The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Darshita Shah

Inspirational

2.4  

Darshita Shah

Inspirational

દિવ્યાંગ સીંગલ મધર

દિવ્યાંગ સીંગલ મધર

7 mins
582


આજના યુગમાં આ શબ્દ નવો નથી. આ વાત ૩૦ વર્ષ પહેલાની છે. જ્યારે સ્ત્રીનો સમાજમાં કોઇ દરજ્જો જ ન્હોતો. સ્ત્રીનો કોઇ અવાજ અને સમાજમાં સ્થાન ન્હોતું.આવા સમાજમાં સીંગલ મધરની ફરજ અદા કરવી અને સમાજમાં માનભેર અને

ગૌરવ ભર્યુ સ્થાન મેળવવું એનાની સૂની વાત ન્હોતી. ગુજરાતના જાણીતા શહેર સુરત જ્યાં ટેક્ષટાઇલનું મોટું માર્કેટ. સુરત પહેલેથી જ ટેક્ષટાઇલ અને હીરા માટે જાણીતું. લોકો પણ મન મોજીલા અને ખાવા પીવાના શોખીન અને સુખી. શાંતિપ્રિય પ્રજા. કોઇની સાથે બહુ માથાજીક જ નહી. બસ દરેક પોતપોતાના ધંધા રોજગારમાં મશગૂલ. સુરતનું જમણ ખૂબ જ વખણાય. અહી જોવાલાયક સ્થળો ઘણાં. આથી પ્રવાસીઓ માટે જાણીતું અને માનીતું શહેર.             

              

એ સુરતની આ વાત ત્યાં અંજનાબેન રહે. સારા કુટુંબમાં જન્મ થયો. પિતા ક્લાર્કનીનોકરી કરતા હતાં અને માતા ઘરમાં

લોકોના કપડાં સીવતા. એકનું એક સંતાન હોવાથી માતા-પિતા એ ઉછેરમાં કોઇ ખામી ન્હોતી રાખેલ. ઉચ્ચ શિક્ષણ આપ્યું.

દેખાવમાં પણ ગૌરવર્ણ હતાં, પણ કુદરત એ એક ખામી આપી કમરથી નીચેનું અંગ પોલીયોગ્રસ્ત. આથી ચાલવામાં ઘણી તકલીફ પડતી. ઉમર વધતા ચાલવામાં તકલીફ પડવા લાગી આથી લગ્નનો વિચારમાંડી વાળ્યો. અભ્યાસની સાથે સાથે અંજનાબેને સીવણની કલા શીખી હતી તથા સારું ગાતા આવડતું . સ્કૂલમાં થતા પ્રોગ્રામમાં ગીતો ગાતા. આમ જીવન સારી રીતે પસાર થતું. માતા-પિતા એ કોઇ વાતમાં ઓછું આવવા દીધું ન્હોતું. અંજનાબેન પણ સમજુ હતાં અંજનાબેને નોકરી કરવામાંડી ત્યાં તેમની કોઠાસૂઝ અને હળીમળીને સાથે રહેવું એ સ્વભાવને કારણે ઓફિસ મામ તેમને બધાં જ મદદરૂપ થતાં. દિવસો ઘોડાની માફક દોડતા આ બાજુ સાથી બહેનપણીઓના લગ્ન થવા લાગ્યાં. અને માતા-પિતાને અંજનાબેનના લગ્નની ચિંતા કોરી ખાવા લાગી પરંતુ અંજનાબેન તો લગ્ન નહી કરવાનો નિર્ણય લઇ ચૂક્યાં હતાં. જીવન સરળતાથી ચાલતું હોવાથી તેમને લગ્ન જરૂરી લાગતાં જ ન્હોતાં આમને આમ દિવસો પસાર થવા લાગ્યાં.


માતા-પિતા ઘરડાં થતાં ઘરનો ભાર અંજનાબેન પર આવ્યો પરંતુ તેઓ એક પળ માટે પણ ગભરાયા વગર ઘરની જવાબદારી ઊપાડી લીધી. ઘરનાનાના મોટા કામ સાથે ઓફિસનું કામ પણ ખૂબ રહેતું છ્તાં પણ થાક્યાં વગર તેઓ હસતાં મોઢે જીન્દગી

જીવતાં હતાં. આ દરમ્યાન સહેલીઓનું હળવા મળવાનું ઓછું થઇ ગયું અને તેમને જીવન થોડું નિરસ લાગવા માંડયું. જીવન સહેલું તો ન્હોતું જ પરંતુ સરળ બનાવી દીધું હતું. કારણ કે શારિરીક તકલીફનાનપણથી હોવાથી દરેક પડકારો હસતા મુખે સહન કરતાં.


આમને આમ વર્ષો વીતવા લાગ્યાં માતા-પિતાની છત્રછાયા પણ ગુમાવી. એકલતા વધારે કોરી ખાવા લાગી. સ્વભાવે મળતાવળા હોવાથી ઘણી સહેલીઓ છ્તાં પણ એકાંત લાગતું તેણીઓ તેમના ઘરસંસારમાં વ્યસ્ત હતી. સંધ્યા, સુનીતા, મમતા, રાજવી, મધુ, કીર્તિ બધાના ખબરઅંતર પુછી લેતી. કોક વાર મળવાનું થઇ જતું. તેમાં સંધ્યા અને મધુ તેમની ખાસ સહેલીઓ. સંધ્યા સાથે જીવનના ઘણાં વર્ષો આનંદ પ્રમોદમાં પસાર કરેલા અને સંધ્યાનો સ્વભાવ ઘણો મળતાવળો, સમજુ,મધુએ તો અમદાવાદ લગ્ન કરેલ તેથી પાંચ – છ વર્ષે જ મળતી પણ સંધ્યા તો સુરતના વેપારી જોડે લગ્ન કરેલ તેથી અવાર - નવાર મળવા આવતી. છેલ્લા બે વર્ષથી અંજનાબેન પાસે તેણીના કોઇ સમાચાર ન્હોતાં તેણી લગ્નના બીજા વર્ષે વિધવા બનેલ અને કોક નાનીનોકરી કરતી હતી તેની જાણ હતી.                                  

 

એક દિવસ અચાનક તેની સહેલી સંધ્યાની ગંભીર માદગીના સમાચાર મળ્યાં. તેને એક બાબો હતો છ વર્ષનો. અંજનાબેન તાબડતોડ તેણીના ખબર અંતર પૂછવા હોસ્પિટલ ગયાં. સંધ્યાનું દુનિયામાં કોઇ બીજું સગુ વ્હાલું પણ ન્હોતું. હોસ્પિટ્લ પહોચતા જ અંજનાબેનને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. ત્યાં તેમની નજર અચાનક સંધ્યાના બાબા પર પડી. પહેલી નજરે જોતા જ વ્હાલ ઉભરાઇ ગયું અને પોતાની સોડમાં લઇ લીધો. અનેનામ પૂછ્યું . સંધ્યાએ ખુબ જ દર્દ સાથે તેનુંનામ અજય કહ્યું અને અચાનક અંજનાબેનથી અંજનાનો અજ્ય બોલાઇ ગયું તરત જ સંધ્યાએ કહ્યું હવે બાબો તારો જ છે હું તો લાંબી સફરે જઇ રહી છું. એમ બોલી સંધ્યાએ આંખો કાયમ માટે મીચીં દીધી. અંજનાબેન મૂક થઇ ફાટી આંખે સંધ્યાને જોઇ રહ્યાં.ના રડી શક્યાં ન કંઇ બોલી શક્યાં. હોસ્પિટ્લની વિધિ પતાવી અને સંધ્યાના અંતિમ સંસ્કારની જવાબદારી પૂરી કરી. ચલાતુ તો ખૂબ જ ઓછું હતું છતાં વ્હીલચેર અને આજુબાજુના પડોશીઓને સહારે તેણી એ સમગ્ર કાર્ય કર્યાં હોસ્પિટલથી ઘરે બાબા સાથે આવ્યા હોવાથી બાબાને સાચવાની સમગ્ર જવાબદારી તેણીના એકલાના ખભે હતી.


જરાક પણ ગભરાયા વગર તેણીએ પોતાની

દિનચર્યા સાથે બાબાની દિનચર્યા ગોઠવી દીધી. પૈસાની તકલીફ તો હતી હવે બાબાના જીવનમાં આવતા તેમાં ઊમેરો થયો. કોઇ પણ જાતની ચિતાં કર્યા વગર તેણીએ અજયનો ઊછેર કરવામાંડ્યો. તેણીને ભગવાન પર ખૂબ જ ભરોસો હતો. તેણી એમ જ કહેતી ભગવાનને ખબર છે આપણને ક્યારે શું આપવું અને અજય તો મને ભગવાન ખુદ પોતે આપેલ પ્રસાદ છે અને મારે તેનું લાલન પાલન અજયને છાતીએ વણગાળી ખૂબ જતનથી કરવાનું છે અને ભગવાન પોતે મને આ કાર્ય પાર પાડવામાં મદદ કરશે.

અજયના ભણતર પાછળ વધારેને વધારે સમય આપવા લાગ્યાં. અજયના મગજમાં પહેલે દિવસથી જ તેણીએ ઠસાવી દીધું હતું કે અંજનાબેનનો અજય શહેરનો મોટામાં મોટો ડોકટર બનશે અને તે માટે અંજનાબેન પોતે પણ કામે લાગી ગયાં. પોતાની જરૂરિયાતોનામ પૂરતી જ રાખી, દિવસોના દિવસો ઊપવાસ રાખતા અને પૈસા બચાવતાં ચાર જોડી કપડાં જ હતાં છતાં હસતે મોઢે પોતાની જવાબદારી પૂરી કરતાં. અજયને કોઇ પણ તકલીફના પડે તેનું ધ્યાન રાખતાં, તેની દરેક ઇચ્છા ઇશ્વર ઇચ્છા માનીને પૂરી કરતાં.


અજય પણ ખૂબ સમજુ હતો. તેની માતાની દરેક વાત માનતો. આધુનિક જમાનાની તેને હવા લાગી ન્હોતી. તેને માતાની તકલીફો અને કુરબાની જાણ હતી તે પોતે પણ માતાને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરતો. પરંતુ અંજનાબેન તેને અભ્યાસમાં ધ્યાન આપવા જોર કરતાં. અજય દસમા અને બારમા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થયો. આથી મેડીકલમાં વિના તકલીફે પ્રવેશ મળી ગયો પરંતુ અજયે, અંજનાબેનને જણાવ્યું કે મેડીક્લમાં અભ્યાસ માટે ખૂબ જ પૈસાની જરૂર પડશે, જે તેણી માટે અશક્ય છે પરંતુ અંજનાબેન જેમનું નામ તેણી માટે અશક્ય શબ્દ તેમના જીવનના શબ્દકોશમાં જ ન્હોતો. પોતાની દિવ્યાંગતાને લીધેનાનપણથી દરેક કામ અશક્ય હતાં તે શક્ય કરેલાં. તેમણે ભગવાન પર ભરોસો રાખવા અજયને જણાવ્યું અને તેનો પ્રવેશ મેડીક્લ મા લઇ લીધો. રાત-દિવસ એક જ ધૂન મારો અજય મોટો ડોકટર બને. સારામાં સારા સંસ્કાર આપેલા હોવાથી,

અજયે તનતોડ મહેનત કરવામાંડી. પૈસા માટે અંજ્નાબેન આખો દિવસ પોતાનીનાજુક તબિયતને ગણકાર્યા વગર કામ કરવા લાગ્યાં , કુટુંબીજનો, સગા સંબંધીઓ અને સોસાયટીના લોકો મોઢામાં આંગણાનાખી દીધા કે આ અંજનાબેન આ પરિસ્થિતિમાં અજયનો જે રીતે ઉછેર કર્યો.


મેડીક્લમાં પ્રવેશ મેળવવો પૂરતો ન્હોતો. આ માટે અંજનાબેન અને અજય પોતાની બધી તાકાત લગાવવાની હતી. કારણકે અજયની કોલેજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધીની હતી. આ માટે અંજનાબેન સવારે અજયનું ટીફીન બનાવવા ૬ વાગે ઉઠી જતાં અને રાત પણ તેમની મોડી પડતી. કામ આખો દિવસ રહેતું પણ કોઇ આળસ કે થાક વગર તેઓ કામે લાગી પડ્યાં હતાં. અજયે દિવસ રાત મહેનત કરતો. અજય અભ્યાસના ચાર વર્ષ પૂરા કર્યા અને અંજબાબેનને જણાવ્યું કે તે હવેનોકરી કરશે, તેણીએ તરત જના પાડી દીધી અને ઊચ્ચ અભ્યાસમાં અજયનો પ્રવેશ કરાવી દીધો. આમ સળંગ દસ વર્ષ અજયે સખત મહેનત કરી અને સૂરતનો મોટો ડોકટર બની ગયો. તેને બધી જ હોસ્પિટલમાંથી ઊચા પગારોનીનોકરીની વાતો આવવા લાગી પરંતુ અંજનાબેનના સંસ્કાર તેને સરકારી દવાખાનામાંનોકરી શરૂ કરી અને ગરીબ દર્દીઓની સેવા કરવામાંડી. મેડીકલનો અભ્યાસ પણ પ્રથમ નંબરે પાસ કર્યો હોવાથી મેડીક્લ એસોશિયેસ્ન દ્વારા તેના સન્માન કરવાનો કાગળ તેને એક દિવસ મળ્યો. નસીબ સંજોગે આ કાગળ અંજનાબેનના હાથમાંજ આવ્યો. તેણી તો ચોધાર આંસુએ ભગવાનનો ઉપકાર માગવામાંડી.


સન્માન સમારોહ શહેરના મોટા હોલમાં ગોઠવવામાં આવ્યું હતું. હોલ મા બે હજારથી પણ વધારે લોકો આવેલાં. અજય, અંજનાબેનને વ્હીલચેરમાં બેસાડીને હોલમાં લઇ જવા સમજાવતો હતો, પરંતુ અંજનાબેનના પાડતાં હતાં . લાખ વાર સમજાવા છ્તાં તેણી એ સન્માન સમારોહમાં જવા તૈયાર થતાં ન્હોતાં, આખરે અજય તેણીને ભગવાનની કસમ આપી પોતાની સાથે લઇ જાય છે. હોલમાં પ્રવેશતા જ તેણીની આંખો આંસુથી છલકાઇ જાય છે, અને ભગવાનનો આભાર માને છે કે તેને આ દિવસ જોવડાવ્યો.


મંચ પર બધાં ગોઠવાઇ જતાં કાર્યક્રમ ચાલુ થાય છે, અજયનું સન્માન થવાનું હોવાથી અજય અને અંજ્નાબેનને હોલની પહેલી હરોળમાં બેસાડવામાં આવેલ. અંજનાબેનનું દિલ જોર જોરથી ધડકે છે. ત્યાં જ માઇફમાં અંજ્યનુંનામ બોલાય છે, જાણે અંજનાબેનનું દિલ ધબકારો ચૂકી ગયું એવું અંજનાબેનને લાગે છે, અજય મંચ પર જાય છે, અને માઇકમાં તેના વિષે ખૂબ જ વખાણ થતાં સાંભળી અંજનાબેનની આંખો સંધ્યાને યાદ કરી વરસી પડે છે. આજે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અજયનું

સન્માન થવાનું હોવાથી હોલમાં ખૂબ જ શાંતિ અને સન્નાટો હોય છે. અંજનાબેનની વર્ષોની તપસ્યાનું આજે ફળ મળવાનું હતું.


અજયનું સન્માન કરવા અને તેને પુષ્પહાર પહેરાવા મંત્રી હાથ ઊ્ચો કરે છે અને અજય બે ડગલાં પાછો હટી જાય છે અને હાર પહેરવાનીના પાડે છે, અને હાથ જોડી અને હાથમાં માઇક લઇને મંત્રીજીને વિનંતી કરે છે કે જો સન્માન કરવું જ હોય તો મારી માતા અંજનાબેનનું કરે, કારણકે સન્માનની હકદાર તેની માતા છે અને અજય તેની માતાના મૄત્યુથી શરૂ કરી આજ્ના દિવસ સુધીનો અંજનાબેનનો સંઘર્ષ બધાને જણાવે છે, આ સાંભળી હોલ તાળીઓના ગળગળાટથી ગૂંજી ઉઠે છે અને અંજનાબેનની આંખો વરસી પડે છે. મંત્રીજી સંચાલકોને અંજનાબેનને મંચ પર બોલાવા જણાવે છે ત્યારે અજય તેમને જણાવે છે કે મારી માતા –દિવ્યાંગ છે અને વ્હીલચેરમાં આવેલ છે તેણીની વ્હીલચેર હું તેનો બાહુબલી દિકરો –તેણીને ઉચકીને મંચ ઊપર લાવીશ ત્યારે હોલના સમગ્ર લોકો ઊભા થઇને મા-દિકરાને જુએ છે અને મંત્રીજી પોતે અજયની માતાને મંચ પર લાવવામાં અજયને ટેકો કરે છે અને અંજનાબેન અને અજયનું સન્માન પુષ્પહાર, ટ્રોફી, પ્રમાણપત્ર અને પાંચ લાખ રૂપિયાથી કરે છે. અંજનાબેનના સંસ્કારને લીધે અજયે આ પાંચ લાખ રૂપિયા મેડીક્લ કોલેજના ગરીબ વિધાર્થીઓના ઉ્ચ્ચ અભ્યાસ માટે દાનમાં આપી દે છે અને મા-દિકરો હોલમાં નીચે આવી પોતાના સ્થાને બેસી જાય છે. મંત્રીજીનું ભાષણ શરૂ થાય છે અને અંજનાબેનનો ખૂબ આભાર માને છે અને વખાણ કરે છે અને હોલમાં ઊપસ્થિત લોકોને ઊભા થઇ માન આપવાનું કહે છે. “દિવ્યાંગ સીંગલ મધર”નું બિરુદ આપી રાજ્ય તરફથી તેણીને દસ લાખ રૂપિયા અને સાલ ઓઢાડી ફરીથી સન્માન કરે છે અને તેણીને સલામી આપે છે. અંજનાબેન મનોમન સંધ્યાનો ઉપકાર માની સૌને વંદન કરે છે.


Rate this content
Log in

More gujarati story from Darshita Shah

Similar gujarati story from Inspirational