લગ્ન ના કરવાના કારણો
લગ્ન ના કરવાના કારણો
ટાઈટલ વાંચીને વિચારમાં પડી ગયા ને. ચિંતા ના કરશો વધારે રાહ નહિ જોવડાવું. થોડા લોકો વિચારશે કે આ છોકરી કહેવા શું માંગે છે. આ બાબતમાં હું કઈ વધારે નહિ બસ લગ્ન કઈ પરિસ્થિતિમાં કરવા અને કયા કારણોસર ના કરવા એ જ કહેવા માંગુ છું.
જેવી રીતે લગ્ન કરવાના ઘણા કારણો છે એવી જ રીતે ના કરવાના પણ ઘણા કારણો છે. બધું જ સમય પ્રમાણે થાય છે સમય પહેલા કઈ જ નથી થતું. એવું વિચારવું કઈંક હદ સુધી સાચું છે અને કઈંક હદ સુધી ખોટું પણ. એવી જ રીતે લગ્નનું પણ છે સમયસર થઈ જાય તો સારું પણ એનો સાચો સમય કયો છે એ તમારે નક્કી કરવાનું. બાકી લોકો તો ઘણું કહેશે પણ હંમેશા પોતાના મનનું જ માનવું.
ઘણા કારણો છે જે આપણે લગ્ન ના કરવા માટે રજૂ કરી શકીએ પણ હું એમાંથી થોડા જ રજુ કરવા માંગુ છુ.
૧) બધા મિત્રોના લગ્ન થઈ ગયા છે.
૨) આન્ટીસના પ્રશ્નોથી હેરાન છો.
૩) વેલન્ટાઈન્સ ડેના દિવસે એકલું લાગે છે.
૪) નાની બહેન કે ભાઈ પણ લાઈનમાં છે.
૫) ઘડપણમાં સાથ મળી જાય.
૬) મા ક્યારે બનીશ એ વિચારીને.
૭) એક્સ બોયફ્રેન્ડ જે ગર્લફ્રેન્ડના લગ્ન થઈ રહ્યા છે. આ તો બિલકુલ ના કરતા.
લગ્ન એની સાથે કરવા જે તમારા ટાઈમનો હકદાર હોય. જેની સાથે તમે વહેતા સમયને ભુલી જાવ અને એ પ્રેમ પર સમયની ધૂળ ના ચડે.
જો કોઈ શંકા હોય તો પોતાને જ પૂછી જુઓ.
