મા અને છમવડું
મા અને છમવડું


એક ગામ હતું.ત્યાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તની પહેલી પત્નીને સાત દીકરીઓ હતી. તેનું આવસાન થઇ ગયું હતું. અને તે બ્રાહ્મણએ બીજા લગ્ન કર્યા હતાં. બ્રાહ્મણ એક દિવસ ગામમા માગવા માટે જાય છે. અને એક ઘરેથી એક રોટલા જેટલો માંડ લોટ મળે એમ કરતા રાત પડી જાય છે. અને સાતે દીકરીઓ સુઈ જાય છે . બ્રાહ્મણ બહુ ખરાબ લાગે છે પરિસ્થિતિ પર. એક દીકરી જાગે છે એટલે વડુ બનવી આપે છે. એને તે ખાઈને સુઈ જાય છે. બીજી જાગે છે અને કહે છે મારે પણ ખાવું છે. અને આમ બધી દીકરી વારાફરથી જાગી ને ખાઈને સુઈ જાય છે. બ્રાહ્મણની બીજી પત્ની કહે છે આ સાત દીકરીઓમાં ભૂખ્યા રહે છે. અને આમ જ ચાલતું રહ્યું તો તે એમના પિયર ચાલ્યાં જશે. આ તમારી દીકરીઓને મૂકી આવો તો જ હું રહીશ. બ્રાહ્મણતેમની દીકરીઓને લઈને જંગલ ચાલ્યાં ગયા.ત્યાં એક ઘટાદાર વૃક્ષ આવ્યું. દીકરીઓ કહે છે, પિતાજી અમે બહુ જ થાકી ગયા છીએ, આપણે આ વડલા નીચે આરામ કરી લઈએ. અત્યારે બહુ રાત પણ થઇ ગઈ છે. બધી દીકરીઓ સુઈ જાય છે અને બ્રાહ્મણ સુતા મૂકી ને ચાલ્યાં ગયા. નાની છોકરી જાગી અને પિતાજી પિતાજી કરીને રડવા લાગી. એક પછી એક બધી જાગવા લાગી. જંગલ વધારે ભયંકર હતું. કોઈ પશુ પક્ષી કે કોઈ માણસ હતું નહી. તેઓ વધારે ડરવા લાગ્યા. અને તેમને એક અવાજ સાંભળ્યો. જે એક રક્ષ્સી નો હતો , તે કહે છે કે માણસ ખાવું. એમ કહેતી હતી.
નાની બહેન ત્યાંથી ભાગવા લાગી, અને જતા તેને એક મોટો પત્થર જોયો. તે તેની પાછળ જવા લાગી ત્યાં પથ્થર ખસી ગયો. અને ત્યાં ભૌતિક સમ્પત્તિ, મહેલ, ગાડું,પૈસા સોનું,ચાંદી, હીરા વગેરે હતી. દરેક દીકરીના અલગ અલગ મહેલ મળ્યા. સૌથી નાની બહેન ને કુવો મળ્યો. એન તે ઉપરાંત ગાય ભેંસ બળદ વગેરે મળ્યું. બધી બહેનો સુખ સમૃદ્ધીમાં રહે છે. તેમની એક બહેન ખેતી નું કામ કરે છે. તેને પોતાના પિતાજી યાદ આવે છે. અને તે રોવા લાગે છે.
વાડીમાં ઘઉં, બાજરી, વગેરે અનાજ વાવે છે. એક દિવસ ત્યાં એક રાક્ષસી આવે છે. તેને એક વૃદ્ધાનું રૂપ લઇ લીધું. સૌને તેની માતાની યાદ આવે તેથી. એઓ કહે છે કે તેમને અહી પોતાના પિતાજી મૂકી ચાલ્યાં ગયા છે. રાક્ષસી બોલી એને ભુખ લાગી છે. એટલે દીકરીઓએ જમવાનું આપવાનું કહ્યું. મોટી દીકરી એક મોટું વાસણ લઇ. તેમાં તેલ ગરમ કરી અને રાક્ષસી ને માથે નાખે છે. તે ત્યાં મરી જાય છે. પછી એલોકો શાંતિથી રહે છે. તેમની એક નાની બહેન ને એક વાર તેના પિતા દેખાય છે. કે જો આપના પિતાજી લેવા આવ્યાં હશે. તેઓ બધી ભેગી થઈને પિતાજી ને તેમના મહેલમા લઇ જાય છે. અલગ અલગ ભોજન જમાડે છે. પિતાજી એ કહ્યું તમને ઘરે લઇ જવા આવ્યો છું. દીકરીઓએ પૂછ્યું તમે અમને મૂકી ને ચાલ્યાં કેમ ગયા હતાં. બધી વાત કરે છે અને રડવા લાગે છે. બ્રાહ્મણ કહે છે કે એ તમારી બીજી માં છે. અને હવે તમારે મારી જોડે આવવાનું છે. ગામમા આવી બ્રાહ્મણ કહે છે મારી દીકરીઓને તો સંપત્તિ મળી છે, અને મારે સાત સાત બળદગાડી લઈને તેમને લેવા જવાનું છે, અને લેવા માટે જંગલ આવે છે, અને તેમનું સ્વાગત કરે છે. પોતાની દીકરીઓને ઘરે લાવી શાંતિથી રેહે છે, એટલે કહેવત છે મા તે મા બીજા વગડાના વા. મા બાપ થી મોટું દુનિયામા કોઈ નથી.