રહસ્યમય દાસી
રહસ્યમય દાસી


એક પ્રાચીન અને નાનકડું નગર હતું. તેમાં એક રાજા રહેતા હતાં. તે રાજા પ્રેમાળ હતાં. રાજાને ત્યાં એક રાજકુમાર હતો, ત્યાં નગરમાં એક બ્રાહ્મણ ગરીબ દીકરી એ રાજ મહેલમા દાસીનું પ્રતિનિધિત્વ ધરાવતી હતી. રાજાને ત્યાં પણ એક સુંદર સુશીલ રાજકુમારી. તેનો સ્વભાવ બધાં પ્રત્યે સારો એટલે તે પેલી બ્રાહ્મણ પુત્રી સાથે તેની મિત્રતા હતી. તે તેના બધા કામમાં સાથ આપતી. રાજમહેલ મા બીજી પણ ઘણી દાસીઓ હતી,. તે પણ ત્યાં જ કામ કરતી.
એક દિવસ બ્રાહ્મણ પુત્રીને મહેલથી કેહવામાં આવે છે કે આ ગયો અને બીજા પશુઓને ચરાવવા જવનું છે. બંને દાસીઓ જાય છે. જંગલ મા કોઈ સુથાર લાકડા કાપતો હોય છે. એ જોઈ દાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. તેમની ગાયો માટે ભોજન પણ આપે છે અને તેઓને પણ બેસાડે છે. બીજી દાસી બધુજ ભોજન ખાઈ જાય છે. અને બ્રાહ્મણ દીકરી ને દુઃખ થાય છે ત્યાં તે ભગવાનનું સ્મરણ કરે છે. તો ભગવાન તેમને પ્રસન્ન થઇ બત્રીસ વાડકા ભોજન આપે છે,.સુથાર આ બધું જ જોવે છે. તો તેઓ રાજમહેલ આવી રાજાને વાત કરે છે. કે હવે બ્રાહ્મણ દીકરીને તમે ગાયો ચરાવવા મોકલો અને બીજી દાસીને મહેલ મા રાખો.
બીજો દિવસ થાય છે. ત્યારે તેમના માટે તેમને ભોજન નથી આપવામાં આવતું . તો આ બધું જ પેલો સુથર જુએ છે, પેલી દાસી પાસે પાછુ ભગવાન પાસેથી ભોજન આવે છે અને એ ભોજન કરે છે. આવું કેટલા દિવસો ચાલે રાખે છે. પણ રાજાને સમજાતું નથી. રોજ સુથાર આવે ને રોજ વાત કરે. છેલે સુથાર ને કાઢી મુકે છે કેમકે એ બોલ્યો કે દાસી જ પરી છે. એની પર કોઈ જાતનો વિશ્વાસ મૂકી શકાય તેમ જ નાં હતો. અને આમ રાજા એ વાત પડતી મૂકી.