાહસિક ઉદ્યોગપતિ બનવા માટે આત્મવિશ્વાસ છોડવો ન જોઈએ. પોતાના વિશ્વાસને વાસ્તવિકતામાં બદલવાની ત્રેવડ હોવી જોઈએ. ઝડપી નિર્ણયશક્તિથી કામ બમણું થાય છે. માર્ગમાં આવતા અવરોધોને તક માનીને ઝડપી લેવા જોઈએ. આપણું ધ્યેય પ્રાપ્ત કરવાની સાથે બીજાના ધ્યેયને નજરઅંદાજ ન કરવું જોઈએ.’’

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational