સુંદર રાજકુમારી
સુંદર રાજકુમારી


એક મોટું નગર હતું. એમાં એક રાજા હતાં. તેમને એક રાજકુમારી હતી. મહેલ મા એક મોટો બગીચો હતો, તેમાં રાજકુમારી દરરોજ ફરવા જતી હતી. તેમાં એક બોલતો પોપટ હતો. એક દિવસ તે બગીચામાં એવું બન્યું કે એ બગીચામાં એક રાક્ષસ આવ્યો. એ રાજકુમારી ને ઉઠાવીને ત્યાંથી લઇ ગયો.
પછી રાજાએ તેના સિપાહીઓને શોધવા માટે અલગ અલગ દેશો મા તેની તલાશ કરવાની કહી. રાજા એ એક ઇનામ મુક્યું. કે આ મારી રાજકુમારી ને જે પણ શોધી કાઢે તેને હીરા મોટી માણેક એ બધું આપવાનું કહ્યું. ત્યાં નગરનો એક યુવાન તૈયાર થયો. તેના માટે તેનો એક ઘોડો અને ભોજન તૈયાર કરી અને યુવાન ઘોડે સવાર થયો. અને તબડક તબડક થતો એક તેઓ એક જંગલ તરફ પહોંચ્યો ત્યારે તો ઘણી અંધારી રાત થઇ ગઈ હતી.
એક ઝુપડી હતી ત્યાં એક દીવો પ્રગટ થયો એવું યુવક ને દેખાયું. તે તરફ ગયો ત્યાં તેને એક સાધુ દેખાયા. અને યુવાને તેમને સાદ આપ્યો. તો સાધુ એ સાંભળ્યું નહી. સાધુની તપસ્યા પૂરી થતાં એવો સાધુએ આંખ ખોલી અને કીધું, બેટા તું અહિયાં અને આ સમયે શું કામ? તે યુવાને તે સાધુ ને આ બધી વાત કરી. યુવાન કહે છે કે આ રાક્ષસ હતો. રાજાની રાજકુમારી ઉઠાવી ગયો છે અને તેને શું શોધવા માટે અહી જંગલ મા આવ્યો છું.
તે સાધુ એ કહ્યું કે બેટા અહી એક ડુંગર એક દરિયો એક ડુંગર એક દરિયો પાર કરી જવાનું છે. ત્યાં રાક્ષસ રહે છે. ત્યાં તુઈ કેવી રીતે પહોચીશ આ ઘોડો લઇ. તું એક કામ કર. હું એક પવનપાવડી બનવી આપું તું તારે તેમાં બેસી જવાનું. ચલ પવનપાવડી ઉઠી જા એવું તારે ત્રણ વખત બોલવાનું. જયારે તારે નીચે ઉતરવું હોય ત્યારે તારે બોલવાનું ચલ પવનપાવડી નીચે ઉતરી જા એવું ત્રણ વખત બોલવાનું. તે યુવાન તેમાં બેસી ગયો. અને ઉડાન પછી ત્યાં તેને એક ગુફા દેખાઈ જેમા રાક્ષસ હતો.
ત્યાં તેને પવનપાવડી ઉતારી અને રાક્ષસની ગુફા આગળ બે કુતરા બાંધ્યાં હતાં. કે કોઈ આ ગુફામાં જઈ નાં શકે. યુવાને એક વિચાર આવતાં તેમને નાકમાં સળી કરી. અને બંને કુતરા બાંધી ને ત્યાથી ગુફાથી અંદર ગયો. તે યુવાન તે રાજકુમારી જોઈ અને તે બોલી તું અહિયાં કેમ આ રાક્ષસ આવશે તો તને ખાઈ જશે. મને તે રાક્ષસ નથી ખાતા પણ બીજા માણસ ને ખાઈ જાય છે . તે મને અહી પોતાની મનપસંદ રસોઈ બનવવા માટે અહી લાવ્યો છે.
તે રાક્ષસ આજ સમયે આવશે તું ગમે ત્યાં છુપાઈ જા ત્યાં થોડી વાર મા જ રાક્ષસ આવ્યો. તે રાક્ષસ માણસ ખાઉં કહેવા લાગ્યો. તેને સુગંધ આવવા લાગી. ત્યાં રાજકુમારી કહેવા લાગી કે તું મને ખાઈ જા અહિયાં હું જ છું. આ સાંભળી રાક્ષસ ક્રોધિત થઇ ગુફામાંથી ચાલ્યો ગયો. રાજકુમારી ને ખબર હતી , કે તે રાક્ષસ નો જીવ એક પોપટ મા હતો અને તે પોપટ ને તે રાક્ષસે એક ગુફાની અંદર બીજી ગુફામાં રાખ્યો હતો. એ બંને ને એક સાથે જ વિચાર આવ્યો. કે રાક્ષસ પાછો આવે અને સુઈ જાય એ પછી ગુફા શોધતા અંદરની ગુંફા તરફ જવું. તે પોપટ નું પીંજરું તોડ્યું અને પોપટને પકડી અને પોપટની પાંખ તોડી નાખી. પોપટ સાથે સાથે રાક્ષસ પણ મારી ગયો.
યુવક અને રાજ્કુમારી પોતાના નગરમા પહોંચ્યા, અને રાજા એ યુવકને પોતાની શરત પ્રમાણે મોટી માણેક વગેરે ખજાનો આપ્યો.