લોકડાઉન
લોકડાઉન
લોકડાઉન- ૨૧ દિવસ. આ સાંભળી ને અક્કર આવે. મગજ સૂન થઇ જાય. લોકડાઉન એટલે ટોળાબંદી. એક સાથે ભેગા નહી થવાનું. બધું બંધ.
ખાલી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓનું વેચાણ ચાલું જેમ કે દૂધ, શાકભાજી, ફળો, કરિયાણું, દવાઓ. સ્કુલ, કોલેજ, ઓફિસો, થિયેટર, મોલો,
લગ્ન ના હોલ, બેસણાં બંધ, બસો, ટ્રેનો, એરોપ્લેન, પ્રાઇવેટ વાહનો, બી.
આર.ટી. એસ, ટ્રાન્સપોર્ટ.. વગેરે બંધ.
કોઇ પણ મનુષ્ય એ ઘરની બહાર પગ નહી મૂકવાનો. સંપૂર્ણ ઘરમાં જ રહેવાનું. લોકડાઉન માં સરકાર નો ઉદેશ લોકો ને કોરોના મહામારી બચાવાનો છે. જીવન માં પહેલી વખત ઘરે બેઠા નોકરી./ બીઝનેસ નું કામ મોબાઇલ/ કોમ્પ્યુટર મારફત કરવાનું. હવે લાગે છે ખોટી ભાગંભાગ કરે છે લોકો. શેના માટે ? શું પામવા/મેળવવા કરે છે ? ક્યાં જવું છે ? મનુષ્ય બહાર ભટકયાં કરે છે. આજે લોકડાઉન દ્રારા મનુષ્ય ને પોતાનીજાત ને ઓળખવા માટૅ / પોતાના પરિવાર સાથે રહેવાનો સુંદર અવસર મળ્યો છે.
એવા કેટલાય લોકો થઇ ગયાં કે જેને ભગવાને અર્પેલા લોકડાઉન માં વિચલિત થયા વગર પોતાનું દુનિયા માં નામ કર્યું અને સમાજ ની પણ સેવા કરી ઊદા.. સ્ટીફન હોહીંગ્સ, હેલન કેલર… મનુષ્ય ના મનની શક્તિથી ધારેલું કામ કરી પોતાનો / દેશ-દુનિયા નો વિકાસ કરી શકે છે.
મારું નામ દર્શિતા બાબુભાઇ શાહ.(જન્મ ૯, નવેમ્બર, ૧૯૬૫)
૬ મહિનાની ઊંમર માં ૧૦૦% પોલિયો. સમગ્ર શરીર લોકડાઉન.
શ્વાસ લેવા માટે પણ તકલીફ ને છતાં હજુ જીવીત અને કાર્યરત.
તો તેમાં પ્રબળ ઇચ્છાશક્તિ, કુંટુંબ નો સહકાર, મજબૂત મનોબળ.
લોક્ડાઉન ની અસર/ ફાયદા.
૧.શરીર લાશ બની ગયું/ માં-બાપ ના પ્રયત્નો થી શ્વાસોશ્વાસ
ચાલું .
૨. ખુરશી માં બેસતાં/ ઉઠતાં ના ફાવે, ઉભા થઇ ચાલવામાં તકલીફ
/ માં-બાપ સતત શરીર ની કસરત કરાયા કરતાં.
૩. સ્કુલ માં હાજરી શૂન્ય- ઘરે બેઠા ભણતર- પરીક્ષા શાળામાં જઇ
આપી/ એસ.એસ.સી-એચ.એસ.સી માં સ્કુલ માં પ્રથમ- ફર્સ્ટ કલાસ
૪. કોલેજ માં હાજરી શૂન્ય- ઘરે બેઠા ભણતર- પરીક્ષા શાળામાં જઇ
આપી/ ગ્રેજ્યુએટ ડીગ્રી માં - ફર્સ્ટ કલાસ – કોલેજ માં પ્રથમ.
૫. કુલ ૧૯ ડીગ્રી તેમાં હાજરી શૂન્ય/ ને પાંચ માસ્ટર ડીગ્રી લીધી.
M. COM(COMM.), M.COM(STAT), M.B.A, M.C.A, L.L.M
૬. શરીર નું એક પણ અંગ કામ નથી કરતું/ નોકરી, ધંધો, સેવા,
અપંગ માનવ મંડળ માં નોકરી, દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ
ની મેનેજીંગ ટ્રસ્ટી, ટ્રસ્ટ નું સંપૂર્ણ કામ કરવું , જેમ કે દાન ભેગું
કરવું, દાન / સાધન સહાય / - ટ્રસ્ટ નું એકાઉન્ટ લખવું, વેબસાઇટ
બનાવી અને અપડેટ કરવી, સોસિયલ મીડીયા પર અપડૅટ કરવું
- મોબાઇલ અને કોમ્પ્યુટર પર થી સમગ્ર કામ કરવા.
૭.દિવસ માં ખાલી ત્રણ કલાક ઘરની બહાર જવાનું/ પરિણામ
૪૫ એવોર્ડ મળ્યાં/ એક રાષ્ટ્રપતિ એવોર્ડ- દૈનિક ભાસ્કર નો
નેશનલ એવોર્ડ, બે ગુજરાત સરકાર એવોર્ડ, લીમ્કા બુક રેકોર્ડ.
૮. બેસવાની-ઊભા રહેવાની તકલીફ- વોશરૂમ ની તકલીફ /
૧૦૮ મેડિકલ ચેક-અપ કેમ્પ – વિરમગામ ખાતે/ મોડાસા
૧ કેમ્પ- વિરમગામ માં ફીઝીયોથેરેપી સેન્ટર ચાલે છે.
૯. ઘરની બહાર સ્પોર્ટ્સ ના રમવા જવાય/ કેરમ-ચેસ-પત્તા,
શતરંજ, કોડી, ભમરડો વગેરે માં એક્સપર્ટ
૧૦. ક્લાસ/ટ્યુશન ના સહારા વગર/ ચિત્ર, પેઇન્ટીંગ, ક્રાફટ, ભરત
ગૂથણ, સંગીત, ગાયન, પીયાનો વાદન, શાયરી- કવિતા- વાર્તા
ગઝ્લ લખું . તેને માતરૂભારતી મોબાઇલ રેપ પર અપલોડ
કરવી, ન્યુઝ પેપરમાં કવિતા છપાવી. કવિતા માસિકો માં કવિતા
છપાય. સાહિત્ય સંસ્થાઓ માં સભ્ય
સંગીત માં ઘણાં પ્રોગ્રામ માં ગાયન ગાયું. ચેસ-્કેરમ- પત્તા ની
ટુર્નામેન્ટ કરવી- ભાગ લેવો.
૧૧. શારિરીક મર્યાદા ને લીધે પાણી, ચા, લંચ, ડિનર પ્રમાણસર
૧૨. હોટલ- થિયેટર, મોલ, શોપીંગ દુકાનો માં ના જવાય/ કાયમ
અપટુડેટ રહેવું- ન્યુઝ પેપર માં ઇન્ટર્વ્યુ છપાય.
૧૩.૧૮ કલાક થી વધારે પ્રવાસ માં તકલીફ/ અડધું ભારત નો
પ્રવાસ કર્યો.
૧૪.ભગવાનની નિયમિત પ્રાર્થના કરવી- દરરોજ બે મંદિર જવું
૧૫.બની શકે તેટલા વધારે લોકો ની મદદ કરવી- મળેલા સમય
ભરપૂર ઉપયોગ કરવો-
ગમે તે સંજોગો / પરિસ્થિતિ નો હસતાં મોઢે સામનો કરવો.
લોકડાઉન ના ઘણાં ફાયદા છે. કદાચ મને ભગવાને શારિરીક લોક્ડાઉન ના આપ્યું હોત તો આજે હું ક્યાં હોત ?
ભગવાન / ખુદ પર ભરોસો ગમે તેટલા લોકડાઉન મનુષ્ય ની પ્રગતિ રોકી શક્તું નથી.