darshna Lakum

Thriller Others

4.5  

darshna Lakum

Thriller Others

લાગણી

લાગણી

4 mins
330


મારું ધ્યાન બસ સ્ટેશનના ગેટ પર હતું પણ અનાયસે બાજુમાં નીચે બેઠેલી બે ડોશીઓ વાતો કરતી હતી ત્યાં ગયું. બંને ડોશીઓ ગામડાની હોય તેવું લાગ્યું કેમકે એ ઢબે બેઠી હતી, એક ડોશી બોલતી હતી,

" બાય કાશી, તન ખબર જીવીનો વર ગુજરી ગ્યો.."

" હે...હા બેન કેવું હારું મૌત થ્યું નઈ ભગવાનની દયાથી."

" હા તય અને ગામનાં તો ઈમ કે છ કે જીવી બાજુનાં ઘરે ગઈ ને એનાં વર ને છાતીમાં દુઃખવા આયું છોકરા આગળ પાણી માંગી ઘૂંટડો પીધો ત્યાં પૂરું...ને ભાગ્ય તો જો કે છોકરો તે દિ' પરદેશથી આયો તો ..."

" હા... એના બાપને છોકરા પ્રત્યે લાગણી બહુ હતી..' ને બાય.. ક્યાં, કયારે, કોનાં હાથનું પાણી ભાગ્યમાં હોય એ તો ભગવાનના હાથમાં છે.. ક્યાં ધરતી પોકારે.."

  આ વાતું સાંભળી મને તો હસું આવતું હતું.. કે કેવા લોકો છે..આને અભણ કહેવા કે અબૂધ કહેવા.. લાગણી તો એક ભાવ છે કોઈ એન્ટેના થોડા છે કે તમે ગમે ત્યાં હો પણ જેની સાથે વધુ લાગણી હોય તેની પાસે પહોંચી જાવ. અને છેલ્લું પાણી તો ગમે તે પાઈ શકે તેમાં ભાગ્યની વાત ક્યાં આવી..હમમ.સ્ટુપીડ."

" અરરર... જો તો કોઈને શિષ્ટતા કે સભ્યતા જેવું કંઈ છે.? એકબીજાને ધક્કા મારી બસમાં ચડે છે.."

બસમાં બેસવા થતી પડાપડી જોઈ રશ્મિથી બોલી પડાયું. જોકે તે આ દ્રશ્ય પહેલીવાર જોતી હતી મને તો રોજની ટેવ પડી હતી.

" બેન.. આમાં સભ્યતા રાખવા જઈએ તો કંઈ ન મળે.." રશ્મિ ને કહ્યું પણ અચાનક આવું જ વાક્ય કોઈકે નાનપણમાં મારા માટે કહ્યું હતું.

હા.. રાજવી જે મારી બાજુમાં જ બેસતો હતો. અને સ્કૂલમાં ઉજવાયેલ રક્ષાબંધનમાં મેં તેને રાખડી બાંધી હતી જોકે તે એકને જ નહીં પણ આખી સ્કૂલ ને મે રાખડી બાંધી દીધી હતી. એ મારી વાત કરવાની સ્ટાઈલ પર કોમેન્ટ મારતો અને કહેતો,

 "અરે ...ઓ... વાણીમાં આટલી બધી સભ્યતા ન રાખ કે બધાને ' ભાઈ ' જ બનાવી દે છો. આદત છોડી દેજે નહીંતર વાંઢી રહી જઈશ.."

અચાનક અત્યારે આ યાદ આવ્યો હવે આમાં કઈ ભાગ્યની વાત છે.. શું બધા પણ ભાગ્ય અને લાગણીને લઈને બેઠા છે.

" ચાલ દીપા, બસ તો આવી ગઈ હું જાવ બાય.." રશ્મિની બસ આવી ગઈ હતી ત્યાં મારી પણ બસ આવી ગઈ. બસ માં ચડવું એ તો પર્વત ચડવા કરતાં પણ અઘરું હતું. આમ રોજ બધાથી અથડાતાં પછડાતા ચડવાનું લોકો સાથે ઘસાઈ સીટ સુધી પહોંચવાનું રોજ ખીજ ચડતી હતી.પણ શું થાય નોકરી હતી કરવી પડે તેમ હતું.

    બારી બાજુની સીટ પર કોઈ ભાઈ બેઠા હતા. યંગ દેખાતા હતા. તેની બાજુની સીટ ખાલી હતી ત્યાં જલ્દી જઈને બેસી ગઈ નહિતર આખા સુધી ઊભા જવું પડત. બાજુવાળા સાથે વાત ન કરવી પડે એટલે હું મોઢું બીજી બાજુ કરીને બેસી ગઈ છતાં તેમ બોલ્યા,

" રોજ બસમાં અપડાઉન કરતા લાગો છો એટલે જ જટ દઈ સીટ પકડી લીધી."

   મેં તેની સામે જોયું તેનો ચહેરો નરમાશ વાળો હતો અને ચહેરા પર સ્મિત નિરંતર રહેતું હશે એવું લાગ્યું. કોઈ શંકા ઉપજાવે તેવી એક પણ બાબત નહોતી છતાં મે હકાર માં માથુ હલાવી હા પાડી.

 " નોકરી બાબતે કે અભ્યાસ માટે અપડાઉન કરો છો ?"

એટલી જ નરમાશ હતી.

"નોકરી કરું છું બાજુના ગામમાં શિક્ષિકાની અને તમે ભાઈ ?"

 તે થોડું હસીને બોલ્યા,

" મારી નોકરી ગાંધીનગરમાં છે અને અત્યારે મારા ગામ પાછો જાઉં છું ઘણા દિવસ પછી.."

" ઠીક ભાઈ.."

 પાછા તે હસ્યા પણ મેં મોઢું ફેરવી લીધું. થોડીવાર પછી જાણે સીટને ધક્કો લાગ્યો હોય તેવું લાગ્યું. મેં જોયું તો એ બાજુવાળા ભાઈએ સીટનું હેન્ડલ જોરથી પકડેલું હતું, તેનો ચેહરો પરસેવાથી ભીંજાઇ ગયો હતો અને માંડ માંડ બોલ્યા,

" બેન, પાણી છે ?"

હું કળી ગઈ કે તેની તબિયત બગડી લાગે છે મારી પાસે પાણી ન હતું એટલે આજુબાજુવાળાને કહ્યું,

" પાણી હોય તો આપોને કોઈ પાસે.."

 આજુબાજુ બધા ભેગા થઈ ગયા. એક ભાઈએ એ બાજુ વાળા ભાઈને પૂછ્યું,

" ભાઈ શું થાય છે.?"

એ ભાઈ માંડ માંડ બોલી શક્યા,

" ગરમી થાય છે અને ગભરામણ થાય છે.."

પાછળથી એક બહેન ને કહ્યું,

" તેને હવા નાંખો અને બારી ખોલી નાંખો."

 મેં જલ્દીથી બારી ખોલી અને મારી ચુંદડીથી હવા નાંખવા લાગી આજુબાજુ વાળા પણ રૂમાલથી હવા નાંખવા લાગ્યા. મને લાગ્યું કદાચ તેને લો બીપી થયો હોય એટલે મેં પર્સમાંથી ચોકલેટ કાઢી તેના મોઢામાં મૂકી દીધી. ત્યાં પાછળથી કોઈ પાણીની બોટલ લઈ આવ્યું. એ ભાઈ ને જલ્દીથી પાણી પીવડાવ્યું પણ તેની સ્થિતિ ગંભીર થતી જતી હતી તેનું શરીર ઠંડું પડતું જતું હતું. એટલે કન્ડક્ટરે તેને એમ્બુલન્સ હોસ્પિટલ લઈ જવાનું કહ્યું.

    થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી. એ ભાઈ સાથે બીજું કોઈ નહોતું કોણ જાણે તેની સાથે એમ્બ્યુલન્સમાં હું બેસી ગઈ. મારા વિચારો બંધ થઈ ગયા હતા. એમ્બ્યુલન્સ ગતિથી દવાખાને પહોંચી. તેને જલ્દીથી ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયા. ને મને શું થતું હતું ખબર પડતી નહોતી આપોઆપ અંદરથી પણ થતું હતું કે આ ભાઈ ને કંઈ ન થાય. ઘડિયાળની ટિક ટિક અને મારા હૃદયના ધબકારા હરીફાઈ કરી રહ્યા હતા. ત્યાં ઇમરજન્સી વોર્ડમાંથી બહાર આવ્યા તેને આવીને કહ્યું.,

" સોરી મેમ, ધ પેશન્ટ હેસ ડાઇડ ઓફ અ હાર્ટ એટેક.."

ડોક્ટર એ ભાઈના મોબાઇલ અને પર્સ મારા હાથમાં મૂકી ચાલ્યા ગયા. આ સાંભળી હું આખી ખળભળી ઊઠી. મને થયું કે હૃદય કેટલું પોચું અને નિર્દોષ ને નિર્મળ છે કે કોઈક અજાણ્યા મૃત્યુથી પણ આખું ખળભળી જાય છે. તે સાથે પરિચય તો હજુ દસ મિનિટ પહેલા જ થયો હતો છતાં આટલું દુઃખ લાગે છે તો તેના પરિવાર.....

પરિવાર પરથી યાદ આવ્યું એમના પરિવારને પણ જાણ કરવી પડશે.

 હું તેને પર્સમાં તેનું આઈડી કાર્ડ શોધવા લાગી તેમાં આઈડી કાર્ડ નીકળ્યું અને નામ વાંચી હવે હૃદય સાવ જડમૂળમાંથી હચમચી ગયું,

નામ હતું રાજવી દેસાઈ.

 પગે વધુ સાથ ન આપ્યો હું જમીન પર બેસી પડી. થયું કે સાચે જ હૃદય અમથું અમથું ધડકતું નથી અને અજાણ્યાના દુઃખમાં અમથું નથી થથડતું અને કોના હાથનું... ક્યાં છેલ્લું પાણી મળશે... ક્યાં છેલ્લા શ્વાસ લેવાશે એ લાગણીથી બંધાયેલા સંબંધો પર આધાર રાખે છે.


Rate this content
Log in

More gujarati story from darshna Lakum

Similar gujarati story from Thriller