આગમચેતી
આગમચેતી
આપણાં ઘરના વડીલો, ઘરડા બુઢા, માઁ – બાપ, જે દીર્ઘ દ્રષ્ટિથી જીવન
જીવતા હતાં તે જ જીવન જીવવાની સાચી રીત હતી. ભૂતકાળ ના અનુભવો,
વાંચન, સાંભળવાની કળા, આંતર સૂઝ, કોઠા સૂઝ, ભગવાન પર શ્રધ્ધા, ભવિષ્યના બનાવો નો અણસાર, ન્યુઝ પેપર વાંચવાની ટેવ,વગેરે….
૧૯૬૫ પછી ઘણીબધી કુદરતી અને માનવ નિર્મિત આફતો આવી જેવી કે અંધારપટ, અનામત ના આંદોલનો, વરસાદી પૂર, ધરતીકંપ, સ્વાઇન ફ્લૂ,
કોરોના જેવી મહામારી. આ આહતો દરમ્યાન નરી આંખે જોયેલું સત્ય, દિલ
હચમચવી નાખે તેવું હતું. આફતો પછી ના મહિનાઓમાં જે હાડમારી ભોગવી
તે અસહ્ય હતી, સામાજીક, આર્થિક, નાણાકીય, શારિરીક, અને માનસિક પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું તેની યાદ માત્ર ધ્રુજાવનારી છે. તે પછી જે
સાવચેતી લીધી તે નીચે મુજબ છે.
. સૌ પ્રથમ દરેક સંજોગોમાં માનસિક સ્થિરતા રાખવી.
. શાંતિ અને ધીરજ થી કામ લેવું
. પરિવારે એકજૂથ રહેવું
. નાણાકીય રીતે મજબૂત રહેવું
ઘરમાં – ૨૫,૦૦૦/-રૂપિયા
બેક્માં - ૫૦,૦૦૦/-રૂપિયા
. ગુગલ પે, એ. ટી. એમ અંગે પૂરી જાણકારી
. ઘર માં રહી ને પણ વ્યસ્ત રહેવું
. એકાદ શોખ , જે ઘરે બેસી ને પૂરો થઇ શકે.
. ઘરકામ નો મહાવરો
. સેવા ની ભાવના
. સંગ્રહખોરી ના કરવી
. ઘર, સોસાયટી, ગામ, શહેર, જીલ્લા, દેશ, દુનિયા ને સ્વચ્છ રાખવી
. વ્યસન થી દૂર રહેવું
. ઘર માં નીચે મુજબ ની સામગ્રી હોવી જોઇએ તેનું લીસ્ટ રાખી તે
અમલ માં મૂકવું
૧. ઘઉં- ૫૦ થી ૧૦૦ કિલો
૨. ચોખા- ૩૦ થી ૫૦ કિલો
૩. તુવેર દાળ ૨૦ થી ૩૦ કિલો
૪. મગની દાળ - ૧૦ થી ૨૦ કિલો
૫. કઠોળ જરૂરિયાત મુજબ
૬. ચા- ૧ થી ૨ કિલો
૭. ગોળ - ૧ થી ૨ કિલો
૮. ખાંડ - ૧૦ થી ૨૦ કિલો
૯. મીઠું - ૧ થી ૨ કિલો
૧૦. તેલ - ૧૫ થી ૩૦ કિલો
૧૧. ઘી - ૫ કિલો
૧૨. દૂધ – ૧ લિટર
૧૩.મમરા- ૨૫૦ ગ્રામ
૧૪.પૌઆ- ૨૫૦ ગ્રામ
૧૫.ધાણી – ૨૫૦ ગ્રામ
૧૬. ઘઉ નો લોટ- ૧૦ કિલો
૧૭. ચા પત્તી – ૧ કિલો
૧૮. કોફી – ૧૦૦ ગ્રામ
૧૯. બટાકા – ૩ કિલો
૨૦. ડુંગળી – ૩ કિલો
૨૧. ટામેટા – ૧ કિલો
&
nbsp;૨૨. લીબું – ૧૦૦ ગ્રામ
૨૩. લીલો મસાલો
૨૪. મીણબત્તી ૩૦ નંગ
૨૫. માચીસ – ૧૦ નંગ
૨૬. ગેસ નો બાટ્લો
૨૭. છત્રી – ૧ નંગ
૨૮. રેઇન કોટ – ૧ નંગ
૨૯. હાથનો પંખો – ૪ નંગ
૩૦. સ્વેટર – ૧ નંગ
૩૧. ધાબળો – ૪ નંગ
૩૨. ચાદર – ૪ નંગ
૩૩. જૂના છાપાં
૩૪. પ્લાસ્ટિક કોથળી
૩૫. નાના ડબ્બા – ૬ નંગ
૩૬. બિસ્કિટ પેકેટ – ૩ નંગ
૩૭. મેગી પેકેટ – ૩ નંગ
દવાઓઃ—
૧. તાવ, માથા નો દુખાવો
૨. એસીડીટી
૩. ઝાડા
૪. પેટ નો દુખાવો
૫. દાંત નો દુખાવો
૬. આયોડેક્સ
૭. દાઝ્યા પર લગાવવા ની ટ્યુબ
૮. વીક્સ
૯. બામ
૧૦. શરીર ના દુખાવાની
૧૧. ડૅટોલ – સાબુ – લીકવીડ
૧૨. દરરોજ જે દવા લેતા હોય તે બે મહિના નો સ્ટોક
૧૩.વાગ્યા પર ચોપડવાની દવા, પાટો, કણી ની પટ્ટી
૧૪.છાતી માં દુખવાની
૧૫.ટૂથપેસ્ટ
૧૬. ટૂથબ્રશ
૧૭. ઉલીયું
૧૮. દાઢી નો સામાન
૧૯. ન્હાવા, ધોવાના સાબુ, શેમ્પૂ
૨૦. સ્ત્રી ઓ – પોતાના સામાન
રુટિન માં ઓફિસ જતાં જોડે રાખવાઃ ----
૧. ૩,૦૦૦/- રૂપિયા
૨. દવા- ત્રણ દિવસની
૩. આઇ. ડી. પ્રૂફ
૪. ઘર ના સરનામું- મોબાઇલ નંબર – કાર્ડ
૫. સીઝન પ્રમાણે છત્રી/રેઇનકોટ/્સ્વેટર/ એક જોડી કપડા(ઓફિસમાં રાખવા)
૬. પાણીની બોટલ
૭. બિસ્કિટ/મમરા મીક્સ પેકેટ
૮. ખાંડ.મીઠું – નાની ડબ્બી
૯. હાથ રૂમાલ/પેપર નેપકીન