Nayanaben Shah

Inspirational

3  

Nayanaben Shah

Inspirational

લાગણીનો ઘૂઘવતાે દરિયો

લાગણીનો ઘૂઘવતાે દરિયો

2 mins
127


નૈયાની આંખો ચારેબાજુ જેને ખોળી રહી હતી એ તો કયાંય દેખાતાં ન હતા. પણ એને વિશ્ર્વાસ હતો કે એ કોઇક ખૂણામાં ઊભા રહીને આંખોના આંસુ છુપાવવાનો પ્રયત્ન કરતાં હશે.એ જાણતી હતી કે આ પ્રસંગે પિતાની વ્યથા કેવી હોય ! જયારે એક ઋષિ એની પાલકપુત્રીને વળાવે છે ત્યારની એમની વ્યથા વાંચીને એની આંખમાં પણ ક્યાં આંસુ આવ્યા ન હતા !

નાનપણથી જેના સ્નેહમાં એ સતત તરબોળ થતી રહી એ પિતા. જેના કારણે ઘરના સભ્યઘરની છત નીચે સુરક્ષીત રહી શકે, મજા કરી શકે એ ઈમારતનો પાયો એટલે પિતા. સવારથી સાંજ ઘરની બહાર રહેતું પાત્ર.પિતા તો પરિવારના સભ્ય સાથે બહુ ઓછો સમય ફાળવી શકે છતાંય બઘાના પ્રેમનું પાત્ર. નૈયાની ઇચ્છા હતી કે સાસરે જતાં પહેલાં પપ્પાને ભેટીને ખૂબ રડી લે. એના પિતાની રડીને સૂઝીને લાલ થઈ ગયેલી આંખો ઘણું બધુ કહેતી હતી. છતાં ય નૈયા સામે મોં હસતું રાખી શક્યા.

નૈયાને થતું પિતાના કેટકેટલા રૂપ છે ! નાનપણ મા મારા માટે ઘોડો, સ્કુલે કારમાં મુકવા આવે તો ડ્રાયવર, બહારગામ જઇએ તો સામાન ઉંચકી લેતાં કુલી. પિતા તો સૈનિક જેવા છે ભલે સરહદ પર નથી હોતાં છતાં ય એમની મજબૂત ભૂજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે.

પિતા કેટકેટલું કરે છેે પોતાના સંતાનો માટે ! નૈયા વિચારતી કે પિતા એટલે દેખાતું ઘર નહીં પણ ઘરનો પાયો. પિતા ફુલ નહીં પણ સુગંધ. પિતા રસ્તો નથી પણ સાઇનબોર્ડ છે જે અંધારામાં રસ્તો બતાવે છે.

આખરે નૈયાની વિદાય વેળા પિતા હાજર થતાં જ નૈયા ચોધારઆંસુએ રડી પડી. જયારે પિતાનું રૂદન તો ચરમસીમાએ પહોંચી ગયું હતું. પિતા રડી પણ શકે ! પિતાની આંખના આંસુ જોઇને લાગતું હતું કે જાણે આખું શહેર એમના આંસુમાં તણાઈ જશે. અત્યાર સુધી પિતાની લાગણી ઉપરથી જ જોઇ હતી પણ નૈયાએ એ ઘૂઘવતાં દરિયામાં ડૂબકી મારી ત્યારે એમાંથી લાગણીના અનમોલ રત્ન એને પ્રાપ્ત થયા હતાં. જતાં જતાં માત્ર એટલું જ બોલી, "પપ્પા,તબિયત સાચવજો. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મને જન્મોજન્મ તમે જ પિતા તરીકે પ્રાપ્ત થાવ."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational