STORYMIRROR

Kalpesh Patel

Drama Romance Tragedy

4.5  

Kalpesh Patel

Drama Romance Tragedy

લાઈન ઇઝ લાઈવ નાવ.

લાઈન ઇઝ લાઈવ નાવ.

3 mins
3

“લાઈન ઇઝ લાઈવ નાવ…”

દોસ્તો અને દોસ્તારીઓ…
દિલ થામી ને રાખજો…
ઘડિયાળના કાંટાઓનો હસ્તમેળાપ થવા જઈ રહ્યો છે…
ત્યારે ચાલો દિલો નો મેળાપ થવા દઈએ...

શહેરની લાઈટો ભલે થાકી રહી હોય…
પણ હવે થોડાક પળોમાં યાદો જબકારા મારીને જાગવાની છે…

મિત્રો…
તમે સાંભળી રહ્યા છો
એફ.એમ. 009 — દિલસે કાંડસ …
અને હું છું તમારો હોસ્ટ…
અવિનાશ…

આજની રાત થોડી ખાસ બનવાની છે…
કારણ કે આજે વાત થશે એવા પ્રેમની…
જેનો ક્યારેય સાચો આરંભ થયો નહોતો…
પણ જે ક્યારેય પૂરો પણ થયો નથી …

તો કોફી, કોલ્ડડ્રિંક અને પિઝા, કે આંસુ લુછવા હાથ રૂમાલ નજીક રાખજો…
અને હા તમારા કાન સાથે 
દિલના દરવાજા પણ ખુલ્લા રાખજો…

કારણ કે શરૂ થવા જઈ રહી છે એક એવી કથા…
જેમાં શબ્દો ઓછા છે…
અને મૌન… બેહદ વધારે…

માય...

લાઈન ઇઝ લાઈવ નાવ…
તમારા દિલ નાં મેસેજ મુકતા જાવ...
ટ્રીન… ટ્રીન… ટ્રીન…
ચાલુ થાય છે દિલસે કાંડ, દિલો ની મૂંગી ધડકન નો પ્રોગ્રામ...
“અંતિમ કૉલ…”

---

રંગીલા રાજકોટ શહેરની રાત્રિઓમાં એક અજીબ એકલતા હોય છે…
રસ્તાઓ પર ભીડ હોય…
પણ દિલોમાં ખાલીપણું…
અહીં બોલાતું 
મોજમાં રહેજો”  તે માત્ર વાક્ય નથી, પણ રાજકોટની જીવનશૈલી છે. અહીંનો માણસ દુઃખમાં પણ હાસ્ય શોધી લે અને અજાણ્યાને પણ “આવો ભાઈ” કહી પોતાનો બનાવી લે — એ જ કાઠિયાવાડી રંગ છે.

અવિનાશ આવા રાજકોટ રેડિયો સ્ટેશનનો આર.જે. હતો.
એનો અવાજ હજારો લોકોની ધડકનને શબ્દ આપતો…

પણ એ પોતે…
ક્યારેય પોતાની લાગણીઓ કોઈને કહી શક્યો નહોતો…

રોજ રાત્રે બાર વાગ્યે એનો શો ઓન-એર થતો —
“અંતિમ કૉલ…”

તેર મિનિટની જાહેરાત…
અને બાર મિનિટ દિલની જમાવટ…

યુવાનો જ નહીં,
પણ જીવનના છેલ્લા પડાવે પહોંચેલા લોકો પણ ટ્રાન્ઝિસ્ટર કાને લગાવીને જાગતા…

કારણ કે આ શોમાં…
લોકો પોતાના દિલનો ભાર ઉતારતા…

કોઈ પ્રેમ માટે રડતું…
કોઈ માફી માંગતું…
અને કોઈ… છેલ્લી વાર “આઈ લવ યુ” કહેવા ફોન કરતું…

અને એ શુક્રવારની રાત્રે…

ફોન વાગ્યો…

“હેલો…”

થોડી ક્ષણ મૌન રહ્યું…

પછી એક અવાજ આવ્યો —

“એય… મારા છૈલા…
હું… અવની બોલું છું…”

અવિનાશનો શ્વાસ એક ક્ષણ માટે અટકી ગયો.
સ્ટુડિયોના કાચ પર એનો પોતાનો ધૂંધળો ચહેરો દેખાયો.
હાથમાં પકડેલી પેન્સિલ ધીમેથી નીચે સરકી ગઈ.
આઠ વર્ષ…
આઠ લાંબા વર્ષ પછી
એ જ અવાજ…
એ જ લહેજો…
એ જ મીઠો ઠપકો — “મારા છૈલા…”
બેકગ્રાઉન્ડમાં ધીમું ફ્લૂટ વાગતી રહી.

પછી અવની ડુસકા ભરતા બોલી —

“એક  છબીલો હતો…
જે ક્યારેય પ્રેમની વાત કરી શક્યો નહીં.”
પછી થોડી ક્ષણ ની શાંતિ....

અવિનાશની આંખો ભીની થઈ ગઈ.
અવિનાશનો શ્વાસ એક ક્ષણ માટે અટકી ગયો.
સ્ટુડિયોના કાચ પર એનો પોતાનો ધૂંધળો ચહેરો દેખાયો.
હાથમાં પકડેલી પેન્સિલ ધીમેથી નીચે સરકી ગઈ.
આઠ વર્ષ…
આઠ લાંબા વર્ષ પછી
એ જ અવાજ…
એ જ લહેજો…
એ જ મીઠો ઠપકો — “મારા છૈલા…”

અવિનાશે ગળું સાફ કર્યું .
પણ આર.જે.નો આત્મવિશ્વાસ આજે ક્યાંક ખોવાઈ ગયો હતો.
ભાવના પર કાબુ લઇ બોલ્યો...

“અને, અવની તમે?”
એણે પૂછ્યું.

“હું આખી જિંદગી એની રાહ જોતી રહી.”

સ્ટુડિયોમાં મૌન છવાઈ ગયું.

ભર ચોમાસે બહાર વરસાદ પડતો નહતો,અને ઉકાળાટ, બફારો .
અને સ્ટુડિયો માં ચીલ એસી... વચ્ચે અવિનાશનાં કપાળે પરસેવો..
તેનું  દિલ અંદરથી તૂટી રહ્યું હતું.


---

અવની ફરી બોલી —

“જો માણસ શબ્દો નાં બોલી શકે ,
તૉ પણ મૌનથી બધું કહી શકે છે.

અને જો સામેનો માણસ ડરી જાય…
તો પ્રેમ જીવન નહીં, પસ્તાવો બની જાય.”

અવિનાશ હવે સમજી ગયો હતો.
આ કૉલ કોઈ સામાન્ય કૉલ નહોતો.

આ તેની અધૂરી કહાનીનો છેલ્લો અધ્યાય હતો.


---

“શું એ માણસ આજે પણ તમને પ્રેમ કરે છે?”
અવિનાશે ધ્રૂજતા અવાજે પૂછ્યું.

ફોનની બીજી બાજુથી ધીમો જવાબ આવ્યો.
એની આપેલી નોટબુક નાં છેલ્લા પાને લખેલી નોંધ મારાં હાથ માં છે...

“જો એ છેલ્લી નોંધને વિસરી  ચુક્યો હોત…
તો કદાચ આજે હું ફોન ન કરતી.અને 
તું... અત્યારે આમ બેચેન ન બનત ”

અવિનાશની આંખમાંથી આંસુ સરકી પડ્યું.

પણ એ કંઈ બોલે એ પહેલાં…

કૉલ કપાઈ ગયો.


---

બીજા દિવસે અવિનાશ એ જ નંબર પર આખો દીવસ ડાયલ કરતો રહ્યો.

પણ નંબર  ઑફ હતો.

પછી ખબર પડી —
અવની છેલ્લા છ મહિનાથી કેન્સર સામે લડી રહી હતી.

અને ગઈ રાત્રે…
હોસ્પિટલમાંથી એણે છેલ્લો ફોન કર્યો હતો.


---

એ દિવસ પછી
“અંતિમ કૉલ” શો બંધ થઈ ગયો.

પણ દર વરસાદી રાત્રે,
અવિનાશ હજુ પણ સ્ટુડિયોમાં જઈ બેસે છે, રખેને  એ જ નંબર પરથી ફરી કૉલ આવે તૉ...

તે...વારંવાર ખાલી માઈક સામે કહેતો રહે છે —


હેલો અવની… 

"લાઈન ઇઝ લાઈવ નાવ …”



Rate this content
Log in

Similar gujarati story from Drama